For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ફાટેલા હોઠ માટે ઘરે જ બનાવો લિપ બામ

By Super Admin
|

ખાસ કરીને બધાને ફાટેલા હોંઠોની સમસ્યા હેરાન કરે છે. ફાટેલા હોઠ દર્દ તો આપે જ છે સાથે જ તે તમારી ખૂબસૂરતીને પણ ઓછી કરે છે. લિપ કલર લગાવ્યા પછી પણ તેને છુપાવવા ઘણા મુશ્કેલ હોય છે. શુષ્ક અને ઠંડા મૌસમમાં ફાટેલા હોઠોની સમસ્યા સામાન્ય હોય છે. કેટલાંક લોકોને હંમેશા જ આ સમસ્યા રહે છે. બધા લોકો ઘણી લિપ બામ અને ચૈપસ્ટિક્સની ટ્યૂબ ખરીદીને લગાવે છે.

કેવું રહેશે જો તમે ઘરે જ જાતે પોતાની લિપ બામ બનાવીને રાખો તો? જી હાં, આજે અમે તમને ઘરે જ પ્રાકૃતિક લિપ બામ બનાવવાની રેસિપીના વિશે જણાવા જઈ રહ્યા છીએ. લિપ બામ બનાવવાની આ રેસિપી ના ફક્ત સસ્તી છે પરંતુ તેના કોઈ સાઈડ ઈફેક્ટ પણ થતા નથી.

ઘરે તૈયાર થનાર આ લિપ બામને બનાવવા માટે તમારે જે પણ વસ્તુઓ જોઈએ તે બધી તમને સરળતાથી ઘરે મળી રહેશે. તમે આ લિપ બામ કોઈને ગિફ્ટ તરીકે પણ આપી શકો છો. આ ઘરેલુ લિપ બામ તમારા હોઠને મુલાયમ અને કોમળ બનાવે છે. તેને બનાવવું ખૂબ જ સરળ છે. તો ચાલો જાણીએ કે ઘરે તમે કઇ રીતે આ લિપ બામ તૈયાર કરી શકો છો.

જૈસ્મિન લિપ બામ

જૈસ્મિન લિપ બામ

સામગ્રી -:
જેસ્મિન એસેંશિયલ ઓઈલ -૨ મિ.લી.
ક્લિયર પેટ્રોલિયમ જેલી - ૨ ચમચી
કોલ્ડ પ્રેસ્ડ જોજોબા ૧ ચમચી

કેવી રીતે બનાવશો -:
એક સ્ટીલના વાસણમાં પેટ્રોલિયમ જેલી અને જોજોબા ઓઇલ નાંખો. તે વાસણને એક પાણીથી ભરેલા વાસણની ઉપર ઉકળવા માટે રાખી દો. ધ્યાન રાખો કે જે વાસણમાં સામગ્રી નાંખો તે પાણીને ના અડે તેને ડબલ બોયલિંગ પ્રક્રિયા કહે છે. જેલીને સારી રીતે પીગળાવો જેથી તે સરળતાથી ઓઈલની સાથે મિક્સ થઈ શકે. હવે ગેસ બંધ કરી દો અને તેમાં જેસ્મિન એસંશિઅલ ઓઈલ મેળવો. તેને સારી રીતે મિક્સ કરો. ૫ મિનીટ માટે તેને રાખો અને પછી આ ઘોળને એક નાના ટબમાં ભરી દો. હવે આ ટબને કોઈ ઠંડા સ્થાન પર રાખી દો. થોડીવાર પછી આ બામ તૈયાર થઈ જશે.

ગ્રીન ટી લિપ બામ

ગ્રીન ટી લિપ બામ

સામગ્રી -

ગ્રીન ટી બેગ - એક
પ્રેસ્ડ કોકોનેટ ઓઈલ - ૨ ચમચી
બીજવેક્સ - ૨ ચમચી

કેવી રીતે બનાવશો -:
એક સ્ટીલનું વાસણ લો અને તેમાં કોકોનેટ ઓઈલ ગરમ કરો. હવે ગેસ બંધ કરીને આ વાસણને નીચે ઉતારો અને તેામં ગ્રીન ટી બેગ ડુબાડો. વાસણને ઢાંકીને ૩૦ મિનીટ માટે રાખી લો. જો તમે કોઈ ઠંડી જગ્યા પર રહેતા હોય તો આ વાસણને ગરમ ઓવનમાં રાખી લો જેથી તેલ સારી રીતે મિક્સ થઈ શકે. તેના પછી તેમાં બીજવેક્સ મેળવો અને તેને પીગળાવા માટે ફરીથી વાસણને ગેસ પર રાખી દો. થોડીવાર પછી આ આખા મિશ્રણને એક નાના કન્ટેનર કે ચેપસ્ટિક ટ્યૂબમાં ભરી દો. બામ સેટ થઈ ગયા પછી તેમે તેને યૂઝ કરી શકો છો.

કોકોઆ લિપ બામ

કોકોઆ લિપ બામ

સામગ્રી -:
કોકોઆ બટર - ૧ ચમચી
શિયા બટર - ૧ ચમચી
બીજવેક્સ - ૧ ચમચી
વિટામીન ઈ ઓઈલ - ૧ મિ.લી
ઓર્ગેન ઓઈલ - ૧ મિ.લી
કોકોઆ ફ્લેવર ઓઈલ - ૧ કે ૨ ટીંપા

કેવી રીતે બનાવશો -:
ડબલ બોયલરમાં બીજવેક્સને પીગળાવો. જ્યારે તે અડધી થઈ જાય તો તેને કોકોઆ બટર અને શિયા બટર નાંખો. ધીમી આંચ પર જ આ ત્રણે વસ્તુને સારી રીતે મિક્સ કરો અને તેના પછી ગેસ બંધ કરી દો. હવે તેમાં વિટામિન ઈ ઓઈલ, ઓર્ગેન ઓઈલ અને કોકોઆ ફ્લેવર ઓઈલ મિક્સ કરો. તેને સારી રીતે મિક્સ કરો. તેને એક કન્ટેનરમાં ભરી દો અને સેટ થવા દો.

