For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

DIY આ જડીબુટ્ટીથી વાળને બનાવો ચમકદાર અને મજબૂત

By Super Admin
|

વાળની સામાન્ય સમસ્યાઓ છે વાળનું તૂટવું કે ખરાબ થઈ જવું પરંતુ તેનો સૌથી અસરદાર અને સસ્તો ઉપાય છે જડી-બુટ્ટીઓ. સદીઓથી વાળની દેખભાળ માટે આ રીત પ્રભાવશાળી માનવામાં આવે છે. એવું એટલા માટે છે કેમકે જડી-બુટ્ટીઓમાં એન્ટીઓક્સીડેન્ટસ, એન્ટીસેપ્ટિક એજન્ટસ અને વિટામિન્સ પ્રચુર માત્રામાં હોય છે. જે વાળામાં નવો જીવ નાંખે છે. વાળને મજબૂતી આપવાની સાથે-સાથે તેને પોષણ આપવાનું પણ કામ કરે છે આ જડી-બુટ્ટીઓ.

વાસ્તવમાં જો વાળને મજબૂતી આપનાર કોઈ હર્બને કોઈ બીજી ગુણકારી હર્બને મિક્સ કરવામાં આવે તો તેના ફાયદા બેગણા થઈ જાય છે. તો ચાલો આજે અમે તમને એવા જ કેટલાંક હર્બ્સના કોમ્બિનિકેશન વિશે જણાવીએ છીએ જે તમારા વાળને સુંદર, ભરાવદાર, ચમકદાર અને મજબૂત બનાવી શકે છે.

વાળના સ્વાસ્થ્યને સારું બનાવવા માટે તમારે આ નુસખાનો પ્રયોગ અઠવાડિયામાં ફક્ત બે વખત જ કરવાનો છે. . હવે બહારના કેમિકલયુક્ત ઉત્પાદનોથી પીછો છોડાવો અને પ્રાકૃતિક નુસખા અજમાવીને જુઓ.

નોટ:
હર્બ્સથી બનેલા આ શેમ્પુનો ઉપયોગ કરતા પહેલા તમારી સ્કેલ્પ પર એક પેચ ટેસ્ટ કરવાનું ના ભૂલો.

DIY આ જડીબુટ્ટીથી વાળને બનાવો ચમકદાર અને મજબૂત

DIY આ જડીબુટ્ટીથી વાળને બનાવો ચમકદાર અને મજબૂત

વાળને પોષણ આપનાર યૌગિક કેમોમાઈલ ટી અને બદામનાં તેલમાં રહેલા હોય છે. આ હેર રિંસ તમારા વાળને મજબૂત કરીને તેની ચમક વધારે છે.

કેવી રીતે બનાવશો:
કેમોમાઈલ ટીને ઉકાણો અને તેને થોડી વાર માટે ઠંડું થવા દો. હવે તેમાં ૪ થી ૫ ટીંપા બદામના તેલના નાંખો. તમે નિયમિત વાળ ધોવા માટે જે હેર પ્રોડક્ટસનો ઉપયોગ કરો છો તેનો પ્રયોગ કર્યા પછી આ રિંસને તમારા વાળમાં લગાવો.

લવેન્ડર ઓઈલ અને તુલસીની પત્તીઓથી બનેલ હર્બલ રિંસ

લવેન્ડર ઓઈલ અને તુલસીની પત્તીઓથી બનેલ હર્બલ રિંસ

લવેન્ડર ઓઈલ અને તુલસીની પત્તીમાં વિટામિન્સ અને એન્ટીસેપ્ટિક એજન્ટ હોય છે જે ડૈંડફથી છુટકારો અપાવે છે અને સાથે જ વાળને મજબૂત અને ચમકદાર પણ બનાવે છે.

કેવી રીતે બનાવશો-
ઉકળતા પાણીમાં થોડા તુલસીના પત્તાં નાંખો. થોડી મિનીટો માટે તેને ઉકાળો અને પછી ગેસ બંધ કરીને થોડા સમય માટે તેને ઠંડુ થવા માટે રાખી દો. હવે તેમાં ૫ થી ૬ ટીંપા લવેન્ડર ઓઈલ મેળવો. આ રિંસથી તમારા વાળ ડેમેઝ થતા નથી.

