For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સ્ટ્રેટનિંગ કરો છો, તો વાળને ડૅમેજ થવાથી બચાવવા માટે અપનાવો આ ટિપ્સ

સ્ટ્રેટનિંગ કર્યા બાદ બહુ જલ્દીથી વાળ ન ધુઓ. જો આપ સ્ટ્રેટનિંગને લાંબા સમય સુધી જાળવી રાખવા માંગતા હોવ, તો વાળને ધોયા વગર ડ્રાય શૅમ્પૂનો પ્રયોગ કરી શકો છો.

By Lekhaka
|

માણસની ફિતરત જ કંઇક એવી છે કે તેની પાસે જે કંઈ પણ હોય છે, તેને તેનાં કરતા વધુ પામવાની લાલસા રહે છે. બીજાની થાળીમાં હંમેશા ઘી વધુ જ નજરે ચઢે છે.

ઘણા લોકો પોતાનાં વાળને લઈને સંતુષ્ટ નથી હોતાં. સ્ટ્રેટ વાળ ધરાવતી છોકરીઓને લાંબા અને ઘુંઘરાળા વાળ જોઇતા હોય છો, તો બીજી બાજુ જે છોકરીઓનાં વાળ કાળા હોય છે, તેઓ પોતાનાં વાળનો રંગ બદલવા માટે કોણ જાણે શું-શું કરવા લાગે છે.

નાના વાળ ધરાવતી છોકરીઓને લાંબા વાળ જોઇતા હોય છે. સ્ટ્રેટનિંગનાં નુકસાન વિશે જાણતા હોવા છતાં કઈ છોકરીઓ નિયમિત રીતે તેનો ઉપયોગ કરે છે.

જૂની આદતો સરળતાથી છોડી નથી શકાતી. તેથી આજે અમે આપને વાળનાં મૉઇશ્ચર અને વૉલ્યુમને જાળવી રાખવાની સાથે-સાથે તેમને મુલાયમ બનાવી રાખવા માટેની કેટલીક અસરકારક ટિપ્સ જણાવી રહ્યાં છે. જો આપ દરરોજ સ્ટ્રેટનિંગ કરો છો, તો આ ટિપ્સ જરૂર આપને કામ લાગશે.

હૅર પ્રોટેક્ટંટથી કરો શરુઆત

હૅર પ્રોટેક્ટંટથી કરો શરુઆત

વાળને સ્ટ્રેંટ કરતા પહેલા આપે એક સારી ક્વૉલિટી ધરાવતા હૅર પ્રોટેક્ટંટનો ઉપયોગ કરવો જોઇએ. સ્ટ્રેટનિંગ પહેલા સીરમ અને મૉઇશ્ચરાઇઝિંગ એજંટનો પ્રયોગ કરવાનું ન ભૂલો. સ્ટ્રેટનરની હીટથી વાળને થતા નુકસાનને આ રીતે ઓછું કરી શકાય છે.

ભીના વાળ પર ન કરો હીટિંગ રૉડનો ઉપયોગ

ભીના વાળ પર ન કરો હીટિંગ રૉડનો ઉપયોગ

ભીના વાળ પર સ્ટ્રેટનિંગ રૉડનો ઉપયોગ કરવો આપનાં વાળને શુષ્ક, નિષ્પ્રાણ અને નબળા બનાવી શકે છે. તેનાથી વાળ બળી પણ શકે છે. તેથી વાળ સૂકાવા પર જ સ્ટ્રેટનિંગ કરો. સ્ટ્રેટનિંગ કરતી વખતે 20-25 ટકા વાળ જ ભીના હોવા જોઇએ.

હૅર કૅર સીરમનું લો યોગ્ય પ્રમાણ

હૅર કૅર સીરમનું લો યોગ્ય પ્રમાણ

વાળને સ્ટ્રેટ કર્યા બાદ તેના પર થોડું હૅર સીરમ કે હૅર સૉફ્ટર પણ લગાવો. આ સ્ટ્રેટનરની હીટથી વાળને થયેલા નુકસાનને ઓછું કરે છે. ઘણી વાર સ્ટ્રેટનિંગ ઉપકરણોનું તાપમાન 150-180 ડિગ્રી સેલ્સિયસ કરતા ઊપર પહોંચી જાય છે અને તે આપનાં વાળ માટે સારૂ નથી હોતું.

