For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઉનાળામાં વાળમાં પરસેવાની દુર્ગંધથી છુટકારો પામવા અપનાવો આ નુસ્ખાઓ

By Super Admin
|

ઘણા લોકોને હાલની ઉનાળાની ઋતુમાં વાળમાં પણ પરસેવો આવે છે અને દુર્ગંધની ફરિયાદ પણ હોય છે કે જેથી હૅર ફૉલ અને ડૅંડ્રફ જેવી ફરિયાદો પણ ઊભી થાય છે. ઉનાળો આવતા જ શરીરમાં સ્વેદ-ગ્રંથિઓ વધુ સક્રિયથઈ જાય છે. તેથી ઉનાળામાં ખૂબ પરસેવો આવે છે. શરીરમાંથી પરસેવો છૂટવો એક સામાન્ય પ્રક્રિયા છે અને પરસેવો છૂટવો શરીર માટે ખૂબ જ સારૂ હોય છે.

પરંતુ ક્યારે-ક્યારેક વધુ પરસેવો છૂટવો પરેશાનીનું કારણ બની જાય છે અને કારણ હોય છે દુર્ગંધ. ઘણા લોકોને આ ઋતુમાં વાલમાં પરસેવો આવે છે અને દુર્ગંધની ફરિયાદ પણ હોય છે.

તેનાં કારણે હૅર ફૉલ અને ડૅંડ્રફ જેવી ફરિયાદો પણ ઊભી થાય છે. હૅર વૉશ કરતી વખતે કેટલાક ઉપાયો વડે વાળની દુર્ગંધમાંથી છુટકારો મેળવી શકાય છે.

આવો જાણીએ શું છે આ નુસ્ખાઓ...

ગુલાબ જળથી સ્નાન કરો

ગુલાબ જળથી સ્નાન કરો

ઉનાળા દરમિયાન વાળની દુર્ગંધથી ક્યારે-ક્યારેક માથામાં દુઃખાવો થવા લાગે છે અને દુર્ગંધથી હાલત ખરાબ થઈ જાય છે. તેનાથી બચવાનો એક ઉપાય છે. આપ સ્નાનનાં પાણીમાં ગુલાબ જળ નાંખીને સ્નાન કરો. આખો દિવ આપના વાળ ગુલાબથી મહેકશે.

બૅકિંગ પાવડરનું પેસ્ટ બનાવો

બૅકિંગ પાવડરનું પેસ્ટ બનાવો

થોડાક પાણીમાં બૅકિંગ સોડું મેળવી એક હળવી ઘટ્ટ પેસ્ટ બનાવો અને વાળનાં મૂળિયામાં લગાવો. 5 મિનિટ રાખી ધોઈ નાંખો.

મુલ્તાની માટી લગાવો

મુલ્તાની માટી લગાવો

ઉનાળામાં અઠવાડિયામાં એક વાર દહીં કે છાશમાં મુલ્તાની માટી મેળવી તેનું પૅક બનાવો. 10 મિનિટથી વધુ તેને વાળમાં ન રાખો.

મેથી દાણા અને ચા પત્તી

મેથી દાણા અને ચા પત્તી

આ બંને જ પ્રાકૃતિક કંડીશનરો પણ છે અને વાળને સંતુલિત પોષણ આપે છે. મેથી દાણા અને બચેલી ચા પત્તીને થોડાક પાણીમાં એટલુ ઉકાળો કે પાણી માત્ર અડધું જ રહી જાય. પછી તેને ગાળી વાળમાં 10 મિનિલટ લગાવી રાખો અને પછી શૅમ્પૂ કરીલો.

લિંબુનો રસ સ્નાનનાં પાણીમાં નાંખો

લિંબુનો રસ સ્નાનનાં પાણીમાં નાંખો

ઑયલ ગ્લૅંડ્સની સક્રિયતા જ વાળ તૈલીય થવાનું કારણ બને છે. તેથી વાળ જલ્દી ગંદા થાય છે અને બૅક્ટીરિયા ઉછરે છે. આ જ દુર્ગંધનું કારણ બને છે. તેનાથી બચવા માટે દરેક વખત વાળને ધોયા બાદ તેને લિંબુ મિશ્રિત પાણી સાથે છેલ્લી વાર કંડીશનર કરો. તે વાળમાં અત્યધિક પ્રાકૃતિકતેલ (સીરમ) બનતા રોકશે કે જેથી વાળઑયલી નહીં થાય અને દુર્ગંદ પણ નહીં આવે. તનાથી વાળમાં ચમક પણ આવે છે.

બેસન અને દહીં

બેસન અને દહીં

બેસન અને દહીં વાળને સાફ કરેછે. 1 કપ દહીંમા 2 ચમચી બેસન મેળવીઆ પૅંકને 10 મિનિટ સુધી વળમાં લગાવીને રાખો અને શૅમ્પૂ કરી લો.

ઇલેક્ટ્રૉનિક ઉપકરણોનો યૂઝન કરો

ઇલેક્ટ્રૉનિક ઉપકરણોનો યૂઝન કરો

વાળ ધોયા બાદ સુકવવા માટે ડ્રાયર, બ્લોઅર્સ, હૅર સ્ટ્રેટનર વિગેરેનો યૂઝ બંધ કરો. તેનાથઈ વાળ નબળા પડે છે. તેનો ુપયોગ બંદ કરી આપ વાળમાંપરસેવા આવાથી બચી શકો છો.

સફરજનનાં છોંતરા અને દહીં

સફરજનનાં છોંતરા અને દહીં

સફરજનનાં છોતરાં અને બચેલા ટુકડા તેના માટે પ્રયોગ કરી શકીએ છીએ. સફરજનને વાટીને તેમાં થોડુંક દહીં મેળવો અને વાળમાં લગાવો. 5 મિનિટ બાદ ધોઈ લો.

ટામેટાનું જ્યુસ

ટામેટાનું જ્યુસ

ટામેટાનું જ્યુસ અને તેની પ્યૂરી બનાવી વાળની જડોમાં 5-10 મિનિટ રાખી ધોઈ લો. દરઅઠવાડિયે આ પ્રયોગ કરો.

English summary
tips to prevent sweat in hair during summer is important because sweat in the scalp leads to many hair problems.
Story first published: Friday, April 7, 2017, 10:25 [IST]
X
Desktop Bottom Promotion