For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો, બાયોટિન આપનાં વાળ તથા સ્કિન માટે કેવી રીતે છે ફાયદાકારક ?

By Lekhaka
|

જો આપ પોતાના આરોગ્યનું ધ્યાન રાખો છો, તો આપને કદાચ બી-કૉમ્પ્લેક્સ વિટામિન્સ વિશે જરૂર ખબર હશે કે આ આપણી સુંદરતાને નિખારવા અને મેટાબૉલિઝ્મને બનાવવામાં કેટલુ મદદકારક સાબિત થાય છે. શક્ય છે કે આપને વિટામિન બીનાં ગુણો વિશે અલગથી જાણ ન હોય.

બાયોટિન શું છે ? બાયોટિન વિટામિન બીનુ એક રૂપ છે, ઘણા ખાદ્ય પદાર્થોમાં મોજૂદ છે અને એક પૂરક તરીકે ઉપલબ્ધ છે.

Best Benefits Of Biotin For Skin And Hair

બાયોટિનની ઉણપ મનુષ્યમાં થતી નથી, પણ તેનું પ્રમાણ જો શરીરને પૂર્ણ રૂપે ન મળે, તો તેની અસર આપણા વાળ અને ત્વચા પર પડશે.

બાયોટિનકને બિલ્કુલ હળવાશમાં ન લો, કારણ કે આ વિટામિનનું મુખ્ય કાર્ય આપણા વાળ અને ત્વચાનાં સેલ્સને સુરક્ષિત રાખવાનું હોય છે. તેની ઉણપથી આપણા વાળ અને ત્વચાનાં અનેક રોગો ઉત્પન્ન થાય છે. આજ-કાલ તો સ્કિન માટે ઘણી બધી ક્રીમ્સ આવવા લાગી છે કે જેમાં બાયોટિન હોવાની વાત કહેવામાં આવે છે.

1. સ્કિન માટે કઈ રીતે ફાયદાકારક છે બાયોટિન

1. સ્કિન માટે કઈ રીતે ફાયદાકારક છે બાયોટિન

જો આપ અંદરથી સ્વસ્થ નથી અનુભવી રહ્યા, તો તે આપના ચહેરા અને ત્વચા પર સ્પષ્ટ દેખાશે. પરંતુ જો આપ બાયોટિન લેવાનું શરૂ કરશો, તો આપની સુંદરતા વધશે. તેનાથી સ્કિનમાં ગ્લો આવશે અને કરચલીઓ મટશે.

2. ત્વચાનું હીલિંગ કરે બાયોટિન

2. ત્વચાનું હીલિંગ કરે બાયોટિન

બાયોટિન ઘણા મસાજ ઑઇલમાં ઉપલબ્ધ હોય છે, કારણ કે આ હીલિંગ કરે છે. જો આપને એક સુંદર ત્વચા જોઇતી હોય અને તે પણ કોઈ કેમિકલનાં ઉપયોગ વગર, તો બાયોટિન સપ્લિમેંટ જરૂર લેવું જોઇએ.

3. વાળ માટે કેવી રીતે ફાયદાકારક છે બાયોટિન

3. વાળ માટે કેવી રીતે ફાયદાકારક છે બાયોટિન

બાયોટિની ખોરાક લેવાથી વાળ ઉતરતા બંધ થાય છે અને વાળનું ગ્રોથ થાય છે. જો શરીરમાં બાયોટિનની ઉણપ જોવા મળે છે, તો વાળ થોડાક ઉતરવા શરૂ થઈ જાય છે.

4. વાળનું ગ્રોથ વધારવામાં અસરકારક બાયોટિન

4. વાળનું ગ્રોથ વધારવામાં અસરકારક બાયોટિન

ઘણા બધા કેસોમાં બાયોટિન વાળ અને નખનું ગ્રોથ વધારવામાં મદદ કરે છે. અહીં સુધી કે જો આપનાં શરીરમાં સામાન્ય બાયોટિનના સ્તર છે, તો આપ ઝડપથી વાળનું ગ્રોથ કરી શકો છો. આ સાચુ છે કે આજકાલ માર્કેટમાં ઘણા બધા હૅર ટૉનિક અને મૉસ્ક ઉપલબ્ધ છે, પરંતુ તે સામાન્ય રીતે આપને વાંછિત પરિણામ આપવામાં નિષ્ફળ રહે છે. તેતી રાસાયણિક રીતે ચાલવાનાં સ્થાને બાયોટિનની ખોરાક કેટલાક પ્રાકૃતિક પદાર્થોની સહાયથી લેવાની કોશિશ કરો.

5. નખ માટે કેવી રીતે ફાયદાકારક છે બાયોટિન

5. નખ માટે કેવી રીતે ફાયદાકારક છે બાયોટિન

ઘણા અભ્યાસોમાં જાણવા મળ્યુ છે કે બાયોટિન સપ્લિમેંટ લેવાથી નબળા અને ખરાબ નખની હાલત સુધરે છે. બાયોટિન નખનુ જાડાપણુ વધારે છે. જો આપ દરરોજ 2,500 મિલીગ્રામની બાયોટિનની કૅપ્સૂલ લો છો અને તે પણ 6 મહિના સુધી, તો આપનાં નખ મજબૂત થશે.

6. કુદરતી રીતે કેવી રીતે પામશો બાયોટિન

6. કુદરતી રીતે કેવી રીતે પામશો બાયોટિન

આપને બાયોટિન અખરોટ, મગફળી, બદામ, કૉબિજ, લીલા તાજા વટાણા, સૂર્યમુખીનાં બીજ, મસૂરની દાળ, કેળા, જવ, ચોખા, ગાજર, લીલી પાંદડાદાર શાકભાજીઓ, ટામેટા, મશરૂમમાંથી બાયોટિન મળી શકે છે.

7. બાયોટિનનું કેટલું ડોઝ લેવું જોઇએ

7. બાયોટિનનું કેટલું ડોઝ લેવું જોઇએ

જો આપ બાયોટિનને પોતાનાં ડાયેટમાં સામેલ કરવા માંગો છો, તો ધ્યાન રાખો કે વયસ્કો માટે 30 એમસીજી અને કિશોરો માટે 25 એમસીજી ડોઝ લેવું પુરતુ છે.

English summary
Biotin is popularly known for the health and beauty benefits of your skin, hair and nails. Biotin for skin has two simple but much needed effects. They are as follows.
Story first published: Saturday, October 28, 2017, 12:45 [IST]
X
Desktop Bottom Promotion