For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સુંદર અને બેદાગ ત્વચા માટે લગાવો તુલસી

By KARNAL HETALBAHEN
|

સદીઓથી તુલસીના ફાયદાની વાત આપણે સાંભળતા અને જાણતા આવ્યા છીએ. આ તે પ્રાકૃતિક વસ્તુ છે જે ઘણી બધી બિમારીઓથી બચાવે છે. કહેવામાં આવે છે કે તુલસી બધી પ્રાકૃતિક ઔષધિઓની જનની છે. જેમં એંટીઓક્સીડેંટ, એંટીબેક્ટેરિયલ, એંટીફંગલ, એંટીવાયરલ અને રોગ પ્રતિરોધને વધારનાર તત્વ હોવાની સાથે, આ સંપૂર્ણ સેહત માટે વરદાન છે. આ પ્રતિરોધ ક્ષમતાને મજબૂત કરે છે. આ તે છોડ છે જે દરેક ભારતીયના ઘરમાં મળી આવે છે.

તેના પાંદડા ખીલ અને બ્રેકઆઉટ જેવી અન્ય સમસ્યાઓ માટે ખૂબ ઉપયોગી હોય છે. તુલસીમાં એંટીઓક્સિડેંટ્સ ભરપૂર માત્રામાં મળી આવે છે જેથી આ ત્વચાની સમસ્યાઓમાંથી છુટકારો અપાવે છે અને ત્વચાનો રંગ પણ સાફ કરે છે. આવો તેના બીજા કેટલાક ફાયદાઓ વિશે જાણીએ.

1. ખીલ

1. ખીલ

દરરોજ તુલસીના પાંદડા ખાવાથી લોહી સાફ થાય છે જેનાથી દાણા અને ખીલમાંથી છુટકારો મળે છે. દાણા અને ખીલ થતાં તુલસીના પાંદડાનો ફેસ પેક જેમાં ગુલાબજળ, ચંદનનો પાવડર અને લીંબૂનો રસ મિક્સ કરો. તેને લગાવવાથી ખીલ ઓછા થઇ જાય છે.

2. સ્વસ્થ ત્વચા

2. સ્વસ્થ ત્વચા

તુલસીના પાંદડામાં એંટીઓક્સિડેંટ મળી આવે છે જેનાથી ત્વચા નિખરે છે. તેના માટે થોડા તુલસીના પાંદડા લો હવે તેને પીસીને તેનો રસ કાઢો. હવે તેમાં એક ચમચી ગ્લિસરીન મિક્સ કરો. આ મિશ્રણને તમારા ચહેરા પર દરરોજ સારી રીતે માલિશ કરો. તેનાથી તમારી ત્વચા સ્વસ્થ રહેશે અને ત્વચાનો રંગ પણ સાફ થશે.

3. દાગ ઓછા કરે

3. દાગ ઓછા કરે

તુલસીના પાંદડામાં એવા તત્વો મળી આવે છે જેનાથી દાગ સાફ થઇ જાય છે. જો તમારા ચહેરા પર કોઇપણ ખીલના નિશાન છે તો આ તુલસીના પાંદડાથી ઠીક થઇ જશે. તેના માટે થોડા તુલસીના પાંદડા લો હવે તેને વાટી દો. હવે આ પેસ્ટમાં એક ચમચી મધ અને એક ચમચી લીંબૂનો રસ મિક્સ કરો. તેને તમારા ચહેરા પર લગાવો, સુકાઇ જતાં ધોઇ દો.

4. ત્વચાના સંક્રમણનો ઉપચાર

4. ત્વચાના સંક્રમણનો ઉપચાર

ત્વચાના સંક્રમણના ઉપચાર કરવા માટે આ ખૂબ સારી ઔષધિ છે. તુલસીના પાંદડાને સરસિયાના તેલમાં ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તે ઘટ્ટ રંગ ન થઇ જાય. આ તેલને ગાળી લો અને સંક્રમિત ભાગ લગાવો. આ સંક્રમણને ઓછું કરે છે અને આરામ અપાવે છે.

5. દાગ મુક્ત ત્વચા

5. દાગ મુક્ત ત્વચા

દરેક મહિલાનું સપનું હોય છે કે તેની ત્વચા દાગ રહિત હોય, અને તુલસીના પાંદડાના ઉપયોગથી આ કરી શકાય છે. કારણ કે તેમાં હાજર એંટીઓક્સીડેંટથી ત્વચાને ચમક મળે છે અને દાગ સાફ થઇ જાય છે. તુલસીના પાંદડાની પેસ્ટ બનાવી લો તેમાં એક ચમચી ચંદન પાવડર અને એક ચમચી મુલતાની માટી મિક્સ કરો. હવે આ મિશ્રણને ચહેરા પર લગાવો, સુકાઇ જાય ત્યારે ઠંડા પાણી વડે ધોઇ દો.

6. એંટી-એજિંગ

6. એંટી-એજિંગ

ત્વચા પર તુલસીનો પ્રયોગ કરવાથી ત્વચા પર કરચલીઓ પડતી નથી કારણ કે એંટી-એજિંગ ગુણ મળી આવે છે. તુલસીના પાંદડાના ઉપયોગથી ત્વચા ટાઇટ થવા લાગે છે જેથી તમે જવાન દેખાવ છો. તેના માટે તુલસીના પાંદડાની પેસ્ટ બનાવો. હવે તેમાં નારિયેળનું તેલ અને એક ચમચી મુલતાની માટી મિક્સ કરો. આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવો અને સુકાઇ જાય ત્યારે ધોઇ દો.

English summary
Basil is loaded with antioxidants, which makes it one among the popular skin care ingredients to take care of different skin issues.
Story first published: Monday, April 24, 2017, 10:03 [IST]
X
Desktop Bottom Promotion