For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

તમારા નામના પ્રથમ અક્ષરમાં છુપાયેલા છે જીંદગીનું કયું રહસ્ય?

By Karnal Hetalbahen
|

શેક્સપિયરે એકવાર કહ્યું હતું કે નામમાં શું રાખ્યું છે? પરંતુ આપણી જીંદગીમાં નામ ખૂબ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તમારું નામ તમારા વ્યક્તિત્વને દર્શાવે કરે છે. ક્યારેક-ક્યારેક તો તમારું નામ તમારા ગુણ અને તમારા ભાગ્યનું પ્રતિબિંબ બની જાય છે. તમારું નામ પ્રભાવશાળી રીતે તમારા વ્યક્તિત્વને પ્રભાવિત કરે છે. તમારા નામનો પ્રથમ અક્ષર બતાવે છે કે તમે તમારી જીંદગીમાં શું-શું કરવામાં સક્ષમ છો.

તમારા નામમાં તે શક્તિ છે જે તમારા જીવનને આકાર લેવામાં ખૂબ મદદ કરે છે. તો જો તમને લાગે છે કે તમે તમારું નામ કયા અક્ષરથી શરૂ થાય છે. તેનો ફરક તમને પડતો નથી તો ફરી એકવાર વિચારી લો. જીંદગી સાથે જોડાયેલા દરેક પાસઓની તેની પર ઉંડી અસર હોય છે. આવો જાણીએ તમારા નામના પ્રથમ અક્ષરનો શું અર્થ છે.

A

A

જો તમારા નામનો અક્ષર A થી શરૂ થાય છે તો આવા વ્યક્તિ આકર્ષક હોય છે અને સંબંધ તથા પ્રેમને ખૂબ મહત્વ આપે છે. આ રોમેન્ટિક હોતા નથી. તેમને ધીમે-ધીમે સફળતા મળે છે અને જ્યારે સફળતા મળે છે તો તે ચરમ સીમા પર હોય છે.

B

B

અક્ષરવાળા લોકો ખૂબ હિંમતવાળા હોય છે એટલા માટે આ નામના લોકો સેના અથવા બીજા જોખમી ક્ષેત્રોમાં પોતાનું કેરિયર બનાવે છે. આવા લોકો ખૂબ રોમેન્ટિક હોય છે. તેમના મૂડિ સ્વભાવ અને બોલકણાપણાના લીધે લોકો તેમને ઘમંડી કહે છે. તેમને વધુ મિત્રો હોતા નથી પરંતુ જે હોય છે તે પાકા હોય છે.

C

C

આ લોકો ખૂબ મિલનસાર અને ખુશ દિલ હોય છે. તેમને સ્પષ્ટ બોલવાનું પસંદ હોય છે પરંતુ આ લોકો જાણી જોઇને કોઇનું દિલ દુભાવતા નથી. તેમને પ્રેમ પર ખૂબ વિશ્વાસ હોય છે. આ જોવામાં સુંદર હોય છે અને પોતાના કેરિયરમાં ખૂબ નામ કમાય છે.

D

D

આ સેલ્ફ મેડ માણસો હોય છે. તેમની પાસે સરસ્વતી અને લક્ષ્મી બંનેની કૃપા હોય છે. તમે તેમની પાસે બેસસો તો તમને જરૂર કંઇક નવું શીખવા મળશે. પરંતુ તેમની જીદ્દી પ્રકૃતિના લીધે ધમંડી પણ કહેવાય છે.

E

E

આ વ્યક્તિ વધુ બોલે છે અને ખૂબ મજાકિયા પણ હોય છે. આ જીંદગીને સરળ રીતે જીવે છે અને વધુ ચિંતા કરતા નથી. તેમની પાસે શિક્ષા, વ્યવસાય, વ્યક્તિત્વ અને પૈસો એટલો જ હોય છે જેટલી તેમને ઇચ્છા હોય છે. આ લોકો હંમેશા ખુશ રહેનાર હોય છે.