તેલ લગાવવાનું ન ભૂલો

તેલ લગાવવાનું ન ભૂલો

અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર નારિયેળ, આંબળા કે ઑલિયલ ઑયલથી માલિશ કરો. જો તેલ આપનાં વાળને સૂટ કરે, તો તેનો જ ઉપયોગ કરો. શ્રેષ્ઠ પરિણામ માટે વાળમાં તેલ લગાવ્યા બાદ તેમને ગરમ તુવાલમાં 5-10 મિનિટ માટે બાંધી દો. એક કલાક બાદ વાળ ધોઈ લો.

ઘરગથ્થું હૅર પૅક અને ટ્રીટમેંટ લો

ઘરગથ્થું હૅર પૅક અને ટ્રીટમેંટ લો

ઘર બનેલા હૅર મૉસ્કનો ઉપયોગ કરવાથી આપનાં વાળની ક્વૉલિટી વધારી શકાય છે. ખુબાની, મધ, ઇંડાનો સફેદ ભાગ, દહીં, ઓટ્સ અને એલોવેરાને મેળવી એક સારૂં હૅર મૉસ્ક બનાવી શકાય છે. પોતાનાં વાળ મુજબ ઇંટરનેટ પર આપને ઢગલાબંધ હૅરમૉસ્કની રેસિપી મળી જશે.

હૅર સ્પા

હૅર સ્પા

ક્યારેક-ક્યારેક વાળમાં તેલ લગાવવું જ પુરતુ નથી હોતું. સ્ટ્રેટનિંગની હીટથી વાળને થતા નુકસાનથી બચાવવા માટે આપ હૅર સ્પાની મદદપણ લઈ શકો છો. સ્પાથી વાળની ગુમાવેલી ચમક અને પ્રાણ ફરીથી પરત આવી જાય છે.

રેગ્યુલર ટ્રિમિંગ

રેગ્યુલર ટ્રિમિંગ

વધુ કેમિકલ્સનાં પ્રયોગ અને સ્ટ્રેટનરની હીટનાં કારણે વાળમાં બેમોઢા વાળની સમસ્યા વધી શકે છે. તેથી આપે મહિનામાં એક વારતો જરૂર ટ્રિમિંગ કરાવતું જ રહેવું જોઇએ.

કંડીશનર પર આપો ધ્યાન

કંડીશનર પર આપો ધ્યાન

વાળને વૉશ કરતી વખતે શૅમ્પૂ અને કંડીશનરનો ઉપયોગ તો કરો જ છો, પરંતુ વાળને વૉશ કર્યા બાદ લીવ-ઇન કંડીશનર પણ લગાવો. તેનાંથી વાળની દરેક જરૂરિયાત પૂર્ણ થાય છે.

ડ્રાય શૅમ્પૂનો પ્રયોગ

ડ્રાય શૅમ્પૂનો પ્રયોગ

સ્ટ્રેટનિંગ કર્યા બાદ બહુ જલ્દીથી વાળ ન ધુઓ. જો આપ સ્ટ્રેટનિંગને લાંબા સમય સુધી જાળવી રાખવા માંગતા હોવ, તો વાળને ધોયા વગર ડ્રાય શૅમ્પૂનો પ્રયોગ કરી શકો છો. તેનાંથી સ્ટ્રેટનરની હીટ ઇફેક્ટ ઓછી કરી શકાય છે.

જો આપ સ્ટ્રેટનિંગ કરવું પણ પસંદ કરો છો અને પોતાનાં વાળને તેનાં નુકસાનથી પણ બચાવવા માંગો છો. તો આપ ટિપ્સ જરૂર ધ્યાનમાં લો. આ ટિપ્સ આપનાં વાળને મુલાયમ અને ચમકદાર બનાવી રાખવામાં મદદ કરશે. તેનાંથી વાળ પર સ્ટ્રેટનરની હીટની અસર ઓછી પડશે.

English summary
Before you start to straighten your hair, make sure you use a good quality hair protectant, a serum or some moisturising agent on your hair.
Story first published: Thursday, July 13, 2017, 10:40 [IST]
X
Desktop Bottom Promotion