For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નિષ્પ્રાણ નખમાં પ્રાણ ફૂંકી દેશે હૉટ ઑયલ મૅનીક્યોર, જાણો તેને કરવાની રીત અને ફાયદાઓ

By Lekhaka
|

સ્પામાં કે પાર્લર જઈ હૉટ ઑયલ મૅનીક્યોર કરાવવું ખૂબ જ મોંઘુ પડી શકે. તેથી આજે અમે આપને ઘરમાં જ આરામથી તેને કરતા શીખવાડીશું. તો તૈયાર થઈ જાઓ સ્પા જેવી ટ્રીટમેંટ ઘરે જ પામવા માટે.

હૉટ ઑયલ મૅનીક્યોર અત્યાર સુધીની સૌથી મોંઘી ટ્રીટમેંટ છે. આપનાં નખ અને હાથનાં પૅંપર કરવાની આનાથી સારી રીત આપને બીજી કોઈ નહીં મળે.

જાણો હૉટ ઑયલ મૅનીક્યોર કેવી રીતે કરાય અને શું છે તેના ફાયદા

મહિલાઓનાં હાથ કિચનમાં કામ કરતા-કરતા બહુ ખરાબ થઈ જાય છે. તેની સીધી અસર આપનાં નખ પર પડે છે કે જે શુષ્ક અને નબળા પડી જાય છે.

સ્પામાં કે પાર્લર જઈ હૉટ ઑયલ મૅનીક્યોર કરાવવું ખૂબ જ મોંઘુ પડી શકે. તેથી આજે અમે આપને ઘરમાં જ આરામથી તેને કરવાની રીત શીખવાડીશું. તો તૈયાર થઈ જાઓ સ્પા જેવી ટ્રીટમેંટ ઘરે જ પામવા માટે.


આવશ્યક વસ્તુઓ :

* સૂર્યમુખીનું તેલ અને કૅસ્ટર ઑયલ (મિક્સ કરેલું)

* થોડુંક બદામ તેલ

* વિટામિન ઈ તેલ અને ઑલિવ ઑયલ

* ટી ટ્રી ઑયલ

* વિટામિન ઈ કૅપ્સૂલ

હવે આપે શું કરવું જોઇએ ?

1. તમામ સામગ્રીઓ એક સાથે મિક્સ કરી માઇક્રોવેવમાં 30 સેકંડ માટે ગરમ કરો. આપ તેમાં વિટામિન ઈની કૅપ્સૂને તોડીને અંદરનાં મિશ્રણને તેમાં મિક્સ કરી શકો છો.

2. કોશિશ કરો કે તેલ બહુ વધુ ગરમ ન થાય.

3. હવે ધીમેથી તેલની અંદર પોતાની આંગળીઓ ડુબાડો અને જ્યાં સુધી તેલ ઠંડુ ન થઈ જાય, પોતાની આંગળીઓ બહાર ન કાઢો.

4. જો આપને આવું કરવાનું ગમ્યુ હોય, તો તેલને વધુ 10 સેકંડ માટે ગરમ કરી આ વિધિ કરો.

5. એક વાર મૅનીક્યોર થતા આંગળીઓ બહાર કાઢો અને હાથને પ્લેન પાણીથી ધોઈ નાંખો.

6. પછી તેમને સ્વચ્છ તુવાલથી લૂછી લો.

7. લો થઈ ગયું આપનું હૉટ ઑયલ મૅનીક્યોર.


આપ આ વિધિને અઠવાડિયામાં બે વાર રાત્રે સૂતા પહેલા કરી શકો છો. આ ઉપરાંત યાદ રાખો કે સૂતી વખતે આપે પોતાનાં હાથોની મૉઇશ્ચરાઇઝરથી પણ મસાજ કરવી છે.
ચાલો જાણીએ તેના ફાયદાઓ :

1. નિયમિત હૉટ ઑયલ મૅનીક્યોર કરવાથી આપનાં નખની ઉંમર વહેલી નથી ઘટતી.

2. આ સાથે જ બ્લડ સર્ક્યુલેશન પણ સુધરે છે કે જેથી ત્વચા હંમેશા હૅલ્ધી રહે છે.

3. લાંબા સમય બાદ આપની ત્વચા વધુ યુવાન બની રહેશે.

4. આનાથી આપના નખમાં ચમક રહેશે અને તેનું ટેક્સચર પણ સુધરશે.

5. આપના નખ જોવામાં સાફ લાગશે અને તે જલ્દી-જલ્દી વધશે.

English summary
The hot oil manicure comes with a large number of nail benefits. Here are some you should definitely know.
Story first published: Monday, November 14, 2016, 10:43 [IST]
X
Desktop Bottom Promotion