For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ ઓવર નાઇટ ફેસ મૉસ્કથી એક જ રાતમાં ચહેરા પર લાવો ચમક

શું આપનો ચહેરો પણ સવારે સુઈને જાગતી વખતે સામાન્યતઃ ખેંચાયેલો અને ડલ લાગે છે ?

By Super Admin
|

શું આપનો ચહેરો પણ સવારે સુઈને જાગતા સામાનય્તઃ ખેંચાયેલો અને ડલ લાગે છે ? સાથે જ તમામ ક્રીમ અને લોશન પણ ટ્રાય કરી ચુક્યા છે કે જેથી સ્કિન થોડીક ગ્લોઇંગ થઈ જાય અને ચહેરો ચમકી ઉઠે ? પરંતુ આ તમામને ઍપ્લાય કર્યા બાદ પણ કોઈ રિઝલ્ટ નથી આવ્યું, તો ગભરાવવાની જરૂર નથી.

આજે અમે આપને કેટલાક એવા ઓવર નાઇટ ફેસ મૉસ્ક બતાવી રહ્યાં છીએ કે જેમનાં ઉપયોગથી ચહેરો સવારે ઉઠતા જ ડલ નહીં, પણ ખિલેલો-ખિલેલો રહેશે અને સ્કિન ચમકી ઉઠશે. સાથે જ તમામ ફેસ મૉસ્ક આપ ઘરમાં જ રહેલી રોજબરોજ કામ આવતી વસ્તુઓનો ઉપયોગ કરી બનાવી શકો છો. હકીકતમાં આપણી સ્કિન ડેલી રૂટીનનાં પગલે પૉલ્યુશન તથા પરસેવાથી ડૅમેજ થાય છે. એવામાં આપણે આપણી ત્વચાનો ખાસ ખ્યાલ રાખવાની તાતી જરૂર છે. આપની ત્વચાની સંભાળમાં આપની મદદ કરશે આ સાત પ્રકારનાં ઓવર નાઇટ ફેસ મૉસ્ક.

1. ટર્મરિક એંડ બેસન

1. ટર્મરિક એંડ બેસન

ચાર ચમચી બેસન અને બે ચમચી દૂધ કે પછી મલાઈ સાથે ચપટી હળદર મેળવી મૉસ્ક બનાવો. આ માસ્ક ચહેરા પર આખી રાત લગાવી રાખો અને સવારે ઠંડા પાણીથી સારી રીતે ધોઈ નાંખો.

2. સ્ટ્રૉબેરી ફેસ મૉસ્ક

2. સ્ટ્રૉબેરી ફેસ મૉસ્ક

વિટામિન સી અને ફૉલિક એસિડથી ભરપૂર સ્ટ્રૉબેરી સ્કિનને હેલ્ધી બનાવવાની સાથે તેમાં ગ્લો લાવે છે. આ મૉસ્ક બનાવવા માટે થોડીક સ્ટ્રૉબેરીને દૂધ સાથે મેળવી બ્લેંડ કરી પેસ્ટ બનાવી એક ચમચી બેસન મેળવી ચહેરા પર લગાવો. સવારે ઠંડા પાણીથી સાફ કરતા આપના ચહેરાની સ્કિન સ્વચ્છ અને ચમકી ઉઠેલી લાગશે.

3. ઓટ્સ એંડ યોગર્ટ ફેસ મૉસ્ક

3. ઓટ્સ એંડ યોગર્ટ ફેસ મૉસ્ક

થોડાક પ્રમાણમાં ઓટ્સ લઈ મિક્સીમાં સારી રીતે ગ્રાઇંડ કરો. પછી તેમાં એક ચમચી યોગર્ટ, એક ચમચી મધ અને ચપટી હળદર મેળવી પેસ્ટ બનાવી લો. જરૂર લાગે તો પાણી મેળવી ફેસ પર લગાવો અને સવારે ઉઠીને ઠંડા પાણીથી ચહેરો સાફ કરી લો.

