For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વાળને કર્લી કરવાની કેટલીક શાનદાર રીતો

By Lekhaka
|

શું આજે આપની પ્રૉમ નાઇટ છે ? આપ ખૂબ એક્સાઇટેડ છો અને હવે સમજાતું નથી કે આપ પોતાનાં વાળને કેવો લુ આપો કે આપ ગુડ લુકિંગ દેખાઓ. વ્યસ્તતાનાં કારણે આપે પોતાનાં વાળપર જ ધ્યાન આપ્યું અને હવે મુશ્કેલી સામે આવી ગઈ.

વાળને યોગ્ય સ્ટાઇલમાં બાંધવું અને સમગ્ર પાર્ટી દરમિયાન તે સ્ટાઇલ જળવાઈ રહે, સૌથી જરૂરી હોય છે. ઘણી વાર આપ કોઇક હૅર સ્ટાઇલ બનાવી લો છો, પણ પાર્ટી સુધી પહોંચતા-પહોંચતા તે કોઇક પક્ષીનો માળો બની જાય છે. તેવામાં આપે ખૂબ સમજણ તથા દૂરદર્શિતા અપનાવવી જોઇએ.

Tips to Get Wavy Hair

બોલ્ડસ્કાયનાં આ આર્ટિકલમાં અમે આપને વાળની સ્ટાઇલ બનાવવા અને તેમને કૅરી કરવા માટે કેટલીક ખાસ રીતો બતાવીશું. આશા છે કે આ ટિપ્સ અને આઇડિયા આપને ગમશે. પોતાની પ્રતિક્રિયા કૉમેંટ બૉક્સમાં લખવાનું ન ચૂકતા.

વાળ ઓળવાની કેટલીક ખાસ રીતો :

1. ભીના વાળને પિન તથા કર્લ કરવાં :
પોતાનાં વાળ પર સારી રીતે શૅમ્પૂ કરો અને કંડીશનરનો ઉપયોગ કરો. કંડીશનર લગાવવાથી વાળ સ્મૂધ અને બાઉંસી થઈ જાય છે અને આપ મનગમતો લુક આપવા માટે તૈયાર થઈ શકો છો. હવે વાળમાંથી પાણી નિચોવી દીધા બાદ પિન અને કર્લથી વાળને ટાઈ કરી લો. તેમને સૂકાવા સુધી બાંધેલા રહેવા દો. પછી વાળ ખોલી દો. આપનાં વાળ કર્લી નિકળશે.

2. હૉટ રોલર્સ :
જો આપને વહેલી તકે કર્લી વાળ જોઇએ અને સમયનો અભાવ છે, કો હૉટ રોલર્સનો સહારો લો. આ રોલર્સની મદદથી આપનાં વાળને કર્લ કરો. પછી આંગળીઓની મદદથી તેમને સુલઝાવી લો.

3. કર્લિંગ આયરન :
કર્લિંગ આયરન વાળને કર્લ કરવાની સૌથી સારી તથા સૌથી ઓછો સમય લેનારી રીત છે. પોતાનાં વાળ કર્લ કરવા માટે તેને ગરમ કરો તથા વાળને કર્લ કરો. તેને આપ એકલા પણ વગર કોઈની મદદે કરી શકો છો, પરંતુ યાદ રહે, એક હદથી વધુ તેનો ઉપયોગ આપનાં વાળને શુષ્ક બનાવી શકે છે.

4. પિન કર્લ :
હૅર સ્ટાઇલિસ્ટની સલાહ માને, તો પિન કલ્ર વાળને સ્ટાઇલ આપવા માટેનો સૌથી સારો વિકલ્પ હોય છે. પોતાનાં વાળને ચાર ભાગોમાં વહેંચી અને તેમને ટ્વિસ્ટ કરો. કૉઇલ સાથે રોલ કરી લો. તે પછી ડ્રાયરનો ઉપયોગ કરો. હવે આ ક્વૉઇલને ખોલી દો અને લચ્છાદાર વાળને લહેરાવો.

5. ડિફ્યુઝરનો ઉપયોગ કરો :
જો આપ પોતાનાં વાળને કર્લ કરવા માટે હીટ વેવનો ઉપયોગ કરો છો, તો ત્યાં ડિફ્યુઝરનો પ્રયોગ કરો. તેનાથી હીટ વેવની ઇમ્પૅક્ટ ઓછી થઈ જશે અને આપનાં વાળ શુષ્ક તેમજ બેજાન નહીં લાગે.

6. ચોટલી :
ઘણા લોકોને આ રીત નથી રૂચતી કે તેમને માથા પર ગરમ હીટ લાગે કે તેમનાં વાળને રોલર્સથી કર્લી કરવામાં આવે. જો આપની સાથે પણ આવું જ હોય, તો રાત્રે પોતાનાં વાળ પર ઑયલ લગાવ્યા વગર કસીને ઘણી ચોટલીઓ બાંધી લો. સવારે આ ચોટલીઓ ખોલી દો અને જુઓ, આપનાં વાળ કેટલા પ્યારા લાગશે. આ ટ્રિક લાંબા વાળ ધરાવનારાઓ માટે સૌથી વધુ કારગત હોય છે.

7. હૅર સ્પ્રે :
જો આપને અચાનક કોઇક પાર્ટીમાં જવું પડી રહ્યું છે, તો હૅર સ્પ્રેનો ઉપયોગ કરો. તેનાથી વાળમાં ઉષ્મા જળાવઈ રહેશે અને આપનાં વાળને મનગમતો લુક પણ મળી જશે.

English summary
Take a look at the simple tips to get that wavy hair. These are the easy steps to get wavy hair.
Story first published: Wednesday, December 14, 2016, 11:07 [IST]
X
Desktop Bottom Promotion