F

F

આ અક્ષરના નામવાળા ખૂબ જ પ્રેમાળુ અને દયાળુ હોય છે. આ લોકો પોતાનું દરેક કામ દિલથી કરે છે એટલા માટે ખૂબ જ ક્રિયેટિવ ગણવામાં આવે છે. આ ખૂબ જ મદદગાર, આકર્ષક અને રોમેન્ટિક હોય છે.

G

G

આવા લોકો સાફ દિલના અને સીધા હોય છે, એટલા માટે તેમને ઘણા લોકો મૂર્ખ બનાવી દે છે. પરંતુ આ લોકો એવા હોય છે જે પોતાની ભૂલને પુનરાવર્તિત કરતા નથી અને પરંતુ તેમાંથી સબક મેળવી આગળ વધે છે અને ખૂબ સફળતા પ્રાપ્ત કરે છે. તેમને વધુ મિત્રો હોતા નથી, આ શાંતિપ્રિય હોય છે પરંતુ જ્યારે તેમને ગુસ્સો આવે છે તો સામેવાળાની ખૈર નહી. તેઓ આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે. સામાન્ય રીતે તેમને ઓછું બોલવું પસંદ હોય છે.

H

H

આ લોકો સંકોચી અને સંવેદનશીલ હોય છે. તેમને રહસ્યમયી પણ કહી શકાય કારણ કે આ પોતાની વાતો કોઇને કહેતા નથી. તેમને પોતાના સન્માનની ચિંતા હોય છે. તેમનું મગજ ખૂબ તેજ હોય છે. આ લોકો મોટાભાગે રાજકારણ અથવા વહિવટી ક્ષેત્રમાં જોવા મળે છે. તે પોતાના પૈસાને ફક્ત પોતાના ઉપર જ ખર્ચ કરે છે.

I

I

તમે ખૂબ હિંમતવાળા હોવ છો અને તે વસ્તુ માટે કોઇપણ ડર વિના ઉભા થઇ જાય છે તે વાત સાચી હોય. તમે ખૂબ સ્ટાઇલિશ પણ હોવ છો. આવા લોકો પોતાનું કેરિયર ફેશન અથવા ક્રિયેટિવ ફીલ્ડમાં બનાવે છે.

J

J

આ લોકો અંદર અને બહાર બંને રીતે સુંદર હોય છે. તે પોતાના પાર્ટનર પ્રત્યે ખૂબ ઇમાનદાર હોય છે. જે વસ્તુ પ્રાપ્ત કરવા માંગે છે તે પ્રાપ્ત કરી લે છે પરંતુ પોતાના દમ પર. પૈસા, મોભો, પ્રેમ દરેક વસ્તુ તેમની પાસે મોટી માત્રામાં હોય છે. જે પણ તેમને હમસફરના રૂપમાં પ્રાપ્ત કરે છે સમજી લો તે પોતાનામાં ખૂબ જ ભાગ્યશાળી છે. કારણ કે તેને તે વ્યક્તિ મળી જાય છે જેની પાસે બધુ જ છે.

K

K

આ લોકો કંઇપણ સમજ્યા વિચાર્યા વિના બોલી દે છે. પોતાના ફાયદા માટે કોઇપણ હદ સુધી જઇ શકે છે. લોકો તેમનાથી ડરે છે, તેમની સામે પોતાની વાત કહેવામાં ખચકાય છે. તેમને જીવનમાં જોખમ ઉપાડવાનું આવડે છે. આ જોવામાં પણ ખૂબ સુંદર હોય છે.

L

L

આ લોકો કોઇનું પણ દિલ દુભાવવામાં વિચારતા નથી. તેમને મોટી વસ્તુ જોઇતી હોતી નથી, આ નાની નાની વસ્તુઓમાં ખુશ થઇ જાય છે. આ લોકો હંમેશા ખુશ રહે છે. આવા માણસો દરેકના દિલની ધડકન બનવાનું પસંદ કરે છે. તેમની પાસે પૈસા પણ કમી હોતી નથી.

