For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જો ચહેરાનો રંગ ડસ્કી હોય, તો અપનાવો આ 6 મેકઅપ ટિપ્સ

By Super Admin
|

એક તરફ આપની માટે કેટલીક સામાન્ય બ્યુટી ટિપ્સનું પાલન કરવું જરૂરી હોય છે, તો બીજી તરફ ત્વચા મુજબ બ્યુટી ટિપ્સ મળવી પણ મુશ્કેલ હોય છે.

માટે અહીં અમે બ્યુટી સીક્રેટ્સ સાથે સંબંધિત એક યાદી બનાવી છે કે જે તેવી મહિલાઓ માટે ઉપયોગી છે કે જેમની ત્વચાનો રંગશ્યામ છે. આવો તેમના વિશે જાણીએ.

#1. સારી રીતે મૉઇશ્ચરાઇઝ કરવું

#1. સારી રીતે મૉઇશ્ચરાઇઝ કરવું

એવા લોકો કે જેમની ત્વચાનો રંગ ઘેરો હોય છે, તેમની ત્વચા શુષ્ક હોય છે કે જેના કારણે તેઓ નબળા દેખાય છે. આ જ કારણ છે કે તેમને સારી ક્વૉલિટી ધરાવતા મૉઇશ્ચરાઝરનો ઉપયોગકરવો જોઇએ. યાદ રાખો કે એક સારી ક્વૉલિટીનાં મૉઇશ્ચરાઇઝરમાં ગ્લિસરીન, પેટ્રોલિયમ કે લાનોલિન જેવા સક્રિય ઘટકો હોય છે. તેમાં કમ સે કમ એસપીએફ 30 પ્રોટેક્શન હોવું જોઇએ. આ ઉપરાંત હમેશા થોડીક ભેજીલી ત્વચા પર મૉશ્ચરાઇઝર લગાવો કે જેથી ત્વચા તેને સારી રીતે શોષી શકે.

ક્વિક ટિપ : શ્યામ રંગની ત્વચા ધરાવતી મહિલાઓને ખીલની સમસ્યા વધુ હોયછે. માટે તેમણે નિયમિત રીતે ત્વચાનું ક્લીંજિંગ અને ટોનિંગ કરવું જોઇએ.

#2. યોગ્ય ફાઉંડેશનની પસંદગી કરો

#2. યોગ્ય ફાઉંડેશનની પસંદગી કરો

જો આપનાં ફાઉંડેશનનું શેડ યોગ્ય નથી, તો તેનાથી આપનો સમગ્ર લુક ખરાબ થઈ શકે છે. શેડ ખરીદતી વખતે તેને હાથ પર લગાવીને જોવાની જગ્યાએ તેને માથે કે જૉ લાઇન પર લગાવીને જુઓ. ફાઉંડેશનનાં રંગની સમજી-વિચારીની પસંદગી કરો અને પોતાની ત્વચાથી વધુ હળવા રંગનું મૉઇશ્ચરાઇઝર ન લગાવો, કારણ કે એવું કરવાથી આપની ત્વચા ધુંધળી દેખાવા લાગશે. જો આપને યોગ્ય મૅચ નથી મળતું, તો બે રંગોનાં ફાઉંડેશન ખરીદો અને તેમને મેળવીને પછી ચહેરા પર લગાવો. આ ઉપરાંત પાવડર ફાઉંડેશનનો ઉપયોગ ન કરો, કારણ કે તે એક સરખુ નથી ફેલાતું

ક્વિક ટિપ : સારી ગુણવત્તાનું લિક્વિડ ફાઉંડેશન ખરીદો અને ચહેરાપર ફાઉંડેશન લગાવતા પહેલા મૉઇશ્ચરાઇઝર લગાવવાનું ન ભૂલો.

#3. લિપસ્ટિક્સ

#3. લિપસ્ટિક્સ

ઘેરા રંગની ત્વચા ધરાવતી છોકરીઓ પર ગ્લૉસી અને ફ્રોસ્ટી ફિનિશ ધરાવતી લિપસ્ટિક જરાય સારી નથી લાગતી. આપે ઘેરા રંગોનાં લિપ શેડ જેમ કે લાલ, બેરી, કોરલ, હૉટ પિંક, બરગંડી, બ્રાઉન વિગેરેનો ઉપયોગ કરવો જોઇએ. લિપસ્ટિક સાથે લિપ લાઇનર જરૂર લગાવો કે જેથી આપનાં હોઠોનો આકાર સારો દેખાય.

ક્વિક ટિપ : જો આપ ઇચ્છો છો કે આપનો લિપ કલર સારો દેખાય, તો લિપસ્ટિક લગાવતા પહેલા હોઠો પર કંસીલર લગાવો.

#4. આંખોનું મેકઅપ

#4. આંખોનું મેકઅપ

આપનાં રંગ સાથે હળવા રંગોનાં આઈશેડો સારા નથી દેખાતા. આ જ કારણ છે કે આપે બોલ્ડ રંગનાં શેડ્સ જેમ કે પર્પલ, ગ્રીન, કૉપર, ગ્રે રંગનાં શેડ્સ, સિલ્વર બર્ન્ટ પિંક અને બ્રાઉન વિગેરેનો ઉપયોગ કરવો જોઇએ. આપનાં રંગ પર સ્મૉકી આઈઝ બહુ સારૂ દેખાયછે. માટે તેને શાન સાથે લગાવો. આ લુક માટે એક જ રંગનાં બે શેડ્સ મેળવો કે જેથી તેઓ એક-બીજાને કૉમ્પ્લિમેંટ કરી શકે.

ક્વિક ટિપ્સ : આઈબ્રૉ આપની સૌથી મહત્વની સંપત્તિ છે અને આપે ધ્યાન રાખવું જોઇએ કે તે વ્યવસ્થિત આકારમાં રહે. તેમને હાઈલાઇટ કરવા માટે આપ બ્રાઉન પેંસિલનો ઉપયોગ પણ કરી શકો છો, કારણ કે કાળા રંગની પેંસિલનો ઉપયોગ થોડુંક કૃત્રિમ લાગી શકે છે.

#5. બ્લશ

#5. બ્લશ

સોનેરી અને રોઝ કલરનું સંયોજન આપને ચમકીલું બનાવી શકે છે. અન્ય રંગો, જેમનો ઉપયોગ કરી શકો છો, તેછે પીચ, ડાર્ક ઑરેંજ અને કોરલ.

#6. વાળને હાઈલાઇટ કરવા

#6. વાળને હાઈલાઇટ કરવા

જો આપ કંઇક સાહસિક કરવા માંગો છો,તો આપે નિશ્ચિત રીતે હૅર હાઇલાઇટ કરાવવું જોઇએ. આપનાં રંગ સાથે ચૉકલેટ બ્રાઉન અને બરગંડી શેડ્સ સારા દેખાયછે. તેમને વાળને સમ્પૂર્ણપણે હાઈલાઇટ નહીં કરવું જોઇએ, બલ્કે સૂક્ષ્મ રીતે ઉજાગર કરવા જોઇએ.

English summary
we have compiled a list of beauty secrets, which are perfect for those women, who are blessed with a darker skin tone. Let us have a look at them.
Story first published: Friday, March 31, 2017, 10:42 [IST]
X
Desktop Bottom Promotion