For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રાતોરાત ગોરી રંગત પામવા માટે અજમાવો આ ફેસ મૉસ્ક

By Lekhaka
|

જો આપ પણ નિખરેલી ત્વચા પામવા માટે મોંઘી સ્કિન વ્હાઇટનિંગ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરી નિરાશ થઈ ચુક્યાં છો, તો ગભરાઓ નહીં, કારણ કે અમારી પાસે આપનાં માટે અસરકારક અને સસ્તો નુસ્ખો છે.

આજે અમે આપને DIYનાં કેટલાક એવા ફેસ મૉસ્ક વિશે બતાવવા જઈ રહ્યાં છીએ કે જે રાતોરાત આપની ત્વચાનો રંગ નિખારી શકે છે. આ પ્રાકૃતિક નુસ્ખાઓની મદદથી આપની ત્વચા સુંદર અને નિખરેલીદેખાશે અને સૌથી ખાસ વાત એ છે કે તેનો ખર્ચો પણ બ્યુટી પ્રોડક્ટ્સની સરખામણમીમાં બહુ ઓછો છે.

પિગમેંટેશન અને સન ટૅનિંગનાં કારણે ત્વચાનો રંગ કાળો કે ઘેરો પડી જાય છે. ત્વચા સંબંધિત એવી સમસ્યાઓમાંથી છુટકારો પામવા માટે આપે આ પ્રાકૃતિક નુસ્કાઓ જરૂર અજમાવવા જોઇએ. આ ઘરગથ્થુ ફેસ મૉસ્ક બનાવવામાં જે વસ્તુઓનો પ્રયોગ થાય છે, તેમાં પ્રચૂર પ્રમાણમાં એંટી-ઑક્સીડંટ્સ અને બ્લીચિંગ એજંટ્સ હોય છે. તેમને આખી રાત ત્વચા પર લગાવી રાખવાથી ચામત્કારિક અસર જોવા મળે છે. તો ચાલો જાણીએ આ ફેસ મૉસ્ક વિશે કે જે રાતોરાત આપનો રંગ નિખારી શકે છે.

નોટ : આમાંથી કોઈ પણ ફેસ મૉસ્ક લગાવતા પહેલા તેનું પૅચ ટેસ્ટ જરૂર કરી લો કે જેથી આપને અગાઉથી જ ખબર પડી જાય કે તેમાંથી કોઈ પણ વસ્તુ આપનીત્વચાને હાનિકારક પ્રભાવ તો નથી પહોંચાડી રહી.

1. કેળા અને ગુલાબ જળથી બનેલું DIY ફેસ મૉસ્ક

1. કેળા અને ગુલાબ જળથી બનેલું DIY ફેસ મૉસ્ક

કેળા અને ગુલાબ જળથી બનેલા આ ફેસ મૉસ્કને આખી રાત ત્વચા લાગેલુ રહેવા દો. તેનાંથીત્વચાનો રંગ નિખરી ઉઠશે.

વહેલામાં વહેલી તકે અસર પામવા માંગો છો, તો અઠવાડિયામાં બે વાર આ ફેસ મૉસ્ક ચહેરા પર લગાવો.

સામગ્રી :

એક પાકેલુ કેળું

એક ચમચી ગુલાબ જળ

વિધિ :

- કેળાનાં મસળીને તેમાં એક ચમચી ગુલાબ જળ મેળવો.

- તેને સતત હલાવતા રહો.

- હવે તેને પોતાનાં ચહેરા પર લગાવો.

- રાત ભર તેને ચહેરા પર લાગેલું રહેવા દો.

- સવારે હુંફાળા પાણી વડે ચહેરો ધોઈ લો.

2. યોગર્ટ અને કાકડીથી બનેલું DIY ફેસ મૉસ્ક

2. યોગર્ટ અને કાકડીથી બનેલું DIY ફેસ મૉસ્ક

કાકડી અને યોગર્ટ બંને જ ત્વચાને નિખારવા માટે જાણીતા છે. આ બંને વસ્તુઓને એક સાથે મેળવી લગાવવાથી ત્વચા પર ચામત્કારિક અસર જોવા મળે છે. ગોરી રંગ પામવા માટે અઠવાડિયામાં એક વાર આ પ્રાકૃતિક ફેસ મૉસ્ક જરૂર લગાવો.

સામગ્રી :

એક ચમચી યોગર્ટ

2 કાપેલી કાકડી (નાના-નાના ટુકડાં)

વિધિ :

- કાકડીનાં ટુકડાંને સારી રીતે વાટી લો.

- હવે આ પેસ્ટને યોગર્ટ સાથે મિક્સ કરો.

- આ મૉસ્કને આખા ચહેરા પર લગાવો.

- સવારે હુંફાળા પાણી વડે ચહેરો ધોઈ લો.

3. લિંબુનો રસ અને મધ

3. લિંબુનો રસ અને મધ

લિંબુનાં રસ અને મધ બંનેથી જ ત્વચાનો રંગ નિખારી શકાય છે, કારણ કે બંનેમાં બ્લીચિંગ યૌગિક મોજૂદ હોય છે કે જે ગોરી રંગત પામવામાં મદદ કરે છે. ગોરી રંગત પામવા માટે અઠવાડિયામાં એક વાર રાત ભર માટચે આ ફેસ મૉસ્ક જરૂર અજમાવો.

સામગ્રી :

અડધી ચમચી લિંબુનો રસ

એક ચમચી મધ

વિધિ :

- તાજા લિંબુનો રસ

- તેમાં જરૂરિયાત મુજબ મધ મેળવો

- આ મૉસ્ક આખા ચહેરા અને ગરદન પર લગાવો

- રાત ભર માટે તેને ચહેરા પર લાગેલું રહેવા દો

- સવારે હુંફાળા પાણી વડે ચહેરો ધોઈ લો.

