For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

No-Shave November : વિંટરમાં હોમમેડ બીયર્ડ વૅક્સથી દાઢીને આપો ચમક

By Lekhaka
|

નવેમ્બરનો મહિનો એવો છે કે જ્યારે મોટાભાગે છોકરાઓ શેવિંગ ઍવૉઇડ કરે છે. તેથી નવેમ્બરને નો શેવ નવેમ્બર કહેવામાં આવે છે. આજ-કાલ માર્કેટમાં બીયર્ડની સંભાળ રાખવા માટે પણ ઘણા પ્રકારની પ્રોડક્ટ મળી રહી છે. ઘણા સૅલૂન વાળા દાઢીની સંભાળના નામે અનેક પ્રકારની ટ્રીટમેંટ આપે છે.

પરંતુ આ બધા પર ખિસ્સુ બહુ હળવુ થઈ જાય છે. જો પુરુષ ઇચ્છે, તો ઘેર બેઠા જ હોમમેડ બીયર્ડ વૅક્સ બનાવી કુદરતી રીતે દાઢીને શાઇન અને સ્ટાઇલિશ લુક આપી શકે છે. આનાથી માત્ર આપનુ ખિસ્સુ જ હળવુ થવાથી નહીં બચી જાય, પણ સસ્તુ ટકાઉ રીતે દાઢીનું કૅર પણ થઈ જશે. આવો જાણીએ કે કેવી રીતે આપ ઘરે જ આ બીયર્ડ વૅક્સ તૈયાર કરી સ્ટાઇલિશ લુક પામી શકો છો.

સામગ્રી :

સામગ્રી :

બ્રીઝ વૅક્સ :

આ વૅક્સ બનાવવામાં વપરાનાર મુખ્ય તત્વ છે કે જેનાથી વૅક્સ જેવું ટેક્સચર આવે છે. આ બજારમાં સરળતાથી મળી જાય છે. બસ આની ક્વૉલિટી એક વાર જરૂર ચકાસી લો.

કર્રિએર ઑયલ્સ :

કર્રિએર ઑયલ્સ :

આને લગાવવાથી આપની દાઢીને યોગ્ય મજબૂતાઈ મળે છે અને દાઢીને યોગ્ય શેપ પણ મળે છે. આ ઉપરાંત દાઢીને શાઇન પણ મળે છે. કર્રિએર ઑયલ્સ માટે આપ નારિયેળ તેલ કે શિયા બટર પણ વાપરી શકો છો. શિયા બટરથી વૅક્સ ફેલાવામાં મદદ મળે છે.

પેટ્રોલિયમ જેલી :

પેટ્રોલિયમ જેલી :

આનો ઉપયોગ કરવાથી આપને સારૂ શાઇન અને ઓછુ હોલ્ડ મળી શકે છે. પેટ્રોલિયમ જેલીમાં મોજૂદ ઑયલથી દાઢીના વાળને પોષણ મળે છે. પરંતુ ઉપયોગ કરતા પહેલા આપને તેનાથી એલર્જી છે કે કેમ, તે જાણી લેવું.

પ્લાંટ રેસિન્સ :

પ્લાંટ રેસિન્સ :

આના ઉપયોગથી આપને મજબૂત હોલ્ડ મળી શકે છે. સિંથેટિક રેસિન્સ પણ છે, પરંતુ આપ દાઢી માટે માત્ર પ્લાંટ રેસિન્સ જ વાપરો. આને કર્રિએર ઑયલ્સમાં જરૂર ઓગળાવો.

એસેંશિયલ ઑયલ્સ :

એસેંશિયલ ઑયલ્સ :

આ માત્ર સુવાસ કે સુગંધ માટે છે. આમાંથી આપ પસંદગી કરો કે આપને કઈ સુવાસ પસંદ છે, જેમ કે લૅવેંડર, સીડર વુડ, ટી ટ્રી, રોઝમેરી કે જાસ્મીન.

આવી રીતે બનાવો :

આવી રીતે બનાવો :

ટૉપ બૉઇલિંગ પૉઇંટ માટે ડબલ બૉઇલર લો. મીણબત્તી બનાવતી વખતે વપરાતા પીચર પણ વાપરી શકો છો. તેમાં બ્રીઝ વૅક્સ લો અને તેને ઓગળવા દો. ધીમી આંચ પર મૂકો. જેમ ઓગળવા લાગે, ગૅસ બંધ કરી દો. બીજા ડબલ બૉઇલરમાં તેલ કે બટર કે પેટ્રોલિયમ જેલી સરખા પ્રમાણમાં લો અને આંચ પર ઓગળવા દો. બંને મિશ્રણ સંપૂર્ણપણે ઓગળી જાય, તો મિક્સ કરો અને તેને ધીમે-ધીમે હલાવતા મેળવતા રહો. 1 અથવા 2 ટીપા એસેંશિયલ ઑયલ્સના મેળવો. પૂરી રીતે મિશ્રિત થઈ જવા પર તેને એક નાના ડબ્બામાં ગાઢુ થવા માટે મૂકો. આપ તેને દાઢીની સાથે મૂછ માટે પણ ઉપયોગ કરી શકો છો.

ધ્યાન રાખો :

ધ્યાન રાખો :

આપને જેટલું સ્ટ્રૉંગ કે ગાઢુ વૅક્સ જોઇએ, તેના હિસાબે આપે આ નક્કી કરવાનું રહેશે કે આપે કઈ સામગ્રી લેવી છે.

સાવચેતીઓ :

સાવચેતીઓ :

જ્યારે આપની શેવિંગ ક્રીમ તૈયાર થઈ જાય, તો કેટલીક વાતો પર જરૂર ધ્યાન આપો.

આ શેવિંગ ક્રીમને જમીન પર ન પડવા દો. તેનાથી બહુ વધારે ચિકાસપણુ થાય છે.

આ શેવિંગ ક્રીમ બહુ લાંબા સમય સુધી ચાલી શકે છે, પરંતુ જો તેના જારમાં જો પાણી જતુ રહે, તો આ ખરાબ થઈ જશે. બસ આ કેટલીક વાતોનું ધ્યાન રાખો અને આરામથી પોતાનું શેવિંગ કરો.

English summary
Many guys are turning to a DIY beard wax for an affordable option to getting stunning results.
Story first published: Tuesday, November 14, 2017, 9:31 [IST]
X
Desktop Bottom Promotion