For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ચહેરાની પિગમેન્ટેશનથી છુટકારો મેળવવા માટે અપનાવો આ ઘરગથ્થું ઉપાય

By Lekhaka
|

કોઈપણ ઉંમરમાં ચહેરા પર દાગ ઉભરી શકે છે. ત્વચા સંબંધિત આ એક સામાન્ય સમસ્યા છે. આ સમસ્યા તમારા ત્વચાના રંગની ગહેરાઈને પ્રભાવિત કરે છે. આ પરિસ્થિતિમાં ત્વચામાં મેલોનિનની ઉત્પાદન કરનાર કોશિકાઓ ક્ષતિગ્રસ્ત થાય છે અને પછી મેલોનિનનું ઉત્પાદન ખૂબ જ ઓછું કે ખૂબ જ વધુ માત્રામાં કરવા લાગે છે. તેના કારણે તમારાી ત્વચા પર ખીલ અને દાગ થઈ જાય છે.

સમયની સાથે-સાથે આ દાગ વધારે ઘાટા થતા જાય છે. આ વાતમાં કોઈ શક નથી કે ચહેરા પર પડેલા દાગ તમારા લુકને પણ પ્રભાવિત કરે છે.

જો તમે ત્વચા સંબંધિત આ પરેશાનીને જડથી મટાડવા ઈચ્છો છો તો તમારે માર્કેટમાં મળી રહેલા પ્રોડક્ટ્સની જગ્યો ઘરગથ્થું નુસખા અજમાવવા જોઈએ. ઘરમાં મળનાર આ વસ્તુમાં સ્કીનને રેજુનવેટ કરનાર યોગિક અને એન્ટીઓક્સીડેન્ટ્સ રહેલા હોય છેજે ત્વચામાં મેલેનિનના ઉત્પાદનને સંતુલિત કરે છે. આ પ્રકારે ચહેરા પર પડેલા દાગ ધીમે-ધીમે હળવા થવા લાગે છે.

સદીઓ જૂના આ પારંપારિક નુસખા કેમિકલ યુક્ત ક્રીમોથી ઘણા વધારે અસરકારક અને સસ્તા હોય છે. તો ચલો જાણીએ ત્વચા પર પડનાર દાગને ઘરે બેઠા દૂર કરવાના સરળ ઘરગથ્થું નુસખા વિશે.

નોટ: આમાંથી કોઈપણ નુસખો અપનાવતા પહેલા એક વાર સ્કીન પેચ ટેસ્ટ જરૂર કરી લો. ધ્યાન રાખો, જો તમારી ત્વચા પર ખૂબ વધારે પિગ્મેન્ટેશન હોય તો તરત જ ત્વચા વિશેષજ્ઞનો સંપર્ક કરો.

બટાટા

બટાટા

બટાટામાં પ્રચંડ માત્રામાં સ્ટાર્ચ અને સ્કીનને તરોતાજા કરનાર વિટામિન્સ હોય છે જે પિગ્મેન્ટેશન પર કમાલની અસર બતાવે છે. એક કાચું બટાટું લો અને તેની થોડી સ્લાઈસ કરો અને તેનાથી આરામથી તમારા ચહેરા પર પ્રભાવિત ભાગ પર લગાવો. તેના ઉપરાંત પિગ્મેન્ટેશનથી છુટકારો મેળવવા માટે તમે બટાટાનો રસ નીકાળીને તેનાથી ચહેરો ધોઈ શકો છો.

લીંબુનો રસ

લીંબુનો રસ

લીંબુના રસમાં વિટામીન સી અને એસ્ટ્રિજેન્ટ યોગિક રહેલા હોય છે જે તમારી ત્વચાના પીએચ લેવલને બનાવી રાખે છે અને પ્રાકૃતિક રીતે પિગ્મેન્ટેશનનો સફાયો કરે છે. તેને તમે સીધું જ ચહેરા પર લગાવી શકો છો કે પછી કોઇ પ્રાકૃતિક સામગ્રીની સાથે મિક્સ કરીને પણ ચહેરા પર લગાવી શકો છો.