ગ્રીન ટી અને ફુદીનાના પાનથી બનેલ હર્બલ રિંસ

ગ્રીન ટી અને ફુદીનાના પાનથી બનેલ હર્બલ રિંસ

ગ્રીન ટી અને ફુદીનાના પાનમાં પ્રચુર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે તે વાળને ઉતરતા અને તૂટવાથી બચાવે છે. સાથે જ આ બન્ને હર્બ્સને એકસાથે લગાવવાથી વાળની ખોવાઈ ગયેલી પ્રાકૃતિક ચમક અને સુંદરતા પણ પાછી આવે છે.

કેવી રીતે બનવશો-
ઉકાળેલી ગ્રીન ટીમાં ત્રણ-ચાર ફુદીનાના પાન મસળીને નાંખી દો. હવે આ મિશ્રણને થોડીવાર માટે ઉકાળો. થોડા સમય માટે તેને ઠંડુ થવા માટે રાખી દો. વાળ ધોયા પછી આ રિંસને લગાવો.

નૈટલ ઓઈલ અને સફરજનના સિરકાથી બનેલ હર્બલ રિંસ

નૈટલ ઓઈલ અને સફરજનના સિરકાથી બનેલ હર્બલ રિંસ

સદીઓથી આ બન્ને હર્બ્સનો ઉપયોગ વાળ તૂટતા અને ઉતરતા રોકવા માટે કરવામાં આવે છે. નૈટલ ઓઈલ અને સફરજનના સિરકાને મિક્સ કરીને વાળમાં લગાવાવનો ઘરગથ્થું ઉપાય ઘણો જૂનો છે.

કેવી રીતે બનાવશો:
એક વાસણ લો અને તેમાં ૬-૭ ટીંપા નૈટલ ઓઈલના નાંખો ત્યાર પછી એક ચમચી સફરજનનો સિરકો નાંખો. હવે આ વાસણને પાણીથી ભરી દો. હવે ચમચીથી તેને સારી રીત મિક્સ કર્યા પછી તેનો ઉપયોગ કરો.

રોજમેરી અને થાઇમથી બનેલ હર્બલ રિંસ

રોજમેરી અને થાઇમથી બનેલ હર્બલ રિંસ

જૂના સમયથી જ વાળને મજબૂતી આપનાર અને વાળને સ્વસ્થ બનાવવા માટે રોજમેરી અને થાઇમનો પ્રયોગ કરવામાં આવતો હતો.

કેવી રીતે બનાવશો:
એક વાસણમાં પાણી ભરીને તેમાં થાઈમના મૂળન સાથે થોડાં રોજમેરીના પાન નાંખીને ઉકાળો. તેને દસ મિનીટ માટે ઉકળવા દો અને પછી થોડી વાર ઠંડુ થવા માટે રાખી દો. આ હોમમેડ રિંસથી તમારા વાળ ખૂબસૂરત અને મજબૂત બનશે.

આંમલા અને હિબિસ્કસથી બનેલ હર્બલ રિંસ

આંમલા અને હિબિસ્કસથી બનેલ હર્બલ રિંસ

આંમળા અને હિબિસ્કસ, બન્ને જ એવી પ્રાકૃતિક જડી-બુટ્ટીઓ છે જે વાળને મજબૂત બનાવીને તેને પોષણ પ્રદાન કરે છે. આ રિંસથી વાળ ફક્ત બહારથી જ નહી પરંતુ મૂળમાંથી પણ મજબૂત બને છે.

કેવી રીતે બનાવશો:
એક વાસણ લો અને તે વાસણને અડધું પાણીથી ભરી દો. હવે તે પાણીમાં એક ચમચી હિબિસ્કસ પાવડર અને આંમળા પાવડર નાંખો. આ હર્બલ મિશ્રણને વાળ ધોયા પછી લગાવો.

બ્લેક ટી અને રસભરીથી બનેલ હર્બલ રિંસ

બ્લેક ટી અને રસભરીથી બનેલ હર્બલ રિંસ

તમે ઘરે ખૂબ સરળતાથી આ હર્બલ રિંસ બનાવી શકો છો. બ્લેલક ટી અને રસભરીથી વાળના મૂળને મજબૂતી મળે છે અને તેની ચમક વધે છે.

કેવી રીતે બનાવશો:
થોડી રસભરીની પત્તી લો અને તેને મસળી લો. એક કપ ઉકાળેલી તાજી બ્લેક ટીમાં આ રસભરીની પત્તી મેળવો. તેને સારી રીતે મિક્સ કર્યા પછી તેને વાળમાં લગાવો. આ રિંસથી તમારા વાળ ચમકદાર અને મજબૂત બનશે સાથે જ તેને પોષણ પણ મળશે.

English summary
Get shiny and strong hair with these amazing herbal rinse recipes.
X
Desktop Bottom Promotion