For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હવે જમાનો છે મિનરલ મેકઅપનો, અહીં જાણો તેના વિશે

મિનરલ મેકઅપ બજારમાં નવી ફેશન છે અને હવે મોટાભાગના લોકો ખાસ કરીને ઉપયોગમાં લેનાર મેકઅપની જગ્યાએ મિનરલ મેકઅપને પસંદ કરે છે.

By KARNAL HETALBAHEN
|

અમારી પાસે ત્વચાની બધી જ સમસ્યાઓ માટે સમાધાન ઉપલબ્ધ છે, પરંતુ જ્યારે યોગ્ય મેકઅપ પસંદ કરવાની વાત આવે છે તો સંપૂર્ણ રીતે તે વાત પર નિર્ભર કરે છે કે તમે તમારી ત્વચા માટે કઈ વસ્તુને પસંદ કરો છો.

આપણે બધા નિયમિત રીતે મેકઅપને પ્રાથમિકતા આપીએ છીએ, પરંતુ શું તમે ક્યારેય મિનરલ મેકઅપ વિશે સાંભળ્યું છે? જી હાં, મિનરલ મેકઅપ બજારમાં નવી ફેશન છે અને હવે મોટાભાગના લોકો ખાસ કરીને ઉપયોગમાં લેનાર મેકઅપની જગ્યાએ મિનરલ મેકઅપને પસંદ કરે છે.

અમારી પાસે ત્વચાની બધી જ સમસ્યાઓ માટે સમાધાન ઉપલબ્ધ છે, પરંતુ જ્યારે યોગ્ય મેકઅપ પસંદ કરવાની વાત આવે છે તો આ પૂરી રીતે તે વાત પર નિર્ભર કરે છે કે તમે તમારી ત્વચા માટે કઈ વસ્તુને પસંદ કરો છો.

મેકઅપ વિશેષજ્ઞો દ્વારા ઉપયોગમાં લેનાર આ મિનરલ મેકઅપ સૌથી સારો હોય છે. તો જો તમે અત્યાર સુધી મિનરલ મેકઅપ વિશે નથી સાંભળ્યું તો તેને ખરીદતા પહેલા કેટલીક મહત્વપૂર્ણ વાતોનું ધ્યાન રાખો.

૧. ખીલવાળી ત્વચા માટે ઉપયુક્ત

૧. ખીલવાળી ત્વચા માટે ઉપયુક્ત

વિશેષજ્ઞો મુજબ મિનરલ મેકઅપ તે લોકો માટે ખૂબ લાભદાયક છે જેને ખીલ કે ખંજવાળવાળી ત્વચાની સમસ્યા છે. સામાન્ય રીતે: એવા લોકો જેમને ખીલની સમસ્યા હોય છે તે મેકઅપ કરવાનું પસંદ નથી કરતા કેમકે તેનાથી ત્વચા પર બળતરા, એલર્જી અને ખંજવાળ આવવાની સંભવાના હોય છે. જોકે મિનરલ મેકઅપનો ઉપયોગ કરવો એક સસ્તો વિકલ્પ છે કેમકે તેમાં એવા ઉત્પાદ હોય છે જેનાથી ત્વચાને કોઈપણ પ્રકારનું નુકશાન થતું નથી.

૨. શુષ્ક ત્વચાની સાથે જોડાયેલી માન્યતા

૨. શુષ્ક ત્વચાની સાથે જોડાયેલી માન્યતા

ખાસ કરીને લોકોમાં આ ખોટી માન્યતા ફેલાઈ ગઈ છે કે જો શુષ્ક ત્વચાવાળા લોકો મિનરલ મેકઅપનો ઉપયોગ કરે છે તો તેમની ત્વચા વધારે શુષ્ક થઈ જાય છે. જોકે તે પૂરી રીતે તમારી પસંદ પર નિર્ભર કરે છે કે તમે મિનરલ મેકઅપને પંસદ કરો છો કે નહી. પરંતુ સાચુ એ છે કે મિનરલ મેકઅપથી ત્વચા શુષ્ક થતી નથી. જો તમારી ત્વચા પહેલાથી જ શુષ્ક હોય તો ત્વચા પર હાઇડ્રેટિંગ સ્પ્રેનો ઉપયોગ કરો જેથી ત્વચા પૂરો સમય હાઇડ્રેટેડ બની રહે.