4. સૅંડલવુડ મૉસ્ક

4. સૅંડલવુડ મૉસ્ક

ડ્રાય, ઑયલી અને પિમ્પલ્સ ધરાવતી સ્કિન માટે સૅંડલવુડ મૉસ્ક સૌથી શ્રેષ્ઠ છે, કારણ કે તેનાં ઉપયોગથી સ્કિનની ઇચિંગ દૂર થવાની સાથે જ સ્કિન હેલ્ધી બની રહે છે. આ મૉસ્ક બનાવવા માટે ચંદનનુ પેસ્ટ બનાવી ચહેરા પર લગાવો. આ સાથે જ આપ ઇચ્છો, તો આ જ સૅંડલવુડનાં પાવડરમાં થોડુંક દૂધ, લવંડર ઑયલ અને બે ચમચી બેસન મેળવીને પણ મૉસ્ક બનાવી શકો છો. આ બંને જ મૉસ્કને આખી રાત લગાવી રાખ્યા બાદ સવારે ઠંડા પાણીથી સાફ કરી લો. આપનાં ચહેરાની સ્કિન સ્વચ્છ થવાની સાથે ગ્લોઇંગ પણ થશે.

5. મૅરીગોલ્ડ ફ્લૉવર ફેસ મૉસ્ક

5. મૅરીગોલ્ડ ફ્લૉવર ફેસ મૉસ્ક

મૅરીગોલ્ડ એટલે કે ગેંદાનું ફૂલ દરેક ઘરે તથા બજારમાં સરળતાથી મળી રહે છે. સ્કિનને પૅમ્પર કરવા માટે આ જ મામૂલી જેવા દેખાતા ફૂલની કેટલીક પાંદડીઓને દૂધમાં પલાળી રાખો. આ જ ખોલમાં એક ચમચી મધ મેળવી સારૂં પેસ્ટ બનાવી ચહેરા પર લગાવો. આખી રાત લગાવી રાખો અને સવારે ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. આપનો ચહેરો ખિલેલો-ખિલેલો હશે. એવું એટલા માટે, કારણ કે ગેંદાનાં ફૂલમાં એંટી-સેપ્ટિક અને એંટી-બૅક્ટીરિયલ ગુણો હોય છે કે જે આપની સ્કિનને વધુ શ્રેષ્ઠ રીતે નિખારે છે.

6. રોઝ ફેસ મૉસ્ક

6. રોઝ ફેસ મૉસ્ક

ગુલાબની કેટલીક પાંદડીઓ લઈ તડકામાં સુકાવી લો. પછી તેમને સારી રીતે વાટીને પાવડર બનાવી લો. આ જ પાવડરને થોડીક દૂધ મલાઈ સાથે મિક્સ કરો અને જરૂર લાગે તો એક ટેબલ સ્પૂન ગ્લિસરીન મેળવો. આ ફેસ મૉસ્કને પણ આખી રાત ચહેરા પર રહેવા દો. સવારે ઉઠી ઠંડા પાણીથી ચહેરો ધોશો, તો આપનો ચહેરો ચમકી ઉઠશે.

7. લેમન એંડ હની ફેસ મૉસ્ક

7. લેમન એંડ હની ફેસ મૉસ્ક

બે ચમચી મધ સાથે બે ચમચી લિંબુનો રસ મેળવી ફેસ પર સારી રીતે લગાવો. આ ફેસ મૉસ્કને આખી રાત ચહેરા પર લાગેલું રહેવા દો. સવારે ઉઠીને સાફ કરશો, તો આપની ત્વચા દમકી ઉઠશે. આ ફેસ મૉસ્ક લગભગ તમામ સ્કિન ટાઇપ્સને સૂટ કરે છે.

English summary
If you want to wake up with a gorgeous, soft and glowing skin, you must make sure to treat your skin to these overnight face masks.
X
Desktop Bottom Promotion