દેવીને પ્રસન્ન કરવા હોય, તો નવરાત્રિમાં નવ દિવસ પહેરા અલગ-અલગ રંગના કપડાં

Subscribe to Boldsky

શું આપ નવરાત્રિનાં રંગો અને તેમના મહત્વ વિશે જાણો છો? ખેર, આ લેખમાં આપ તે અંગે વાંચશો. નવરાત્રિનો તહેવાર નવ દિવસ ચાલે છે કે જેમાં દેવીનાં નવ રૂપોની પૂજા કરવામાં આવે છે. દસમા દિવસે વિજયાદશમી એટલે કે દશેરાની ઉજવણી કરવામાં આવે છે.

પહેલા આપણે એ જોવું પડે છે કે નવરાત્રિ કયા દિવસથી શરૂ થઈ રહી છે. તેના આધારે જ દર વર્ષે નવરાત્રિનાં પ્રથમ દિવસનો રંગ નક્કી કરવામાં આવે છે. તે પછી બાકીનાં આઠ દિવસોનાં રંગોનું ક્રમ ચાલે છે. આપણી જાણીએ છીએ કે નવ રંગો વિશે જાણવા માટે આપ ઉત્સુક છો તથા આપ પોતાના તહેવારને ભક્તિપૂર્ણ અને રંગબેરંગી બનાવવા માંગો છો.

અહીં અમે આપને દરેક દિવસ માટે રંગોની યાદી તથા તેમનું મહત્વ જણાવી રહ્યા છીએ કે જેથી તહેવાર શરૂ થતા પહેલા જ આપ પોતાના કપડાં તૈયાર રાખી શકો. નવરાત્રિનાં નવ દિવસ યાદગાર બનાવવા માટે આ રંગોનાં કપડાં અને એક્સેસરીઝ પહેરો.

નવરાત્રિનો પ્રથમ દિવસ

આ વર્ષે નવરાત્રિ 1લી ઑક્ટોબર એટલે કે શનિવારથી શરૂ થઈ છે. આ દિવસનો રંગ ગ્રે છે. આ દિવસે દેવી શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે બે એકમ હોવાનાં કારણે 2જી ઑક્ટોબર પણ નવરાત્રિનો પહેલો જ દિવસ ગણાવાયો.

નવરાત્રિનો બીજો દિવસ

3 ઑક્ટોબર એટલે કે સોમવારે નવરાત્રિનો બીજો દિવસ હતો. આ દિવસનો રંગ નારંગી છે. આપ નારંગી રંગ કે નારંગી આભા ધરાવતા કપડાં અને એક્સેસરીઝ પહેરી શકો છો. આ દિવસે દેવી બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે.

નવરાત્રિનો ત્રીજો દિવસ

નવરાત્રિનો ત્રીજો દિવસ એટલે કે મંગળવાર હતો. આ દિવસનો રંગ શુદ્ધ સફેદ હોય છે. આ દિવસે દેવી ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. આપ સફેદ રંગનાં કપડાં પહેરી દેવીની પૂજા કરી શકો છો.

નવરાત્રિનો ચોથો દિવસ

આ દિવસે આપ લાલ રંગનાં કપડાં પહેરી શકો છો. આ દિવસે માતા દુર્ગાનાં કૂષ્માંડા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

નવરાત્રિનો પાંચમો દિવસ

પાંચમા દિવસનો રંગ આસમાની છે. આ દિવસે સ્કંદમાતા સ્વરૂપની પૂજા થાય છે. માટે આપે 6ઠ્ઠી ઑક્ટોબર ગુરુવારે આસમાની રંગનાં કપડાં પહેરવા જોઇએ.

નવરાત્રિનો છઠ્ઠો દિવસ

7મી ઑક્ટોબરનો રંગ પીળો છે. આ નવરાત્રિનાં છઠ્ઠા દિવસનો રંગ છે. આ દિવસે દેવી કાત્યાયિનીની પૂજા કરવામાં આવે છે.

નવરાત્રિનો સાતમો દિવસ

નવરાત્રિનાં સાતમા દિવસને સપ્તમી કહેવામાં આવે છે. આ દિવસે આપ લીલા રંગનાં કપડાં પહેરી શકો છો. આ વર્ષે સાતમો દિવસ 8મી ઑક્ટોબરે છે કે જ્યારે કાળરાત્રિ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

નવરાત્રિનો આઠમો દિવસ

9મી ઑક્ટોબર રવિવારે આપે મોરપીંછ લીલા રંગના કપડાં પહેરવા જોઇએ. આ દિવસને અષ્ટમી કહેવામાં આવે છે. આ દિવસે દેવીનાં મહાગૌરી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

નવરાત્રિનો નવમો દિવસ

નવરાત્રિનાં નવમા દિવસે જાંબલી રંગનાં કપડાં પહેરવામાં આવે છે. આ વખતે નવમો દિવસ સોમવારે છે અને આ દિવસે દેવીનાં સિદ્ધિદાત્રી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

English summary
The nine days celebration of Navratri, each day has a special significance and should be celebrated by wearing a dedicated colour.
Please Wait while comments are loading...