For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

છોકરીઓ આ પ્રકારે લગાવે ઓંબ્રે લિપસ્ટિક

આજકાલ ફેશન ટ્રેંડમાં ઓંબ્રે લિપસ્ટિકનું ચલણ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. તેમાં હોઠો પર બે રંગની લિપસ્ટિક લગાવવામાં આવે છે. ઓંબે લિપસ્ટિકમાં એક જ રંગના બે ટોન અથવા પછી બે અલગ રંગોનો ઉપયોગ કરવામાં આવ

By Karnal Hetalbahen
|

આજકાલ ફેશન ટ્રેંડમાં ઓંબ્રે લિપસ્ટિકનું ચલણ પણ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. તેમાં હોઠો પર બે રંગની લિપસ્ટિક લગાવવામાં આવે છે. ઓંબ્રે લિપસ્ટિકમાં એક જ રંગના બે ટોન અથવા પછી બે અલગ રંગોનો ઉપયોગ કરવામાં આવે છે. ઓંબ્રે લિપસ્ટિક ટ્રેડમાં એક રંગથી હોઠોની આઉટલાઇન કરવામાં આવે છે અને બીજા રંગ વડે અંદરથી ભરવામાં આવે છે. આ કલર કોમ્બિનેશન ખૂબ આકર્ષક લાગે છે.

ઓંબ્રે લિપસ્ટિકમાં તમે તમારા હોઠો પર ઘણા રંગોનો એક્સપેરિમેંટ કરી શકો છો. ક્યારેક આ કલર કોમ્બિનેશન સારું લાગે છે તો ક્યારે તમને દગો પણ આપી શકે છે. જો તમે કોઇ સ્પેશિયલ ફંકશન અથવા પાર્ટીમાં જઇ રહ્યાં છો અને ત્યાં તમે ઓંબ્રે લિપસ્ટિક લગાવીને જવા ઇચ્છો છો તો તે પહેલાં એકવાર ઘરે ટ્રાઇ જરૂર કરો. આજે અમે તમને જણાવવા જઇ રહ્યાં છીએ કે કયા પ્રકારે સરળતાથી પ્રોડક્ટ્સની સાથે તમે ઘરે જ ઓંબ્રે લિપસ્ટિક લગાવી શકો છો.

1. ટ્યૂટોરિયલ: કેવી રીતે એપ્લાઇ કરશો ઓંબ્રે લિપ કલર

1. ટ્યૂટોરિયલ: કેવી રીતે એપ્લાઇ કરશો ઓંબ્રે લિપ કલર

આ વસ્તુઓની જરૂરિયાત છે:

- લિપ લાઈનર

- લિપ બ્રશ

- લિપ કંસીલર

- લિપસ્ટિકનો એકદમ લાઇટ શેડ

- તે જ લિપ કલરનો ડાર્ક શેડ

2. પ્રક્રિયા:

2. પ્રક્રિયા:

લિપ લંસીલિંગ

ઓંબ્રે લિપસ્ટિક લગાવવા માટે સૌથી પહેલાં કામ આવે છે કંસીલર જે તમારા હોઠોના બધા દાગને સંતાડીને તેને સુંદર દેખાડવામાં મદદ કરે છે. તેના માટે તમે લિપ કંસીલરનો જ ઉપયોગ કરો. જે કંસીલર તમે ચહેરા પર લગાવી રહ્યાં છો તેને હોઠો પર લગાવવાની ભૂલ ના કરશો. સૌથી પહેલાં કંસીલર લગાવવાથી ઓંબ્રે લિપસ્ટિક લાંબા સમય સુધી ટકી રહે છે. બ્રશ પહેલાં લિપ કંસીલરનો નેચરલ શેડ એપ્લાઇ કરો અને તેને હોઠો વચ્ચેથી લગાવવાનું શરૂ કરો.

3. લિપ લાઇન બનાવો

3. લિપ લાઇન બનાવો

હોઠો પર કંસીલિંગ કર્યા બાદ તમારે લિપ લાઇનર વડે હોઠો પર એક બોર્ડર લાઇન બનાવવાની છે. જે લિપસ્ટિક તમે લગાવવાના છો તેનાથી લિપ લાઇનર બે શેડ ઉંડી ઘાટ્ટી હોવી જોઇએ. લિપ લાઇનરનો ઉપયોગ ફક્ત બોર્ડર લાઇન માટે જ કરો.

4. હવે કરો શેડિંગ

4. હવે કરો શેડિંગ

ઓંબ્રે લિપસ્ટિક લગાવવામાં આ સ્ટેપ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. હોઠો વચ્ચે સામાન્ય હળવી લિપસ્ટિક લગાવો. તેને લગાવ્યા પછી એક થી બે વાર તમારા હોઠોને અંદર તરફ દબાવો જેથી લિપસ્ટિકનો કલર સંપૂર્ણ રીતે હોઠો પર લાગી શકે. આ સ્ટેપ દરમિયાન લિપસ્ટિકને ફેલાવવા ના દો.

5. ઓંબ્રે ઇફેક્ટને બ્લેંડ કરો

5. ઓંબ્રે ઇફેક્ટને બ્લેંડ કરો

ઓંબ્રે લિપસ્ટિકમાં અંતિમ સ્ટેપ છે બધા રંગોને યોગ્ય રીતે બ્લેડ કરવાનું ધ્યાન રહે ઓંબ્રે લિપસ્ટિકમાં હોઠોની આઉટલાઇન ઉંડા રંગ વડે અને વચમાં સામાન્ય હળવા રંગ લગાવવામાં આવે છે. હવે બ્રશની મદદથી સામાન્ય રંગની લિપસ્ટિકને હોઠો પર ફેલાવો. તેનાથી તમારી આઉટલાઇન ખરાબ થવી ન જોઇએ.

English summary
Learn how to apply the ombre lipstick in this step-by-step guide.
Story first published: Monday, July 31, 2017, 9:37 [IST]
X
Desktop Bottom Promotion