M

M

આવા લોકો ખૂબ જીદ્દી હોય છે. આ એક વસ્તુને જો પકડી લેશે તો તેને ક્યારેય છોડશે નહી. સામાન્ય રીતે આવા લોકો રાજકારણમાં વધુ જોવા મળે છે. આ સારા વક્તા અને લેખક પણ હોય છે. આ લોકો હંમેશા ચિંતનમાં ડુબેલા રહે છે અને ભાવુક પણ હોય છે.

N

N

આ લોકો ખૂબ વસ્તુઓથી કંટાળી જાય છે. આ લોકો સ્વતંત્ર વિચારવાળા અને દેખાડા પર જીવનાર લોકો હોય છે. હંમેશા પોતાના વિશે વિચાનાર અને દરેક વસ્તુ પ્રાપ્ત કરવાની ઇચ્છા ધરાવે છે તે પણ કોઇપણ મહેનત વગર. આ મોંફાટ અને સ્વાર્થી પણ હોય છે.

O

O

આવા લોકો છુપા રૂસ્તમ હોય છે. આમ તો આ નામના લોકો ખૂબ આકર્ષક હોય છે. આ લોકો ખૂબ ઉર્જાવાન પણ હોય છે એટલા માટે લોકો તેમને ખૂબ પસંદ પણ કરે છે. જેના લીધે તે મોટાભાગે ઓફિસમાં ઉચ્ચ પદે પણ હોય છે. પ્રેમ ભાવનાઓ અને સંબંધ આ લોકો માટે ખૂબ મહત્વ ધરાવે છે. એટલા માટે આ નામના મોટાભાગે લોકો પ્રેમ લગ્ન કરે છે.

P

P

આ લોકોને પોતાની ઇજ્જત અને માન-સન્માનનો ખૂબ જ ખ્યાલ હોય છે. તેમનામાં ખૂબ ટેલેન્ટ હોય છે. આ લોકો ક્રિયેટિવ પણ હોય છે. તેમની પાસે ખૂબ ધન-ધાન હોય છે. આ આકર્ષક છબિના માલિક હોય છે. તેમના પોતાના અલગ નિયમ હોય છે જેના માટે તે ક્યારેય લે-ગો કરતા નથી.

Q

Q

આ લોકો વધુ સમય સુધી નવરા બેસી શકતા નથી, તેમને કંઇક ને કંઇક કરવા જોઇએ. તેમને નાની-નાની વસ્તુઓમાં ખુશીઓ મળી જાય છે. આ પોતાની દુનિયામાં ખોવાયેલા લોકો હોય છે.આ ખુબ સારા જીવનસાથી હોય છે. સામાન્ય રીતે તેમને ખૂબ ઓછો ગુસ્સો આવે છે પરંતુ જ્યારે પણ આવે છે તો ખરાબ ગુસ્સો આવે છે.

R

R

આ નામના વ્યક્તિ ખૂબ તેઝ, દિલના સારા, લોકો સાથે મતલબ ન રાખનાર અને ઓછું બોલનારા હોય છે. તેમને ત્યાં સારું લાગે છે જ્યાં તેમને જ્ઞાન મળે છે. કોઇ શું કહી રહ્યું છે, તેનાથી તેમને કોઇ મતલબ નથી. એટલા માટે મોટાભાગે તેમના વૈવાહિક જીવનમાં આ વાતને લઇને ખટપટ થતી રહે છે.

S

S

આવા લોકો બહુમુખી પ્રતિભાના માલિક હોય છે. ખૂબ વધુ વાતો કરનાર આ લોકોને ટીકાઓ સહન કરવી પડે છે. તે રહસ્યમય હોય છે અને પોતાની વસ્તુઓને ખૂબ સ્પષ્ટ કરતા નથી. પોતાના પ્રેમ પ્રત્યે સચેત રહેનાર આ લોકો શંકાશીલ પણ હોય છે. પૈસા, મોભો પ્રાપ્ત કરવા માટે આ લોકો પોતાની વસ્તુને સરળતાથી કોઇને આપતા નથી. આ લોકો કંજૂસ હોય છે, આવા લોકોને દેખાડો ખૂબ પસંદ હોય છે.

