For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ટકલા માથા પર વાળ ઉગાવવા હોય, તો લગાવો આદુ

By Lekhaka
|

વાળને યોગ્ય પોષણ ન મળવાથી તે પાતળા થઈ ઉતરવા લાગે છે અને આપ ગંજાપણાનો ભોગ બની જાઓ છો. ગંજાપણું છોકરીઓ પર બહુ ખરાબ લાગે છે કે જેનાથી તેમનો લુક ખૂબ જ ખરાબ થઈ જાય છે.

આપણે સામાન્ય રીતે શૅમ્પૂ તથા કંડીશનર બદલવાનું વિચારીએ છીએ કે કદાચ હવે આપણે ટકલા માથા પર વાળ ઉગાડી શકીશું, પરંતુ એવું કશું થતું નથી.

જો આપને ગંજાપણામાંથી છુટકારો મેળવાનો હોય, તો માથા પર આદુનો રસનો પ્રયોગ કરો. આદુનાં રસમાં એંટી-બૅક્ટીરિયલ ગુણો હોય છે. સાથે જ તેમાં હાઈ એંટી-ઑક્સીડંટ પણ હોય છે કે જેનાથી વાળમાં શાઇન આવે છે તથા વાળ જાડા થાય છે. આવો જાણીએ ટકલા માથા પર વાળ ઉગાડવામાં આદુ કેવી રીતે ગુણકારી છે ?

ટકલા માથા પર વાળ ઉગાવવા હોય, તો લગાવો આદુ

ટકલા માથા પર આમ લાવો વાળ
આદુનાં મૂળ લો અને તેને છોલીને તેની સ્લાઇસ કરી લો તથા ઝીણું ઘસી લો. પછી તેમાંથી રસ કાઢી તેને ટકલા માથા પર લગાવો. તેને ત્યાં સુધી રગડો કે જ્યાં સુધી ત્વચા પર હળવી ઝણઝણાટી ન થવા લાગે. પછી તેને 30 મિનિટ માટે છોડી દો અને પછી તેને શૅમ્પૂથી ધોઈ લો. તેનાથી એક માસમાં જ આપની ટાળમાં વાળ આવવાનાં શરૂ થઈ જશે.

વાળને ઉગાવનાર તેલ
1 ચમચી તલનાં તેલમાં 1 ચમચી આદુનું તેલ તથા 10 ટીપા લિંબુ રસ મેળવો. પછી તેને ધીમી આંચ પર 2 મિનિટ સુધી મૂકો. પછી તેને ઠંડુ કરી વાળ તેમજ ખોપડી પર લગાવો. પછી તેને 1 કલાક રાખ્યા બાદ માથા પર શૅમ્પૂ કરી લો. તેનાથી ડૅમેજ હૅર સાજા થશે અને વાળની ગ્રોથ પણ થશે.

માથાને પોષણ પહોંચાડવા માટે તેલ
આ તેલ આપનાં માથાનાં પીએચ લેવલને બૅલેંસ કરશે તથા વાળ સુધી લોહી પહોંચાડશે. 1 ચમચી આદુનાં તેલમાં એવાકેડો તેલ તથા ઑલિવ ઑયલ મેળવો. પછી તેને પોતાનાં માથા પર ગોળાકારમાં મસાજ કરો. 1 કલાક બાદ શૅમ્પૂ કરી લો.

ડૅંડ્રફથી છુટકારા માટે
અડધા ઇંચનું આદુ લો. તેને કૂચી લો અને તેનું પેસ્ટ બનાવી લો. પછી એક વાટકીમાં વાળમાં લગાવવાનાં કોઈ પણ તેલ લઈ તેને ગરમ કરો. તેમાં કેટલાક ટીપા ટી ટ્રી ઑયલનાં મેળવો. આંચ બંધ કરી દો અને આખી રાત માટે એમ જ મૂકી દો. પછી તેનાથી સવારે વાળમાં મસાજ કરો. બાદમાં વાળને શૉવર કૅપથી ઢાંકવાનું ન ભૂલો. 1 કલાક બાદ શૅમ્પૂ કરો.

પોષણ પહોંચાડનાર હૅર મૉસ્ક
એક વાટકીમાં ઇંડાનો સફેદ ભાગ નાંખી તેની સાથે 1 નાની ચમચી આદુનું તેલ મેળવો. તેને સારી રીતે ફેંટો અને તેને વાળ તેમજ ખોપડી પર લગાવો. પછી તેને 40 મિનિટ સુધી બેસવા દો અને પછી શૅમ્પૂથી પોતાનાં વાળ ધોઈ લો. આ મૉસ્કથી વાળ સિલ્કી બનશે તથા જાડા બનશે.

હૅર રિપૅર મૉસ્ક
1 ચમચી અરીઠા પાવડર, 10 ટીપા બદામ તેલ, 10 ટીપા આદુ તેલ અને 1 ચમચી ઑલિવ ઑયલ મિક્સ કરી પેસ્ટ બનાવો. પછી પોતાનાં વાળને વહેંચી તેમાં પહેલા પાણી લગાવો અને પછી આ પેસ્ટ લગાવો. 1 કલાક રહેવા દો અને પછી શૅમ્પૂ કરી લો.

English summary
Listed in this article are herbal ginger masks for thicker hair. Take a look.
Story first published: Monday, December 5, 2016, 13:00 [IST]
X
Desktop Bottom Promotion