4. હળદર પાવડર અને ઑલિવ ઑયલથી બનેલું DIY ફેસ મૉસ્ક

4. હળદર પાવડર અને ઑલિવ ઑયલથી બનેલું DIY ફેસ મૉસ્ક

સદીઓથી હળદર અને ઑલિવ ઑયલનો પ્રયોગ ત્વચાની રંગત નિખાવા માટે કરવામાં આવી રહ્યો છે. આ બંને જ વસ્તુઓમાં ભરપૂર પ્રમાણમાં એંટી-ઑક્સીડંટ્સ હોય છે કે જે ત્વચાનાં ડાઘા-ધબ્બાઓ ઓછા કરી તેની રંગત નિખારવાનું કામ કરે છે.

ગોરી રંગત પામવા માટે અઠવાડિયામાં એક વાર આ ફેસ મૉસ્કનો જરૂર પ્રયોગ કરો.

સામગ્રી :

અડધી ચમચી હળદર પાવડર

એક ચમચી ઑલિવ ઑયલ

વિધિ :

- હળદર પાવડર અને ઑલિવ ઑયલ એક સાથે મિક્સ કરો.

- આ પેસ્ટ પોતાનાં આખા ચહેરા અને ગરદન પર લગાવો

- તેને રાત ભર ચહેરા પર લાગેલું રહેવો દો.

- સવારે હુંફાળા પાણી વડે ચહેરો ધોઈ લો.

5. મિલ્ક પાવડર અને બદામ ઑયલથી બનેલું DIY ફેસ મૉસ્ક

5. મિલ્ક પાવડર અને બદામ ઑયલથી બનેલું DIY ફેસ મૉસ્ક

આ લિસ્ટમાં જણાવાયેલ અન્યફેસ મૉસ્કની જેમ જ આમાં પણ સ્કિન બ્લીચિંગ એજંટ્સ મોજૂદ છે.

આ ફેસમૉસ્કને આખી રાત લગાવી રાખવાથી તેની અસર બમણી થઈ જાય છે. ગોરી રંગત પામવા માટે અઠવાડિયામાં એક વાર આ ફેસ મૉસ્કનો પ્રયોગ જરૂર કરો.

સામગ્રી :

અડધી ચમચી મિલ્ક પાવડર

એક ચમચી બદામનું તેલ

વિધિ :

- આ બંને વસ્તુઓ એક સાથે મિક્સ કરી લો.

- તેને હવે પોતાનાં ચહેરા પર લગાવો.

- તેને આખી રાત ચહેરા પર લાગેલું રહેવા દો.

- સવારે હુંફાળા પાણી વડે ચહેરો ધોઈ લો.

6. સ્ટ્રૉબેરી અને ગ્રીન ટીથી બનેલું DIY ફેસ મૉસ્ક

6. સ્ટ્રૉબેરી અને ગ્રીન ટીથી બનેલું DIY ફેસ મૉસ્ક

ગોરી રંગત પામવા માટે આપસ્વાદિષ્ટ ફળનો પ્રયોગ પણ કરી શકો છો.

ગ્રીન ટી સાથે મેળવી લગાવવાથી તેની અસર બમણી થઈ જાય છે. આ બંને વસ્તુઓ મળી ચહેરા પરથી ધૂળ-માટીને બહાર કાઢી ત્વચા નિખારવાનું કામ કરે છે.

સામગ્રી :

એક પાકેલી સ્ટ્રૉબેરી

એક ચમચી ગ્રીન ટી

વિધિ :

- સ્ટ્રૉબેરીને ક્રશ કરી લો.

- તાજી ગ્રીન ટી પકાવો

- ગ્રીન ટીમાંથી એક ચમચી કાઢો અને તેને ઠંડી થવા દો

- હવે આ બંને ચીજો એક સાથે મેળવો.

- તેને ચહેરા અને ગરદન પર લગાવો.

- સવારે હુંફાળા પાણી વડે ધોઈ લો.

7. જીરૂં અને તડબૂચનાં રસથી બનેલું DIY ફેસ મૉસ્ક

7. જીરૂં અને તડબૂચનાં રસથી બનેલું DIY ફેસ મૉસ્ક

ગોરી રંગત પામવા માટે ઘણાં લોકો જીરૂં સાથે તડબૂચનાં રસનો પ્રયોગ કરે છે. આ નુસ્ખો ઘણો જૂનો અને અસરકારક છે.

આ બંને જ વસ્તુઓમાં ત્વચાને નિખારનાર યૌગિકો મોજૂદ હોય છે. ગોરી રંગત પામવા માટે અઠવાડિયામાં એક વાર આ ફેસ મૉસ્કનો પ્રયોગ જરૂર કરો.

સામગ્રી :

એક ચપટી જીરૂં

એક ચમચી તડબૂચનો રસ

વિધિ :

- એક વાટકીમાં પાણી ભરી તેમાં જીરૂં પલાડી દો.

- જીરૂંને વાટી તેમાં તડબૂચનો રસ મેળવો.

- તેને મિક્સ કર્યા બાદ ચહેરા પર લગાવો.

- તેને આખી રાત ચહેરા પર લાગેલું રહેવા દો.

- સવારે હુંફાળા પાણી વડે ચહેરો ધોઈ લો.

English summary
Take a look at the best DIY face masks for fair skin.
Story first published: Tuesday, August 22, 2017, 9:11 [IST]
X
Desktop Bottom Promotion