For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ 6 રીતે ચોખાનું પાણી કરે છે વાળ અને ત્વચાનો ઇલાજ

By Lekhaka
|

શું આપ જાણો છો કે ચોખાનું પાણી કે જેને આપ ફેંકી દો છે કે પછી કાઢતા જ નથી, તે વાળ અને સ્કિન માટે કેટલો ફાયદાકારક છે ?

ચોખાનું પાણી વગર પૈસા ખર્ચ્યે જ અજમાવી શકાય છે. ચોખાનાં પાણીમાં ફાઇબર હોય છે. આ પાચન ક્રિયાને સાજી કરે છે અને આ જાદુઈ સામગ્રીની જેમ શરીર પર કામ કરે છે.

Reasons Why “Rice Water” Is Used To Prevent Hair And Skin Problems

એક્નેથી અપાવે મુક્તિ

એક્ને એક ખૂબ જ સામાન્ય સમસ્યા છે કે જે ચહેરાને અભદ્ર બનાવે છે. સુંદર ચહેરા પર જો ખીલ ફૂટી નિકળે, તો તમામ સૌંદર્ય જ ખરાબ થઈ જાય છે. હવે આપ વિચારતા હશો કે ભલા આ સમસ્યામાંથી કેવી રીતે છુટકારો મેળવવામાં આવે. ચોખાનું પાણી એક અસરકારક ઘરગથ્થુ નુસ્ખો છે કે જે આપને ખીલનાં ડાઘા-ધબ્બામાંથી છુટકારો અપાવશે. આ ખીલથી પેદા થયેલ સોજો ઓછો કરે છે અને લાલાશ મટાડે છે.

તેના માટે ચોખાનાં પાણીમાં રૂ પલાળો અને પછી તેને ચહેરાના ડાઘા પર લગાવો. તેને ત્યાં સુધી રાખો કે જ્યાં સુધી તે સંપૂર્ણપણે સુકાઈ ન જાય. આવુ ત્યાં સુધી કરતા રહો કે જ્યાં સુધી આપને પોતાની સ્કિનમાં ફેરફાર ન અનુભવાય.

કરચલીઓ મટાડે

જો આપને લાગે છે કે આપની ત્વચા પર ઉંમર હાવી થઈ રહી છે અને આપ ઓછી વયે ડોસી જેવા દેખાવા શરૂ થઈ ગયા છો, તો ચોખાના પાણીનો ઉપયોગ કરો. ચોખાનું પાણી સૌથી સારો વિકલ્પ છે. ચોખાનું પાણી કરચલીઓને દૂર કરવામાં બહુ મદદકારક છે. આ સંપૂર્ણપણે ત્વચાને પુનઃ જીવંત બનાવે છે. આને લગાવતા જ આપને તરત જ ફરક દેખાવા લાગશે.

પાચન ક્રિયા સાજી કરે

ચોખાનું પાણી પાચન ક્રિયાને સાજી કરે છે. આપ ચોખાનાં પાણીને ઠંડું કે હળવુ ગરમ કરીને પી શકો છો. આપ તેમાં સ્વાદ વધારવા માટે કાં તો મધ અથવા તો પછી હળવુ સિંધવ મીઠું મેળવી શકો છો.

સ્કિનની ખંજવાળ મટાડે

જો આપની સ્કિન રુક્ષપણાનાં કારણે ખંજવાળ કરે છે, તો ચોખાનાં પાણીનો પ્રયોગ કરો. તેમાં કેટલાક એવા ગુણો હોય છે કે જે આપની ખંજવાળની સમસ્યા દૂર કરશે. ચોખાનાં પાણીમાં રૂ પલાળી તેને અસરગ્રસ્ત ભાગ પર લગાવો.

સ્કિનને સ્વચ્છ બનાવે

ઘણી મહિલાઓ ચોખાનાં પાણીથી પોતાનો ચહેરો સાફ કરે છે. ચહેરાની ગંદકી સાફ કરવા માટે આપ આનાથી ચહેરો ધોઈ પણ શકો છો. ચહેરો ક્લીંઝ કરવા માટે કૉટન બૉલને ચોખાનાં પાણીમાં ડીપ કરી ચહેરો લૂછો અને તેનું પાણી લગાવો. તે પછી ચહેરાને સુકાવા દો અને પછી હળવા હુંફાળા પાણીથી ચહેરો ધોઈ લો. ઘણી વખતનાં યૂઝ બાદ આપ પામશો કે આપનો ચહેરો એકદમ કોમળ થઈ ચુક્યો હશે.

વાળને સીધા કરે

કેમિકલનાં સ્થાને આપ ચોખાનું પાણી વાળને સ્ટ્રેટ કરવા માટે પ્રયોગ કરી શકો છો. ચાઇનીઝ મહિલાઓ વાળ સીધા કરવા માટે ચોખાનાં પાણીનો પ્રયોગ કરે છે. અહીં સુધી કે તેઓ પોતાનાં વાળને લાંબા કરવા માટે પણ ચોખાનાં પાણીનો જ પ્રયોગ કરે છે. વાળ સીધા કરવા માટે સૌપ્રથમ વાળમાં શૅમ્પૂ કરો અને પછી વાળને ચોખાના પાણીથી ધોઈ લો.

English summary
Rice water is mainly packed with fiber, and it also helps to improve the digestion digestive function. Other than that; rice water works like a magic to prevent problems related to skin and hair.
Story first published: Tuesday, October 17, 2017, 13:35 [IST]
X
Desktop Bottom Promotion