T

T

આ લોકો ખૂબ બુદ્ધિશાળી, કેરિંગ પર પોતાની ભાવનાઓને વ્યક્ત ના કરનાર લોકો હોય છે. તે પોતાની ખુશી અને ગમને જલદીને કહેતા નથી. આ લોકો પૈસા અને ઇજ્જત ખૂબ કમાય છે.

U

U

આ લોકો હોશિયાર અને સાફ દિલના હોય છે જે બીજાને ખુશીઓ આપવામાં વિશ્વાસ ધરાવે છે. આ લોકો હંમેશા હસતા રહે છે પરંતુ તેમને સફળતા મોડી મળે છે. આ લોકો મસ્તમિજાજના હોય છે. બાળકો તેમને ખૂબ ગમે છે.

V

V

તેમને કોઇપણ પ્રકારની રોકટોક બિલકુલ પસંદ હોતી નથી. આ લોકો આઝાદ વિચારસણી ધરાવે છે. તેમનું દિલ એકદમ સાફ હોય છે, તે લોકોની ભાવનાઓની કદર કરે છે. તે પોતાની વાતોને કોઇની પણ સાથે શેર કરતા નથી.

W

W

આ લોકો બીજા પર રૌફ જમાવે છે. તેમનું સાંભળનાર કોઇ હોતું નથી, તે ત્યાંથી ઘસી જાય છે. આ લોકો દિલના ખરાબ હોતા નથી બસ લોકો તેમને જલદી સમજી શકતા નથી. તેમની પાસે ખૂબ ધન-દોલત અને સ્ટેટસ હોય છે. જેના લીધે તે ઘમંડી પણ હોય છે.

X

X

તેમને ધૈર્ય પસંદ નથી એટલા માટે આ લોકો દરેક કામમાં ઉતાવળ કરે છે. પરંતુ જેટલી જલદી જે વસ્તુ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે એટલી જલદી જ તેમનું મન તે વસ્તુ પરથી ઉઠી જાય છે. તે ક્યારે શું કરશે તેમને પોતાને ખબર હોતી નથી. પરંતુ જે વસ્તુની ઇચ્છા ધરાવે છે તેને પ્રાપ્ત કરીને જ જંપે છે. એટલા માટે આ લોકો જીવનમાં સફળ પણ થાય છે.

Y

Y

આ લોકો વધુ બોલતા નથી અને એકલા જ રહેવાનું પસંદ કરે છે. આ સ્પષ્ટતાવાદી હોય છે. એટલા માટે આ લોકો કડવું બોલી દે છે. આ લોકો સમજૂતી પસંદ નથી. તેમની યાદશક્તિ અને કલ્પનાઓ ખૂબ જ સ્ટ્રોંગ હોય છે.

Z

Z

આ લોકોને દેખાડો પસંદ હોતો નથી, આ સીધા-સાધા હોય અને ગંભીર હોય છે. તેમની વાત સ્પષ્ટ કહેનાર આ લોકો કોઇને પણ દગો આપતા નથી. જોવામાં લોકો ખૂબ સીધા લાગે છે પરંતુ આ લોકો બિલકુલ મૂર્ખ હોતા નથી. આ લોકો જ્યાં પણ રહે છે તેમની સરળ છબિ તેમને મશહૂર બનાવી દે છે.

Read more about: life જીંદગી
English summary
So, what is the secret behind your name? If you want to find out then read on. The first letter of your name defines the kind of person you are.
Story first published: Tuesday, January 3, 2017, 10:52 [IST]
X
Desktop Bottom Promotion