રોઝ લિપ બામ

રોઝ લિપ બામ

સામગ્રી -:
રોઝ એસંશિયલ ઓઈલ - ૧-૨ ટીંપા
બીજવેક્સ - એક ચમચી
ક્લિયર પેટ્રોલિયમ જેલી - ૩-૪ ચમચી
ફૂડ ગ્રેડ લાલ રંગ - ૧ મિ.લી

કેવી રીતે બનાવશો -:
ડબલ બોયલરમાં બીજવેક્સને પીગળાવીને તેમાં પેટ્રોલિયમ જેલી નાંખો. ગેસ બંધ કરી દો અને પછી તેમાં બાકીની બચેલી બધી સામગ્રી નાંખી લો. તેને સારી રીતે મિક્સ કરો અને એક નાના ટબમાં ભરીને સેટ થવા માટે રાખી દો.

સિટ્રસ લિપ બામ

સિટ્રસ લિપ બામ

સામગ્રી -:
ઓરેન્જ એસેંશિયલ ઓઈલ - ૧-૨ ટીંપા
લેમનગ્રાસ એસેંશિયલ ઓઈલ - ૨ ટીંપા
કોલ્ડ પ્રેસ્ડ જોજોબા ઓઈલ - અડધી ચમચી
ક્લિયર પેટ્રોલિયમ જેલી - ૧ ચમચી
બીજવેક્સ - ૧ ચમચી
ફૂડ ગ્રેડ ઓરેન્જ કલર - 0.5 મિ.લી

કેવી રીતે બનાવશો -:
ડબલ બોયલરમાં બીજવેક્સ અને એવોકેડો બટરને પીગળાવા માટે રાખી દો. હવે તેમાં જોજોબા ઓઈલ મિક્સ કરો અને તેને સારી રીતે મિક્સ કરો. ગેસ બંધ કરી તેમાં એસેંશિયલ ઓઈલ અને ફૂડ કલર નાંખો. સારી રીતે મિક્સ કર્યા પછી તેને એક કન્ટેનરમાં સેટ થવા માટે રાખી દો.

સેફ્રોન એન્ડ ગોલ્ડ લીફ શિમર બામ

સેફ્રોન એન્ડ ગોલ્ડ લીફ શિમર બામ

સામગ્રી -

સેફ્રોન - 0.5 ગ્રામ
સેફ્રોન એસંશિયલ ઓઈલ - ૧-૨ ટીંપા
ગોલ્ડ લીફ - ૧
બીજવેક્સ - ૧ ચમચી
શિયા બટર - ૧ ચમચી
કોલ્ડ પ્રેસ્ડ ઓલિવ ઓઈલ - ૧ ચમચી

કેવી રીતે બનાવશો-:
સેફ્રોનને સારી રીતે ઝીણુ પીસીને એક વાસણમાં રાખી લો. હવે તેમાં નવશેકું ગરમ ઓલિવ ઓઇલ નાંખો. ૪૦ મિનીટ સુધી આ મિશ્રણને ઘોળાવા માટે રાખી લો. તમે ડબલ બોયલરમાં બીજવેક્સ પીગળાવો. તેમાં શિયા બટર નાંખીને મિક્સ કરો. ગેસ બંધી કરી લો. હવે તેમાં સેફ્રોન ઓલિવ ઓઈલવાળું ઘોળ નાંખો અને સાથે જ તેમાં સેફ્રોન એસેંશીયલ ઓઈલ પણ મિક્સ કરો. અંતમાં: તેમાં ગોલ્ડ લીફ નાંખો. તેને ત્યાં સુધી મિક્સ કરતા રહો જ્યાં સુધી તેના નાનાં-નાનાં ટુકડાં થઈને પૂરા મિશ્રણમાં ઓગળી ના જાય. સારી રીતે મિક્સ કર્યા પછી તેને એક કન્ટેનરમાં ભરીને રાખી દો અને સેટ થવા દો.

ફુદીનો અને એવેકેડો લિપ બામ

ફુદીનો અને એવેકેડો લિપ બામ

સામગ્રી -:
મિન્ટ એસંશિયલ ઓઈલ - ૧-૨ ટીંપા
કોલ્ડ પ્રેસ્ડ એવોકેડો ઓઈલ - ૧ ચમચી
એવોકેડો બટર - ૧ ચમચી
ક્લિયર પેટ્રોલિયમ જેલી - ૧ ચમચી
બીજવેક્સ - ૧ ચમચી

કેવી રીતે બનાવશો -:
ડબલ બોયલરમાં બીજવેક્સ અને એવોકેડો બટરને પીગળવા માટે રાખી દો. તેમાં પેટ્રોલિયમ જેલી નાંખો. સારી રીતે મિક્સ કરો. મિન્ટ એસેંશિયલ ઓઈલ નાંખ્યા પછી તને એક કન્ટેનર કે ચેપસ્ટિકમાં સેટ થવા માટે ભરી દો.

English summary
Here is how you can make your own lip balms at home, take a look.
Story first published: Tuesday, June 13, 2017, 8:39 [IST]
X
Desktop Bottom Promotion