૩. ત્વચા માટે ખૂબ હેલ્દી

૩. ત્વચા માટે ખૂબ હેલ્દી

તમારે એક મહત્વપૂર્ણ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે શુદ્ધ મિનરલ મેકઅપ તેલથી બંધાય છે પાણીથી નહી. જ્યાં સુધી તેમાં કોઈ કેમિકલ ના હોય ત્યા સુધી તે તમારી સ્કીન પર કોઈ પ્રભાવ નથી પાડતો. બજારમાં ઉપલબ્ધ મોટાભાગના સસ્તા મિનરલ ફાઉન્ડેશનમાં કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે જે તમારી ત્વચાને નુકશાન પહોંચાડી શકે છે.

૪. રોમ છિદ્રોને બંધ નથી કરતા

૪. રોમ છિદ્રોને બંધ નથી કરતા

જ્યાં સુધી મિનરલ મેકઅપનો સવાલ છે તે રોમ છિદ્રોને બંધ કરતા નથી. મિનરલ મેકઅપ લગાવ્યા પછી ત્વચા સારી રીતે શ્વાસ લઈ શકે છે જેના કારણે રોમ છિદ્રો બંધ થતા નથી કેમકે ચહેરા પર પ્રાકૃતિક તેલ ઉપસ્થિત હોય છે. મિનરલ મેકઅપ ત્વચાના રોમ છિદ્રોને બંધ કરતા નથી જેના કારણે ચહેરા પર ખીલ થતા નથી.

૫. સન ડેમઝ

૫. સન ડેમઝ

મોટાભાગના વિશેષજ્ઞ આ દાવો કરે છે કે મિનરલ મેકઅપનો ઉપયોગ કરવો ત્વચા માટે લાભદાયક હોય છે કેમકે તે યુવીએ અને યુવીબી કિરણોથી ત્વચાની રક્ષા કરે છે. ગરમીમાં મિનરલ મેકઅપનો ઉપયોગ કરવો સુરક્ષિત હોય છે. મોટાભાગના મિનરલ મેકઅપમાં ઉચ્ચ માત્રામાં ટાઈટેનિયમ ડાયોક્સાઈડ મળી આવે છે જે સૂર્યના નુકશાનદાયક કિરણોથી ત્વચાની રક્ષા કરે છે. તે એક ઉત્કૃષ્ટ એસપીએફ એજન્ટની જેમ કામ કરે છે.

૬. શેલ્ફ લાઈફ

૬. શેલ્ફ લાઈફ

આપણે બધાને એ વાતની ચિંતા થતી હોય છે કે આપણો મેકઅપ કેટલી વાર સુધી રહેશે. જ્યારે તમે મિનરલ મેકઅપની વાત કરો છો તો તે ખૂબ લાંબા સમય સુધી ટકે છે. મિનરલ મેકઅની શેલ્ફ લાઇફ પણ ખૂબ વધારે છે. એટલા માટે તમારે એક વર્ષ પછી તેને ફેકવાની જરૂર હોતી નથી. મિનરલ મેકઅપ ખૂબ સરળ અને સાફ હોય છે જે બેક્ટેરીયાને વધવા દેતા નથી. કેમકે મિનરલ મેકઅપમાં ઓર્ગેનિક પદાર્થ હોય છે અંતમાં: આ બેક્ટેરિયાને વધાવા દેતા નથી અને તેની શેલ્ફ લાઈફ પણ સારી હોય છે.

૭. વધારે સમય સુધી પ્રભાવ પાડનાર

૭. વધારે સમય સુધી પ્રભાવ પાડનાર

એ વાતનું ધ્યાન રાખો કે મિનરલ મેકઅપની ના ફક્ત શેલ્ફ લાઇફ વધારે હોય છે પરંતુ તેનો ત્વચા પર પ્રભાવ પણ વધારે સમય સુધી રહે છે. મોટાભાગના કર્યા જનાર મેકઅપ ૬ કલાક સુધી રહે છે જ્યારે મિનરલ મેકઅપ વધારે સમય સુધી ટકી રહે છે, લગભગ ૧૦-૧૨ કલાક સુધી. એકસ્ટ્રા કવરેઝ માટે તમે ચહેરા પર જાડા ફાઉન્ડેશનનો ઉપયોગ કરી શકો છો જેથી તે વધારે સમય સુધી બનેલો રહે.

English summary
Read this article to know more about the benefits of using mineral makeup .
Story first published: Tuesday, April 18, 2017, 9:37 [IST]
X
Desktop Bottom Promotion