For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કાચા પપૈયા વડે મેળવો અનઇચ્છિત વાળમાંથી મુક્તિ

By Karnal Hetalbahen
|

શરીર અને હોઠો ઉપર જ્યારે અનઇચ્છિત વાળ ઉગે છે તો આ ઘણી મહિલાઓ માટે શરમજનક વાત બની જાય છે. ઘણી મહિલાઓને વેક્સિંગ અને શેવિંગ કરવામાં આળસ આવે છે અથવા તો પછ્હી સમય ન હોવાના લીધે તે તેના પર ધ્યાન આપતી નથી. પરંતુ હવે આ વાતને આટલું મહત્વ આપવાની જરૂર નથી કારણ કે હવે કેટલાક ઘરેલુ નુસખા વડે તમે અનઇચ્છિત વાળમાંથી છુટકારો મેળવી શકો છો. આ મામલે કાચું પપૈયું ખૂબ જ સારું ગણવામાં આવે છે.

કાચા પપૈયા વડે મેળવો અનઇચ્છિત વાળમાંથી મુક્તિ

કઇ રીતે કામ કરે છે કાચું પપૈયું
કાચા પપૈયામાં એંજાઇમ હોય છે, જેને રેગ્યુલર ત્વચા પર લગાવવાથી વાળના મૂળિયા નરમ પડી જાય છે અને ધીમે-ધીમે વાળ ઉગવાનું બંધ થઇ જાય છે. પપૈયાની અંદર મળી આવતું કમ્પોનેંટ હેર રિમૂવર ક્રીમમાં પણ નાખાવામાં આવે છે. અહીં બે પ્રકારના પેક આપવામાં આવ્યા છે જેને તમે અનઇચ્છિત વાળ કાઢવા માટે ઉપયોગ કરી શકો છો.

કાચું પપૈયું અને હળદર
પપૈયા ઉપરાંત હળદર પણ અનઇચ્છિત વાળ અને સંક્રમણથી બચાવે છે. આ પેક બનાવવા માટે કાચા પપૈયા થોડા ટુકડા કાપો અને તેની પેસ્ટ બનાવો. પછી તેમાં એક ચપટી હળનાખો. આ પેસ્ટને તે જગ્યાએ લગાવો જ્યાં વાળ ઉગે છે. જ્યારે પેક સુકાઇ જાય ત્યારે સ્ક્રબ કરી કાઢી દો. સારું રિઝલ્ટ મેળવવા માટે આમ અઠવાડિયામાં એકવાર જરૂર કરો.

કાચું પપૈયું, હળદર, બેસન અને એલોવેરા
આ પેકને બનાવવા માટે કાચા પપૈયાના થોડા ટુકડા કરી વાટી દો. પછી તેમાં એલોવેરાના પલ્સ, 1 ચપટી હળદર અને બેસન મિક્સ કરો. આ પેસ્ટને લગાવો અને સુકાવવા દો. પછી તેને સ્ક્રબ કરીને કાઢી દો. તેનાથી તમને સારો લાભ થશે.

સાવધાની: જો તમને કોઇપણ સામગ્રીથી એલર્જી થાય છે તો, તેનો પ્રયોગ ન કરો. સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખો કે ઘરેલું નુસખા એકવારમાં કામ નથી કરતા એટલા માટે સતત અજમાવવા પડે છે. આ પેકને અઠવાડિયામાં એકવાર જરૂર લગાવો, તમને તેનું રિઝલ્ટ જલદી જોવા મળશે.

English summary
A commonly added component to many hair removal creams, the papin content of raw papaya is much higher than that contained in the ripe fruit; making it a perfect remedy to get rid of unwanted hair. Here are two packs you can use to get rid of hair painlessly.
Story first published: Thursday, December 1, 2016, 10:09 [IST]
X
Desktop Bottom Promotion