For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કયા તેલથી કરવી જોઇએ બૉડી મસાજ ?

By Lekhaka
|

જ્યારે પણ આપણને થાકનો અનુભવ થાય છે, ત્યારે જે આપણાં મગજમાં વાત હોય છે, તે હોય છે તેલની માલિશની. એક સારા તેલથી બૉડી મસાજ કરવાથી શરીરનો સમગ્ર દુઃખાવો પળ વારમાં ગાયબ થઈ જાય છે.

બૉડી મસાજ કરવાથી શરીરમાં રક્તનો પ્રવાહ ઝડપી બને છે અને શરીરનો તમામ થાક મટી જાય છે. ગરમ તેલથી મસાજ કરવાનાં ઘણા ફાયદાઓ છે. દાખલા તરીકે શરીર અને મગજને રાહત, ત્વચામાં ઊષ્મા તથા રક્તનો ઝડપી પ્રવાહ થવો.

સારૂં તેલ લગાવવાથી ત્વચામાં ચમક પણ આવે છે અને ત્વચા ટાઇટ થઈ જાય છે કે જેથી કરચલીઓ દેખાતી નથી. બૉડી મસાજ કરવામાટે આપને જાત-જાતનાં તેલ મળી જશે, પરંતુ કોઈ પણ તેલ લગાવવું યોગ્ય નથી હોતું, કારણ કે બૉડી પર તેની અસર નથી થતી. કેટલાક તેલ જેમ કે સરસિયું તેલ કે પછી ઑલિવ ઑયલ શરીર પર માલિશ કરવા માટે સૌથી શ્રેષ્ઠ રહે છે.

તેનાથી શરીરનો દુઃખાવો જતો રહે છે અને હાડકાં પણ મજબૂત બને છે. જો ત્વચાને ચમકદાર બનાવવી હોય અને સ્ટ્રેચ માર્ક્સ હટાવવા હોય, તો આપ ઑલિવ ઑયલથી મસાજ કરી શકો છો.

 કયા તેલથી કરવી જોઇએ બૉડી મસાજ ?

ઑલિવ ઑયલ

ઑલિવ ઑયલ ત્વચામાં સારી રીતે સમાઈ જાય છે અને તેને ભેજ (ઊષ્મા) પ્રદાન કરે છે. આ તેલ દુઃખાવામાંથી પણ રાહત અપાવે છે.

બદામ તેલ

આ તેલ દરેક પ્રકારની ત્વચા પર અસર કરે છે, પરંતુ તે પોતાની ખાસ અસર શુષ્ક ત્વચા પર બતાવે છે.


સરસિયું તેલ

આ બૉડી ઑયલ થાકેલી માંસ-પેશીઓનો દુઃખાવો ભગાડવામાં ફાયદાકારક હોય છે. તે હાડકાંને પણ મજબૂત કરે છે.


એવોકાડો ઑયલ

જો આ તેલને બીજા તેલો જેમ કે લવંડરઑયલ સાથે મિક્સ કરીને લગાવવામાં આવે, તો તે સ્કિનને ટોન ટોન કરશે અને તેને શુષ્ક થવામાંથી બચાવશે.


નારિયેળ તેલ

આ તેલ ત્વચાને પોષણ આપે છે. તેને ટાઇટ કરે છે અને તેમાં ભેજ ભરે છે.


એરંડિયુ કે કૅસ્ટર ઑયલ

આ તેલની ત્વચા અને વાળ બંને પર સારી અસર થાય છે. તે ગાઢુ અને ચિકણું તેલ છે કે જે દરેક પ્રકારની સ્કિનને સૂટ કરે છે. આ તેલ ચહેરા પરથી કરચલીઓ પણ દૂર કરે છે.


જોજોબા ઑયલ

આ તેલ ત્વચામાંથી ખીલ દૂર કરે છે, કારણ કે તેમાં એંટી-બૅક્ટીરિયલ તત્વો હોય છે. જે લોકોનાં ચહેરા ખીલથી ભરાયેલા છે, તેમને આ તેલ બહુ ફાયદો કરશે.


દ્રાક્ષનાં બીજનું તેલ

આ તેલથી જરાય એલર્જી નથી થતી અને ત્વચા પર તેના ઘણા ફાયદા પણ દેખાય છે. જો સ્વચ્છ અને કોમળ ત્વચા જોઇતી હોય, તો તેનાથી બૉડી મસાજ કરો.


તલનું તેલ

આ તેલ ટોનર તરીકે ઉપયોગ કરી શકાય છે. તેનો પ્રયોગ આયુર્વેદમાં પણ જણાવાયો છે.


સૂર્યમુખી તેલ

આ તેલ ઘણા બધા એસિડથી ભરેલું છે કે જે આપણી ત્વચા માટે બહુ સારૂ ગણવામાં આવે છે.

English summary
Several body oils have numerous benefits to offer. For example, mustard oil body massage cleanses the skin, moisturises it and also improves complexion.
Story first published: Friday, November 25, 2016, 13:09 [IST]
X
Desktop Bottom Promotion