For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કેળાના છિલકાંથી દૂર થઈ જશે આપના ચહેરાની સમસ્યાઓ, વધી જશે સુંદરતા

By Lekhaka
|

શું આપ કેળા ખાવો છો, તો આપને આ પણ ખબર હશે કે કેળા કેટલા ફાયદાકારક છે. કદાચ જ કોઈ એવો હોય કે જેને કેળા ખાવા ન ગમતા હોય. આ આરોગ્ય માટે બહુ ફાયદાકારક છે, પરંતુ આપ જ્યારે કેળા ખાઓ છો, ત્યારે તેના છિલકાંને બેકાર સમજીને ફેંકી દો છો.

જો આપને આમ કહેવામાં આવે કે છિલકાંથી આપના ચહેરાની સુંદરતા વધી શકે છે, તો આપ ચોંકી જશો. હકીકતમાં કેળાનાં છિલકાંનુ ફેસ મૉસ્ક બનાવી શકાય છે કે જેનાથી આપ ચહેરાનાં ડાઘા-ધબ્બાઓથી છુટકારો પામી શકો છો.

banana peel for skin whitening

કેળાનાં છિલકાંમાં એવા અનેક વિટામિન હોય છે કે જે શરીરમાં એંઝાઇમ્સ અને પ્રોટીનને એક્ટિવેટ કરે છે કે જેનાથી સ્કિનની અંદર કોલાજેન અને લવચિકપણુ વધવા લાગે છે.

આજે અમે આપને કેળાનાં છિલકાંના ફાયદાઓ વિશે જણાવીશું. તેમના ઉપયોગથી આપની ત્વચા સંબંધી સમસ્યાઓ સમાપ્ત થઈ જશે. આવો જાણીએ ગુણકારી કેળાના છિલકાં વિશે...

કરચલીઓ માટે

કરચલીઓ માટે

જો આપના ચહેરા પર ઢગલાબંધ કરચલીઓએ ઘર બનાવી દિધું છે, તો તેના માટે આપે કેળાના છિલકાંનો ઉપયોગ કરવો જોઇએ. આપે કરવાનું આ છે કે કેળાનાં છિલકાંની અંદરનાં ભાગને ચહેરા પર થોડીક મિનિટચ માટે રગડી ગુલાબ જળ લગાવવું છે અને 15 મિનિટ બાદ ચહેરો ધોઈ લેવો છે. આવુ કરવાથી ધીમે-ધીમે આપની કરચલીઓ ખતમ થવા લાગશે.

આંખોના કાળા ઘેરાં માટે

આંખોના કાળા ઘેરાં માટે

જો આપને આંખોમાં કાળા ઘેરા છે અને તેનાથી આપ છુટકારો પામવા માંગો છો, તો આપે કેળાના છિલકાંનો પ્રયોગ કરવો જોઇએ. તેના માટે આપે તેના અંદરના તમામ રેશા કાઢવા છે. તેમાં એક ચમચી એલોવેા જૅલ મેળવો, પછી આ પેસ્ટને આંખોની આજુબાજુ લગાવી દો. 10 મિનિટચ બાદ ચહેરો ઠંડા પાણીથી ધોઈ લો. આવુ કરવાથી આપની આંખોના ડાર્ક સર્કલ ખતમ થઈ જશે.

ઑયલી ત્વચા

ઑયલી ત્વચા

જો આપની સ્કિન ઑયલી છે, તો આપે તેના માટે માત્ર કેળાના છિલકાંથી બનેલા ફેસ મૉસ્કનો ઉપયોગ કરવો જોઇએ. તેના માટે આપે કેળાના છિલકાંના અંદરના પડને કાઢી લેવું છે, પછી તેમાં એક ચમચી મધ અને લિંબુનો રસ મેળવવો છે. તેને પોતાના ચહેરા પર સ્ક્રબની જેમ રગડો.

ગોરી ત્વચા માટે

ગોરી ત્વચા માટે

આપે પોતાની સ્કિન માટે શું નથી કરવું પડતું. તેના માટે આપ બજારમાંથી ઘણા પ્રકારની પ્રોડક્ટ્સ ખરીદીને લાવો છો, પરંતુ આપ ગોરી ત્વચા પામવા માટે કેળાનાં છિલકાંનો પણ પ્રયોગ કરી શકો છો. તેના માટે સૌપ્રથમ કેળાનાં છિલકાંનું પેસ્ટ બનાવી લો. પછી તેમાં બૅકિંગ સોડા અને થોડુંક પાણી મેળવો. આ પેસ્ટને ચહેરા પર 10 મિનિટ સ્ક્રબની જેમ રગડો. પછી ચહેરો પાણીથી ધોઈ લો. આવુ કરવાથી આપના ચહેરાને દમકતી ત્વચા મળશે.

ચહેરાને રાખો ફ્રેશ

ચહેરાને રાખો ફ્રેશ

આપને જણાવી દઇએ કે જો આપ તેનો પ્રયોગ નિયમિત કરશો, તો આપના ચહેરાની તમામ પ્રકારની સમસ્યા ખતમ થઈ જશે અને આપનો ચહેરો દિવસ ભર તરોતાજા અને ફ્રેશ રહેશે. તેના ઉપયોગથી આપના ફેસથી તમામ સમસ્યાઓ ગાયબ થઈ જશે.

ટૅનિંગ હટાવો

ટૅનિંગ હટાવો

પોતાના ચહેરાને સારો બનાવવા માટે અને ટૅનિંગની સમસ્યાથી બચવા માટે આપે કેળાના છિલકાંનો પ્રયોગ કરવો જોઇએ. તેના માટે આપે કેળાના છિલકાંના પેસ્ટમાં એક ચમચી નારંગીના છિલકાંનુ પાવડર તથા દહીં નાંખી સારી રીતે તેનું પેસ્ટ બનાવી લેવું. તેને ચહેરા પર રગડ્યા બાદ આપે પાણીથી ધોવું છે. આવુ કરવાથી આપની આ સમસ્યા ખતમ થઈ જશે.

ચહેરો કરશે ગ્લો

ચહેરો કરશે ગ્લો

આપનો ચહેરો તેના પ્રયોગથી ગ્લો કરવા લાગશે. આપના ચહેરા માટે શ્રેષ્ઠ ઘરગથ્થુ ઉપાય છે. મોંઘી બજારની પ્રોડક્ટ્સ પર પૈસા વહાવવા કરતા આપ કેળાનાં છિલકાંથી ઘરે જ ફેસ મૉસ્ક બનાવી તેનો ઉપયોગ કરી શકો છો.

English summary
If you eat bananas, you will also know how many benefits to eating banana. There is hardly anybody who likes to eat bananas. It is very beneficial for health. But when you eat banana, then it's throwing the peel out as a waste.
Story first published: Friday, November 10, 2017, 9:58 [IST]
X
Desktop Bottom Promotion