For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ત્વચાને 7 મિનિટમાં ફ્રેશ કરનાર 7 વસ્તુઓ

By Karnal Hetalbahen
|

તમે ઓફિસમાંથી આવ્યા છો અને તરત જ ક્યાંક બહાર જવાનું છે. અથવા પછી તમારા ચહેરા પર ખૂબ દાણા અને ખીલ થઇ ગયા છે જેના લીધે તમે ચહેરા પર ભારેપણું લાગે છે. હંમેશા એવું લાગે છે કે કંઇક એવું લગાવો કે સ્કીનમાં ફ્રેશનેસ લાગે.

ઘણી છોકરીઓની આ સમસ્યા હોય છે, તેમને કંઇક એવું જોઇએ છે કે જેનાથી તેમને તાત્કાલિક આરામ મળે અને તેમનો ચહેરો ચમકી ઉઠે. આજે અમે તમને બોલ્ડકાઇના આ આર્ટિકલમાં જણાવીશું કે તમે 7 મિનિટમાં કઇ 7 સામગ્રીઓ વડે તમારા ચહેરાને ચમકદાર બનાવી શકો છો. આ બધી વસ્તુઓ પ્રાકૃતિક હશે, જે તમારા ઘરમાં સરળતાથી ઉપલબ્ધ થઇ જશે.

1. બરફનું પાણી:

1. બરફનું પાણી:

ઘરના ફ્રીજરમાંથી બરફ કાઢો, તેનું ચિલ્ડ વોટર બનાવો અને તેનાથી ચહેરો ધોઇ લો. આ સૌથી સસ્તું સ્કીન ટોનર હોય છે જે તમારા ચહેરાને મિનિટોમાં જ ફ્રેશ કરી દે છે.

2. દૂધ:

2. દૂધ:

આપણા બધાના ઘરમાં દૂધ હોય છે. ફ્રીજમાં રાખેલું દૂધ કાઢો, તેનાથી ચહેરાનો ધોઇ લો અથવા કોટલ બોલથી લગાવીને સાફ કરી દો. તેનાથી ચહેરાના છિદ્રો ખુલી જશે અને તમારા ચહેરા પર પ્રાકૃતિક ચમક આવી જશે.

3. ગુલાબ જળ:

3. ગુલાબ જળ:

ગુલાબજળમાં એન્ટી-સેપ્ટિક ગુણ હોય છે જે ચહેરા પર દાણા થવા દેતું નથી. આ ઓછા ખર્ચાવાળી મેકઅપ પ્રોડક્ટ છે. જે સરળતાથી ઘરમાં મળી જાય છે.

4. એપ્પલ સાઇડર વિનેગર:

4. એપ્પલ સાઇડર વિનેગર:

એપ્પલ સાઇડર વિનેગર, સરળતાથી બજારમાં મળી જાય છે. તેને લગાવવાથી ફક્ત 7 મિનિટમાં તમારો ચહેરો ચમકી ઉઠે છે કારણ કે તેને લગાવવાથી ચહેરાની ગંદકી સાફ થઇ જાય છે અને બ્લેક હેડ નિકળી જાય છે.

5. વિચ હેઝલ:

5. વિચ હેઝલ:

આ પણ એક વિશેષ પ્રકારની સામગ્રી હોય છે જેનાથી ચહેરાને 7 મિનિટમાં ચમકાવી શકાય છે. આ પૂર્ણત: પ્રાકૃતિક હોય છે અને તેને લગાવવાથી ચહેરા પર ખંજવાળ વગેરેથી આરામ મળે છે.

6. ગ્રીન ટી:

6. ગ્રીન ટી:

ગ્રીન ટીના તત્વ, તમારા ચહેરાને સારો બનાવી દે છે. ઘરમાં ગ્રીન ટીને સાદા પાણીમાં તૈયાર કરો અને તેનાથી ચહેરો ધોઇ લો. તમારા ચહેરા પર ફટાક દઇને ચમક આવી જશે.

7. એલોવેરા જ્યૂસ:

7. એલોવેરા જ્યૂસ:

એલોવેરાના પાંદડાનો પલ્સ, ચહેરા માટે ખૂબ જ સારો હોય છે. તેના પાંદડાનો પલ્સ કાઢીને ચહેરા પર લગાવવાથી ચહેરો સાફ થઇ જાય છે અને ચમકવા લાગે છે. દરરોજ સૂતાં પહેલાં તેના પલ્સને લગાવીને ઘસો અને પછી ધોઇ લો. આ પ્રકારે તમારો ચહેરો ચમકવા લાગશે.

English summary
Here are some of the perfect ingredients you can look into to tone your skin in less than 7 minutes.
Story first published: Saturday, January 21, 2017, 12:27 [IST]
X
Desktop Bottom Promotion