For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શું આપ જાણો છો કે હિન્દુ ધર્મમાં કુમકુમ અને હળદરનું મહત્વ શું છે ?

By Lekhaka
|

પ્રાચીનકાળથી જ હિન્દુ ધર્મમાં કુમકુમ (કંકુ) કે સિંદૂર અને હળદરને પવિત્ર ગણવામાં આવતું રહ્યું છે. લગ્નથી લઈ પૂજા સુધી આ તમામ વસ્તુઓનો ઉપયોગ શુભ પ્રસંગે અને શુભ દિવસે કરવામાં આવે છે. આવો જાણીએ કે હિન્દુ ધર્મમાં કુમકુમ અને હળદરનું શું મહત્વ છે ?

કુમકુમ કે કંકુ કે સિંદૂર એવો પદાર્થ છે કે જેને હિન્દુ પરિણીત સ્ત્રીથી જુદો નથી કરી શકાતો. પ્રાચીનકાળથી જ પરિણીત સ્ત્રી પોતાનાં માથે બિંદી કે કુમકુમ લગાવી રહી છે અને કુમકુમને બનાવવામાટે મુખ્યત્વે હળદર તથા પ્રાકૃતિક કપૂરની આવશ્યકતા હોય છે.

જ્યારે હળદરની વાત આવે છે, તો હિન્દુ ધર્મમાં આ એક અન્ય મહત્વનો પદાર્થ છે કે જેની જરૂરિયાત હિન્દુ ધર્મની ધાર્મિક રસમો સમયે હોય છે. અહીં સુધી કે હળદરનો ઉપયોગ ગણએશ પૂજન માટે ભગવાન ગણેશની મૂર્તિ બનાવવા માટે પણ કરવામાં આવે છે.

હળદરનાં અન્ય ઘણા મહત્વો પણ છે; જેમ કે આરોગ્ય માટે તે ખૂબ લાભકારક છે. એક પ્રાકૃતિક એંટીસૅપ્ટિક હોવાનાં કારણે તેનો ઉપયોગ કટ્સ કે બર્ન્સની સારવારમાં તથા અનેક આંતરિક આરોગ્ય સમસ્યાઓની સારવારમાં કરવામાં આવે છે. કુમકુમ અને હળદરનાં અન્ય મહત્વો જાણવા માટે આગળ વાંચો.

1. કુમકુમ પરિણીત હિન્દુ સ્ત્રી હોવાની નિશાની :

1. કુમકુમ પરિણીત હિન્દુ સ્ત્રી હોવાની નિશાની :

પ્રાચીનકાળથી જ પરિણીત સ્ત્રી પોતાનાં માથે કુમકુમને બિંદીની જેમ લગાવે છે અને વાળમાં વચલી માંગમાં સિંદૂર લગાવે છે. સિંદૂર લગાવવાનો તાત્પર્ય પતિના લાંબા આયુષ્ય તેમજ સફળતાની કામના કરવાનો છે.

2. હળદર શુદ્ધતાનું પ્રતીક છે :

2. હળદર શુદ્ધતાનું પ્રતીક છે :

આપે સામાન્યતઃ જોયું હશે કે હિન્દુ લગ્નોમાં હળદરની રસમ હોય છે. તેમાં દુલ્હનને હળદરની પેસ્ટ લગાવવામાં આવે છે. આ રસમનો ઉદ્દેશ દુલ્હનને તમામ પાપોમાંથી મુક્ત કરવો તથા લગ્નની તમામ રસમો માટે તૈયાર કરવો હોયછે.

