Just In
Don't Miss
ત્વચાનો નેચરલ મોઈશ્ચરાઈઝર છે ‘બદામ’, આવો ઘરે જ બનાવો તેનાથી ફેસ માસ્ક
ત્વચાની ચમક-દમક અને તાજગી બરકરાર રાખવા માટે બદામથી સારું બીજું કોઈ હોઈ જ ના શકે. કેમકે તે સ્કીનનું પ્રાકૃતિક મોઇશ્ચરાઈઝર છે અને તેની મદદથી સ્કીનના એન્જિંગ સાઈન્સ મટાડવાની સાથે, તેને કોમળ અને મુલાયમ અને નિખરેલી બનાવી શકે છે.
એટલે આજે અમે બદામના લાભકારી ગુણોની જાણકારી સાથે જ ઘરે સ્કીન માટે બદામ માસ્ક બનાવવાની રીત શેર કરીશું. જેનાથી સળતાથી ઘરમાં તમે ચપટીમાં બનાવી શકો છો.

૧. પ્રાકૃતિક મોઈશ્ચરાઈઝર
સ્કીનને મોઈશ્ચરાઝર કરવા મટે બદામમાં ખૂબ સાર ફેટી એસિડ હોય છે, જે સ્કીનનું હાઈડ્રેડ લેવલ પણ બનાવી રાખે છે. એટલા માટે બદામ સ્કીનનું પ્રાકૃતિક મોઈશ્ચરાઈઝ કહેવામાં આવે છે, જેનાથી સ્કીન મુલાયમ બને છે.

૨. બચાવે છે કરચલીઓથી
એન્ટીઓક્સીડેન્ટ્સ અને વિટામીન ઈના કારણે જ બદામ સ્વતંત્ર રીતે સ્કીનને નુકશાન પહોંચાડનાર તત્વો સામે લડે છે. એટલા માટે બદામનો ઉપયોગ ચહેરાની કરચલીઓથી બચી શકો છો. તેના માટે ૧ ચમચી બદામની પેસ્ટમાં ૧ ચમચી હળદર પાવડર અને ૧ ચમચી ગુલા જળ મિક્સ કરીને ચહેરા પર લગાવો. આ માસ્ક સૂકાયાં પછી ઠંડા પાણીથી સાફ કરો.

૩. સૂર્યથી રક્ષા કરે છે
બદામમાં રહેલ વિટામીન ઈના કારણે તે સ્કીનને સૂર્યના હાનિકારક તત્વોથી બચાવે છે. એટલા માટે કોઈ પણ રીતની સન ડેમેઝથી બચવા માટે થોડી બદામને દૂધમાં પલાળીને રાખો, આ બદામની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટમાં ૨ ચમચી ગ્લીસરીન મિક્સ કરીને ચહેરા પર લગાવો. સૂકાયા પછી ઠંડા પાણીથી સાફ કરો, તેનાથી સ્કીનમાં સન ટેનિંગથી છુટકારો મળી શકે છે.

૪. અંડર આઈ સર્કિલ્સથી મળે છે છુટકારો
પ્રોટીન અને વિટામિન્સથી ભરેલી બદામ સ્કીનને હેલદી બનાવવાની સાથે જ આંખ નીચે થયેલા ડાર્ક સર્કલ્સથી પણ છુટકારો અપાવે છે. કેમકે બદામમાં રહેલા ગુડ ફેટ સોજાયેલી આંખો અને ડાર્ક સર્કલ્સને દૂર કરવામાં મદદ કરે છે. તેના માટે ૧ ચમચી બદામની પેસ્ટમાં ૧ ચમચી બદામનુ તેલ મેળવો. આ મિક્સચરને આંખ નીચે બનેલા ડાર્ક સર્કલ્સ પર લગાવો, થોડી વાર પછી ઠંડા પાણીથી સાફ કરી લો.

૫. સ્કીન ટોન બનાવે સારી
બદામની મદદથી તમે ચહેરાના ગ્લોને બરકરાર રાખવાની સાથે જ સ્કીન ટોન પણ સારો બનાવી શકો છો. સાથે જ બદામના ઉપયોગથી સ્કીનને હેલદી અને ગ્લોઈંગ બનાવનાર સ્કીન સેલ્સમાં પણ વધારો થાય છે. સ્કીન ટોનને સારો બનાવવા માટે ૨ ચમચી બદામની પેસ્ટમાં ૧ ચમચી બેકિંગ સોડા અને ૧ ચમચી કોફી મિક્સ કરીને મિક્સચર તૈયાર કરી લો. આ માસ્કને ચહેરા પર લગાવીને, સૂકાયા પછી ઠંડા પાણીથી સાફ કરો.

૬.સ્કીનને સૂર્ય અને બળતરાથી બચાવે છે
બદામના ઉપયોગથી ચહેરા પર બળતરા અને સોજાથી સરળતાથી બચી શકાય છે. એટાલ માટે ચહેરા પર થયેલા રેશેઝ અને બળતરાથી બચવા માટે ૨-૩ ચમચી બદામની પેસ્ટમાં ૧ ચમચી લીંબુ અને ૧ ચમચી યોગર્ટ ( એક એવું ડેરી ઉત્પાદન, જે દૂધમાં બેક્ટેરિયાઈ ખમીરીકરણથી તૈયાર કરવામાં આવે છે) મેળવો. આ માસ્કને ચહેરા પર લગાવો અને સૂકાયા પછી સારી રીતે સાફ કરો.

૭. સ્કીન છોલાતી બચાવે
બદામના ઉપયોગથી છોલાયેલી ત્વચામાં પણ રાહત મળે છે. એટલા માટે બદામનો માસ્ક ઘરે જ બનાવવા માટે ૨ ચમચી બદામની પેસ્ટમાં ૧ ચમચી લીંબુનો રસ, ૧ ચમચી મધ અને ૧ ચમચી બેકિંગ સોડાને સારી રીતે મિક્સ કરો. આ તૈયાર પેસ્ટને ફેસ પર લગાવ્યાના ૧૫ મિનીટ પછી ઠંડા પાણીથી ચહેરો સાફ કરો.

૮. ડ્રાય સ્કીન માટે સારું
બાયોટિન અને વિટામીન ઈના કારણે બદામથી સ્કીન કોમળ અને સ્વસ્થ થાય છે. બદામના આજ ગુણોના કારણે તે શુષ્ક ત્વચા માટે સૌથી સારું છે. બે ચમચી બદામની પેસ્ટમાં ૨ ચમચી કોળાની પેસ્ટ મિક્સ કરીને મિક્સચર તૈયાર કરીને ચહેરા પર લગાવો. સૂકાયા પછી સારી રીતે સાફ કરો, તેનાથી ચહેરો બિલકુલ મુલાયમ થઈ જશે.