Just In
Don't Miss
Butt ને સ્મૂથ એ ફેર બનાવવી હોય તો બનાવો હોમમેડ સ્ક્રબ
આપણા શરીરનો સૌથી નજરઅંદાજ ભાગ આપણા હિપ્સ હોય છે એટલે કે બટ. તમે ચહેરા અને વાળને સુંદરતા પ્રદાન કરવા માટે ઘણાં બધા રૂપિયા ખર્ચ કરતા હશો પરંતુ બટને એમ જ છોડી દો છો.
જ્યારે પણ બિકની પહેરવાની વાત આવે છે તો, મોટાભાગની લેડિઝોમાં એક છોભીલાપણું જોવા મળે છે. પરંતુ હવે તમારે ખટકાટ કરવાની જરૂર નથી કેમકે આજ અમે તમારા માટે કેટલાક ઘરગથ્થું સ્ક્રબ લઈને આવ્યા છીએ, જે તમારી બટને સાફ અને મુલાયમ બનાવવામાં મદદ કરશે.
આ સ્ક્રબ્સને અઠવાડિયામાં બે કે ત્રણ વખત પ્રયોગ કરો. અમારું માનો તો તેનાથી તમને તરત જ રિઝલ્ટ મળશે.
મધ અને શુગર સ્ક્રબ
૧ ચમચી ખાંડ, ૨ ચમચી મધ અને અડધી ચમચી નારિયેળ તેલમાં ૧ લીંબુનો રસ મિક્સ કરો. હવે આ મિશ્રણને તમારા બટ પર લગાવો અને ૨ મિનીટ સુધી તેને ગોળાઈમાં સ્ક્રબ કરો. પછી તેને થોડીવાર માટે રહેવા દો. આવું અઠવાડિયામાં ત્રણ વખત કરો, તમને જરૂર ફરક દેખાશે.
સી સોલ્ટ સ્ક્રબ
સી સોલ્ટને પીસી લો અને તેમાં નારિયેળ તેલ મેળવી લો. પછી તેને તમારી બટ પર લગાવો અને સ્ક્રબ કરો. આવું અઠવાડિયામાં ૩-૪ વખત કરો.
પપૈયા ઓટમીલ સ્ક્રબ
તેને બનાવવા માટે સૌથી પહેલા ઓટમીલને પીસીને પાવડર બનાવી લો. પછી તેમાં મધ, નારિયેળ તેલ અને પાકેલું પપૈયું મિક્સ કરો. આ મિશ્રણથી તમારા બટને સ્ક્રબ કરો.
યાદ રાખનાર વાત:
૧. તમારી સ્કીન મુજબ જ સામગ્રીનો ઉપયોગ કરો.
૨. જો તમારી સ્કીન ઓઈલી હોય તો સ્ક્રબમાં તેલનો ઉપયોગ થોડો ઓછો કરો.
૩. સ્ક્રબ કર્યા પછી સ્કીન પર મોઈસ્ચાઈઝર લગાવવાનું ભૂલશો નહી.