For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ત્વચા પર આવી રીતે કરો કૉફીનો ઉપયોગ

By Lekhaka
|

કૉફી શરીરનો આખો થાક દૂર કરી મનને તરોતાજા કરી દે છે અને તેથી જ તે લોકો તેને બહુ વધારે પસંદ કરે છે.

કૉફી માત્ર પીવા માટે નહીં, પણ તેનાં બીજા પણ અનેક પ્રયોગો અને ફાયદાઓ છે. ત્વચા માટે પણ કૉફી બહુ ફાયદાકારક હોય છે. હા જી, ત્વચા પર કૉફીની ચમત્કારિક અસર પડે છે અને તેમાં એવા ઘણા યૌગિકો હોય છે કે જે ત્વચાને ફાયદો પહોંચાડે છે.

તો ચાલો આજે અમે આપને ત્વચા માટે કૉફીનાં ફાયદાઓ વિશે બતાવીએ છીએ. આ ફાયદાઓ જાણી આપને આશ્ચર્ય જરૂર થશે, આ સાચુ છે કે કૉફી ત્વચા માટે પણ બહુ ફાયદાકારક હોય છે.

જો આપને કૉફી પીવી પસંદ નથી, તો પણ આપે પોતાની ત્વચાની સંભાળ રાખવા માટે તેનો પ્રયોગ જરૂર કરવો જોઇએ. કૉફી બહુ ઉંડાણપૂર્વક આપની ત્વચાની સંભાળ રાખે છે.

જો આપને કૉફી ગમે છે અને આપ પોતાની ત્વચા નિખારવા માંગો છો, તો આપે કૉફીનાં ત્વચા પર પડતા આ ફાયદાઓ વિશે જરૂર વાંચવું જોઇએ. તો આવો જાણીએ ત્વચાને ચમકદાર અને સુંદર બનાવવાની કેટલીક કૉફી રેસિપીઝ વિશે.

ફેશિયલ સ્ક્રબ

ફેશિયલ સ્ક્રબ

કૉફીમાં સ્ક્રબનાં ગુણો પણ મોજૂદ હોય છે. તે ત્વચા પર કડક નથી રહેતી અને બહુ આરામથી ત્વચાની મૃત કોશિકાઓને બહાર કાઢે છે. કૉફી સ્ક્રબ બનાવવું બહુ સરળ છે અને આપ પણ તેનો ઉપયોગ કરી શકો છો. એક ચમચી કૉફીમાં ઑલિવ ઑયલ મેળવો. આપનું સ્ક્રબ તૈયાર થઈ ગયું છે. વે તેને હળવા હાથે ત્વચા પર લગાવો અને સ્ક્રબ કરો. તેનાંથી ત્વચાની મૃત કોશિકાઓ બહાર નિકળી જાય છે. તેનો ઉપયોગ આપ પોતાનાં સમગ્ર બૉડી પર પણ કરી શકો છો. બૉડી સ્ક્રબ કરવા માટે તેનું પ્રમાણ વધારી દો.

સ્કૅલ્પ એક્સફોલિએટર

સ્કૅલ્પ એક્સફોલિએટર

ત્વચાની મૃત કોશિકાઓ માત્ર ત્વચા માટે જ હાનિકારક નથી હોતી, પણ તે માથાની ત્વચાને પણ નુકસાન પહોંચાડે છે. સામાન્ય રીતે આપણે માથાની ત્વચાની મૃત કોશિકાઓ પર ધ્યાન નથી આપતાં અને તેથી જ વાળ રુક્ષ થઈ જાય છે અને ડૅંડ્રફની ફરિયાદ ઊભી થવા લાગે છે. ગ્રાઉંડેડ કૉફી માથાની ત્વચાની મૃત કોશિકાઓથી છુટકારો અપાવવામાં મદદ કરે છે અને તે ત્વચાને એક્સફોલિએટ કરી વાળને સ્વસ્થ પણ બનાવે છે. માથાની ત્વચાને એક્સફોલિએટ કરવા અને મૃત કોશિકાઓથી છુટકારો પામવા માટે આપને કૉફીમાં કંઇક બીજુ મેળવવાની જરૂર નથી. કૉફીનું પાવડર લો અને તેનાથી માથા પર માલિશ કરો. તેનાંથી ત્વચાની મૃત કોશિકાઓ હટી જાય છે.

આંખનો સોજો ઓછો કરે

આંખનો સોજો ઓછો કરે

આંખની નીચે સોજો કે ત્વચાનું ફૂલી જવું પણ એક મોટી સમસ્યા છે. આવું કોઇક બીમારી, થાક કે તાણનાં કારણે થાય છે. પકી આઇઝની સમસ્યા દૂર કરવા માટે આપે કૉફી આઇસ ક્યૂબ્સનો ઉપયોગ કરવો જોઇએ. DIY ટેક્નિકથી કૉફી ક્યૂબ્સનો ઉપયોગ કરો. કૉફીને પાણીમાં મેળવો અને તેને ક્યૂબ ટ્રેમાં નાંખી ફ્રિઝમાં જામવા માટે મૂકી દો. ટ્રેમાંથી ક્યૂબ્સ બહાર કાઢો અને તેને પોતાની આંખ નીચે લગાવો. તેનાંથી આપને થોડીક રાહત અનુભવાશે.

ત્વચાની રંગતમાં આવે નિખાર

ત્વચાની રંગતમાં આવે નિખાર

એક્સફોલિએશન અને સ્ક્રબ ઉપરાંત કૉફી ત્વચાની મક વધારવા તથા રંગત નિખારવાનું કામ પણ કરે છે. ગ્રાઉંડ કૉફીમાં ઠંડુ દૂધ મેળવો અને તેને પોતાની ત્વચા પર લગાવો. આ પૅક નિષ્પ્રાણ ત્વચામાં પ્રાણ ફૂંકી શકે છે. તેનાંથી ત્વચામાં પ્રાકૃતિક ચમક વધે છે.

English summary
Coffee And Its Remarkable Benefits On Skin
X
Desktop Bottom Promotion