ચંદન પાવડર

ચંદન પાવડર

ચંદન પાવડર પિગ્મેન્ટેશનનો સફાયો કરવામાં ખૂબ જ અસરકારક છે. ચંદન પાવડરને ચહેરા પર લગાવવાથી પિગ્મેન્ટેશન પેદા કરનાર મેલાનિનની માત્રા સંતુલિત થાય છે. ચંદન પાવડરને પાણીની સાથે મિક્સ કરીને ચહેરા પર લગાવો. પિગ્મેન્ટેશન સાફ કરવા માટે અઠવાડિયામાં ૩ થી ૪ વખત આ પેકને ચહેરા પર લગાવો.

બદામ અને દૂધ

બદામ અને દૂધ

સ્કિનને રેજ્વુનેટ કરનાર યોગિક બદામમાં પ્રખર માત્રામાં હોય છે સાથે જ તેમાં વિટામીન ઈ પણ હોય છે જે મૂળમાંથી પિગ્મેન્ટેશનને દૂર કરે છે. એક ચમચી બદામના પાવડરમાં એક ચમચી દૂધ મેળવો. હવે આ મિશ્રણને પિગ્મેન્ટેશનવાળી જગ્યા પર લગાવો.

એલોવેરા જેલ

એલોવેરા જેલ

સ્કીનને તરોતાજા બનાવનાર એન્ટીઓક્સીડેન્ટ્સથી ભરપૂર હોય છે એલોવેરા જેલ. એલોવેરા જેલ બધા જ પ્રકારની ત્વચા સંબંધી સમસ્યાઓથી છુટકારો અપાવે છે. પિગ્મેન્ટેશનથી છુટકારો મેળવવા માટે ચહેરા પર એલોવેરા જેલ લગાવો.

એવોકેડો

એવોકેડો

ત્વચા પર પડેલા પિગ્મેન્ટેશનને ઠીક કરવામાં એવોકેડો ખૂબ જ જૂનો અસરકારી નુસખો છે. એવોકેડોમાં પ્રચંડ માત્રામાં વિટામીન્સ હોય છે. પિગ્મેન્ટેશનને અસરકારી રીતે દૂર કરવામાં એવોકેડો ખૂબ સારું ફળ છે. ચહેરા પર પડેલા પિગ્મેન્ટેશનને દૂર કરવા એવોકેડોને મેશ કરીને લગાવો.

સંતરાની છાલ

સંતરાની છાલ

સ્કીનની બધા પ્રકારની સમસ્યાઓને દૂર કરવામાં સંતરાની છાલ કરાગર ઉપાય છે. સંતરાની છાલમાં સિટ્રિક ગુણ હોય છે જે ત્વચામાં મેલોનિનના ઉત્પાદનને બનાવી રાખે છે. સંતરાની છાલનો પાવડર બનાવીને તેમાં એક ચમચી લીંબુનો રસ મિક્સ કરો અને તેને ચહેરા પર પિગ્મેન્ટેશન પ્રભાવિત ભાગ પર લગાવો.

હળદર પાવડર

હળદર પાવડર

ત્વચામાં પિગ્મેન્ટેશનને રોકવા માટે મેલોનિન સંતુલિત કરવાનો સારો ઉપાય છે હળદર પાવડર. આ ત્વચામાં પીએચ સ્તરને પણ સંતુલિત કરે છે. એટલા માટે એક ચપટી હળદર પાવડર લો અને તેમાં થોડું પાણી મિક્સ કરો. હવે આ પેકને ચહેરા પર લગાવો.

વિટામીન ઇ ઓઇલ

વિટામીન ઇ ઓઇલ

પિગ્મેન્ટેશન સ્કીન માટે વિટામિન ઈ ઓઈલ ખૂબ સારો ઉપાય છે. વિટામિન ઈ ઓઈલને ચહેરા પર પડેલા પિગ્મેન્ટેશનવાળા ભાગ પર લગાવો. રોજ વિટામીન ઈ ઓઈલને ચહેરા પર લગાવો.

English summary
Read to know the natural remedies for skin pigmentation. These are the best ways to get rid of pigmentation.
Story first published: Saturday, June 24, 2017, 11:41 [IST]
X
Desktop Bottom Promotion