For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઘરે આમ બનાવો સ્ટ્રૉબેરી ફેસ સ્ક્રબ

By Lekhaka
|

સ્ટ્રૉબેરીમાં વધુ પ્રમાણમાં ઇલૅજિક એસિડ હોય છે. આ એસિડ કોલેજેનને તૂટતા કે નષ્ટ થતા બચાવે છે. તેનાથી કરચલીઓ નથી પડતી અને ત્વચા ચિકણી તેમજ કોમળ બની રહે છે.

સ્ટ્રૉબેરીમાં વધુ પ્રમાણમાં એંટી-ઑક્સીડંટ હોવાથી તે ત્વચા પર એક સંરક્ષણાત્મક પડ બનાવે છે કે જે ફ્રી રૅડિકલ દ્વારા થતા નુકસાનથી બચાવે છે. આ ઉપરાંત સ્ટ્રૉબેરીમાં વધુ પ્રમાણમાં વિટામિન સી હોય છે કે જે સ્કિન ટોનને હળવું કરે છે, ખીલ હટાવે છે, શુષ્ક ત્વચાને ઉર્જા પ્રદાન કરે છે તેમજ ત્વચાને નવી કોશિકાઓ બનાવવા માટે પ્રેરિત કરે છે.

આટલા બધા ફાયદા સાથે આ કોઈ આશ્ચર્ય નથી કે ઘણા નિર્માતાઓ સ્ટ્રૉબેરીનાં ભરપૂર ફાયદાથી યુક્ત બ્યુટી ઉત્પાદનો બજારમાં ઉતારવા માટે હોબાળો મચાવી રહ્યા છે.

જ્યારે દુનિયા આખી સ્ટ્રૉબેરી પાછળ ઘેલી થઈ રહી હોય, તો આપણે કેમ પાછળ રહીએ ? નહીં ને ? હવે સમય આવી ગયો છે કે આપણે સ્ટ્રૉબેરીનો ત્વચા પર ઉપયોગ કરવાની રીતો શોધીએ અને આવો શરુઆત કરીએ આ ખૂબ જ પ્રભાવશાળી સ્ટ્રૉબેરી ફેસ સ્ક્રબથી !

સ્ટેપ 1

સ્ટેપ 1

100 ગ્રામ પાકેલી સ્ટ્રૉબેરી લઈ તેને ઝીણી વાટી લો.

સ્ટેપ 2

સ્ટેપ 2

એક ચમચી લિંબુ રસ અને 2 ચમચી દૂધ પાવડર નાંખો. આખા મિશ્રણને સારી રીતે ફૉર્ક દ્વારા હલાવી એક દાણાદાર પેસ્ટ બનાવી લો.

સ્ટેપ 3

સ્ટેપ 3

પોતાનો ચહેરો સાફ કર્યા બાદ પોતાનાંચહેરા અને ગરદન પર આ લેપનું બરાબર મૉસ્ક લગાવો. મૉસ્કને 125 મિનિટ સુધી છોડી દો.

સ્ટેપ 4

સ્ટેપ 4

થોડાક સમય બાદ મૉસ્કને ઢીલું કરવા માટે થોડુંક પાણી છાંટો. રક્તનાં વહેણને વધારવા માટે ચક્રાકાર ગતિમાં રગડવાનું શરૂ કરો.

સ્ટેપ 5

સ્ટેપ 5

લિંબુ યુક્ત હળવા હુંફાળા પાણીથી પોતાનો ચહેરો સારી રીતે ધોઈ લો. તે પછી થોડાક ઠંડા પાણીથી પોતાનો ચહેરો ધુઓ.

સ્ટેપ 6

સ્ટેપ 6

ત્વચાની મૃત કોશિકાઓ હટાવવા, નીચેની સફા ત્વચાને નિખારવા અને ખુલેલા છિદ્રોને બંધ કરવા માટે આ સ્ટ્રૉબેરી ફેસ સ્ક્રબનો ઉપયોગ અઠવાડિયામાં ઓછામાં ઓછું 2 વાર જરૂર કરો.

સ્વચ્છ ત્વચા માટે આ સ્ટ્રૉબેરી સ્ક્રબ જરૂર અજમાવો અને અમે વાયદો કરીએ છીએ કે આપ પરિણામો જોઈ આશ્ચર્યમાં પડી જશો. આપના પ્રત્યાઘાત નીચે આપેલા કૉમેંટ ભાગમાં જરૂર શૅર કરો.

English summary
Listed in this article is a perfect strawberry face scrub recipe. For clear, smooth and supple skin, try this herbal strawberry face scrub.
Story first published: Monday, January 30, 2017, 9:35 [IST]
X
Desktop Bottom Promotion