3. કુમકુમ સ્ત્રી શક્તીનું પ્રતીક છે :

3. કુમકુમ સ્ત્રી શક્તીનું પ્રતીક છે :

વિદ્વાનોનાં જણાવ્યા મુજબ લાલ રંગ શક્તિ અને ઊર્જાનું પ્રતીક છે અને તે દેવી પાર્વતી કે સતીની શક્તિનું પ્રતીક છે કે જેઓ શક્તિનાં પ્રતીક છે. પૌરાણિક હિન્દુ કથાઓ મુજબસતી એક આદર્શ પત્ની હતાં, કારણ કે તેમણે પોતાનું જીવન પોતાનાં પતિ પ્રત્યે સમર્પિત કરી દીધુ હતું. દરેક સ્ત્રીએ તેનું અનુસરણ કરવું જોઇએ અને તેથી પોતાના પતિ પ્રત્યે શ્રદ્ધા દર્શાવવા માટે માથે કુમકુમ લગાવવું જોઇએ.

4. હળદર અનેક વસ્તુઓનું પ્રતીક છે :

4. હળદર અનેક વસ્તુઓનું પ્રતીક છે :

સામાન્ય ધારણા મુજબ સૂર્ય હળદર સૂર્ય, સારા ભાગ્ય અને પ્રજનન ક્ષમતાનું પ્રતીક છે. વ્યક્તિનાં આત્મ ગૌરવ તથા સમ્પૂર્ણ સમૃદ્ધિનું પણ પ્રતીક છે. એ જ કારણ છે કે દરેક પવિત્ર પ્રસંગે કાયમ હળદરનો ઉપયોગ કરવામાં આવે છે.

5. કુમકુમનું જ્યોતિષીય મહત્વ :

5. કુમકુમનું જ્યોતિષીય મહત્વ :

હિન્દુ જ્યોતિષીય વિશ્વાસ મુજબ કુમકુમ સૌભાગ્ય તથા સારા ભાગ્યનું પ્રતીક છે. વાસ્તવમાં એવું માનવામાં આવે છે કે માથું મેષ રાશિનું સ્થાન છે અને મંગળ મેષ રાશિનો રાશિ સ્વામી છે. જો પરિણીત મહિલાઓ માથે કુમકુમ લગાવે છે, તો તેમનો ભાગ્ય સારો રહે છે.

6. હળદરનાં રંગનું મહત્વ :

6. હળદરનાં રંગનું મહત્વ :

હળદર નારંગી અને પીળા રંગમાં મળે છે. આપને એ જાણીને આશ્ચર્ય થશે કે આ રંગોનું પણ ખાસ મહત્વ છે. એક તરફ પીળો રંગ શુદ્ધતા અને કામુકતાનું પ્રતીક છે, તો બીજી બાજુ નારંગી રંગ સૂર્ય, સાહસ અને બલિદાનનું પ્રતીક છે.

7. કુમકુમનું પૌરાણિક મહત્વ :

7. કુમકુમનું પૌરાણિક મહત્વ :

કુમકુમ હળદર અને લેડથી મળીને બનેલું હોય છે. પ્રાચીનકાળથી જ એવું માનવામાં આવે છે કે કુમકુમ સેક્સની ઇચ્છાને જાગૃત કરે છે. આ જ કારણ છે કે પરિણીત મહિલાઓ જ કુમકુમ લગાવે છે અને કુંવારી કે વિધવા મહિલાઓએ કુમકુમ લગાવવું નિષિદ્ધ છે.

8. આપનાં આરોગ્ય માટે હળદરનું મહત્વ :

8. આપનાં આરોગ્ય માટે હળદરનું મહત્વ :

ગરમ દૂધમાં હળદર મેળવી પીવાથી આપ આરામ અનુભવો છો. માત્ર એટલુ જ નહીં, પણ હળદરયુક્ત દૂધ એસિડિટી તેમજ શરીરનાં અન્ય દર્દો પણ દૂર કરે છે. ત્વચા પર હળદર લગાવવાથી ત્વચા પર ચમક આવે છે.

English summary
Kumkum and turmeric holds a very important place in Hinduism or in Hindu religion.
Story first published: Friday, December 16, 2016, 11:29 [IST]
X
Desktop Bottom Promotion