For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ચહેરા પર લિંબુનો કેવી રીતે પ્રયોગ કરશો.

By
|

ઘણી મહિલાઓ એ નથી જાણતી કી લિંબુનો ઉપયોગ ચહેરા પર કેવી રીતે કરવો જોઇએ. લિંબુ એક બ્લીચિંગ એજંટ છે. તેને ચહેરા પર લગાવવાથી આપના ચહેરા પર રોનક આવશે અને તમામ ડાઘા દૂર થઈ જશે. જો આપને પણ પોતાના ચહેરાને સ્વચ્છ બનાવવો હોય, તો અહીં જાણ કે લિંબુનો અસરકારક રીતે કેવી રીતે ઉપયોગ કરી શકાય.

ચહેરા પર લિંબુનો કઈ રીતે પ્રયોગ કરશો

ચહેરા પર લિંબુનો કેવી રીતે પ્રયોગ કરશો

1. ગોરી ત્વચા પામવા માટે: લિંબુને સ્લાઇસમાં કાપો અને તેને સીધું જ પોતાના ચહેરા પર રગડો. 30 મિનિટ બાદ ચહેરો ધોઈ નાંખો. જો ચહેરો ડ્રાય થઈ જાય, તો મૉઇશ્ચરાઇઝર લગાવો. એવું દરરોજ કરવાથી આપનો ચહેરો ગોરો બની શકે છે.

2. લેમન સ્પ્રે: જો આપની ત્વચા સંવેદનશીલ હોય, તો તેની ઉપર લિંબુ સીધું જ લગાવવાની જગ્યાએ તેનો રસ પાણી સાથે મિક્સ કરી તેને સ્પ્રે તરીકે લગાવો. આ સ્પ્રેથી આપનો ચહેરો દરરોજ ધુવો.

3. લેમન એક્સાફોલિએશન: એક વાટકીમાં લિંબુનો રસ, 1 ચમચી બ્રાઉન શુગર અને 1 ઇંડાનો સફેદ ભાગ મિક્સ કરી પેસ્ટ બનાવો. આ પેસ્ટ પોતાના ચહેરા પર ગોળાકારમાં રગડો અને ડેડ સ્કિનને સાફ કરો.

4. લેમન લોશન-લેમન લોશન બનાવવા માટે ગ્લિસરીનના ત્રણ ભાગમાં લિંબુના રસના બે ભાગ મેળવો.

5. લેમન ફેસ મૉસ્ક: લિંબુનો રસ, ટામેટાનો રસ, કાકડીનો રસ અને ચંજન પાવડરને એક સાથ મિક્સ કરી પેસ્ટ બનાવો. આ ફેસ પૅકને ચહેરા પર લગાવો તથા 20 મિનિટ બાદ ચહેરો ધોઈ નાંખો. તેનાથી આપનો ચહેરો ખૂબ જ સ્વચ્છ થઈ ચમકવા લાગશે.

English summary
If you want to try lemon on your face for lightening your skin, here are some easy and effective skin care tips with lemon.
X
Desktop Bottom Promotion