For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ ફેસ્ટિવ સીઝનમાં પાતળા વાળ પર ટ્રાય કરો આ હૅર સ્ટાઇલ

By Lekhaka
|

ફેસ્ટિવ સીઝનમાં વાળને સ્ટાઇલ કરવા સૌથી મોટી મુસીબત છે. લાંબા અને ઘટ્ટ વાળમાં તો કોઈ પણ હૅર સ્ટાઇલ બની જાય છે, પણ પાતળા વાળમાં શ્રેષ્ઠ હૅર સ્ટાઇલ બનાવવામાં ઘણો સમય અને મહેનત લાગે છે.

આજે અમે આપને પાતળા વાળ માટે બેસ્ટ હૅર સ્ટાઇલ બતાવવા જઈ રહ્યા છીએ. આ હૅર સ્ટાઇલ્સ બનાવવામાં આપને બહુ વધારે સમય પણ નહીં લાગે અને વધુ મહેનત પણ નહીં કરવી પડે.

પોતાના ચહેરાનાં આકાર મુજબ આપ આમાંથી કોઈ પણ હૅર સ્ટાઇલ ચૂંટી શકો છો. આ ફેસ્ટિવ સીઝનમાં પોતાની મનગમતી હૅર સ્ટાઇલ પસંદ કરો.

વન સાઇડ પ્લેટ

વન સાઇડ પ્લેટ

આ હૅર સ્ટાઇલ બનાવવી ખૂબ આસાન છે. તેના માટે આપને બસ સ્ક્રંચી અને બૉબી પિન્સની જરૂર પડશે. વન સાઇડ પ્લેટને પોતાની સાડીનાં પાલવ કે દુપટ્ટા તરફ રાખો. આપ વન સાઇડ પ્લેટને પર્લ બૉલ્સ અને ફૂલોથી શણગારી શકો છો.

હાઈ પોનિટેલ

હાઈ પોનિટેલ

હાઈ પોનીટેલથી ચહેરો અને પાછળનો લુક જ બદલાઈ જાય છે અને વાળ પણ લાંબા લાગે છે. બેસથી પોનીટેલને ફિક્સ કરો અને સારી રીતે કાંસ્કી કરો કે જેથી પોનીટેલ ખરાબ ન દેખાય.

વાળને કર્લ કરો

વાળને કર્લ કરો

હળવા વાળ પર કર્લ કરવું પણ સારો આઇડિયા છે. કર્લ કર્યા બાદ વાળ ભારે લાગે છે. કર્લ વાળને આપ ઇચ્છો, તો ખુલ્લા મૂકી શકો છો કે પછી બાંધી પણ શકો છો. સૅલૂનમાં પણ આપ વાળ કર્લ કરાવી શકો છો.

હાફ હૅર બન

હાફ હૅર બન

પોતાનાં અડધા વાળનો અંબોડો બનાવી બાકીનાં વાળ ખુલ્લા પણ છોડી શકો છો. આ હાફ બન હૅર સ્ટાઇલ બનાવવી પણ ખૂબ સરળ છે. કલર કરેલા વાલમાં આ હૅર સ્ટાઇલ પરફેક્ટ લાગશે.

હાઈ હૅર બોફૅંટ

હાઈ હૅર બોફૅંટ


આમાં આપ થોડોક રેટ્રો લુક ટ્રાય કરી શકો છો. બૅક બ્રશ ટેક્નિકથી આપ હૅર બોફૅંટ બનાવી શકો છો. તેનાથી વાળમાં વૉલ્યુમ દેખાય છે. અંતે હૅર બોફૅંટમાં આપ પોનીટેલ પ્લેટ્સ બનાવી શકો છો.

પિક્સી હૅર કટ

પિક્સી હૅર કટ

જો આપનાં વાળ બહુ વધારે હળવા છે, તો આપ પિક્સી હૅર કટ કરવાડાવો. આ હૅરકટ ઇંડિયન તેમજ વેસ્ટર્ન બંને જ આઉટફિટ પર સૂટ કરે છે. પિક્સી હૅર કટ રાખવું તો બહુ સરળ હોય છે, પણ તેના માટે આપને વારંવાર સૅલૂન જવાની જરૂર પડે છે.

સાઇડ સ્વૅપ્ટ હૅરડૂ

સાઇડ સ્વૅપ્ટ હૅરડૂ

આ હૅર સ્ટાઇલ બનાવવી ખૂબ સરળ છે. વાળને બે ભાગમાં વહેંચો અને માંગ કાઢી લો. એક ભાગ પોતાનાં ચહેરાની આગળ રાખો અને બીજો ભાગ પાછળની તરફ। સાઇડ સ્વૅપ્ટ હૅરડૂમાં આપ વાળમાં પેલ્ટસ કે અંબોડો બનાવી શકો છો.

ફ્રિંજિસ વિથ સ્ટૅપ્સ એંડ લૅર્સ

ફ્રિંજિસ વિથ સ્ટૅપ્સ એંડ લૅર્સ

વાળમાં ફ્રિંજિસ સાથે સ્ટૅપ્સ અને લૅર્સ પણ નંખાવી શકો છો. તેનાથી આપના વાળમાં વૉલ્યુમ નજરે પડશે. તેની માટે આપને એક સારા હૅર સ્ટાઇલિસ્ટની જરૂર પડશે કે જે આપના હૅર સ્ટેપ્સ, લૅર્સ તથા ફ્રિંજિસનું ધ્યાન રાખે.

ગ્લોબલ હૅર કલર

ગ્લોબલ હૅર કલર

મેકઓવર કરવાની સૌથી શ્રેષ્ઠ અને આસાન રીત છે ગ્લોબલ હૅર કલર. આ પ્રક્રિયામાં આપને ઘણી સીટિંગ લેવી પડે છે. પોતાનાં વાળના કલરની પસંદગી કરતી વખતે જરા કાળજી રાખો. યોગ્ય હૅર કલર બ્રાંડની પસંદગી કરવી પણ જરૂરી છે. ગ્લોબલ હૅર કલરથી આપનો આખો લુક જ બદલાઈ શકે છે.

English summary
Hairstyles for thin hair that are ideal for this festive season.
Story first published: Monday, October 9, 2017, 14:57 [IST]
X
Desktop Bottom Promotion