આ પ્રમાણો જોઈ વિશ્વાસ નથી થતો કે હનુમાનજી આજે પણ જીવિત છે

Subscribe to Boldsky

કહેવા માટે તો ભગવાન આપણા હૃદયમાં વાસ કરે છે, પરંતુ વાત જો હનુમાનજીની હોય, તો તેઓ આજે પણ ધરતી પર મોજૂદ છે. હા જી, આપ વિચારી રહ્યા હશો કે હનુમાન તો ત્રેતાયુગમાં થયા, પછી કળિયુગમાં તેઓ કેવી રીતે હોઈ શકે ?

આપે બાળપણથી જ ભગવાનરામ અને ભગવાન કૃષ્ણની ધરતી ઉપરથી વિદાયની વાર્તાઓ સાંભળી હશે, પરંતુ હનુમાનજીની અહીંથી વિદાયની કોઈ વાર્તા કોઈએ નથી સાંભળી.

અને નથી તેનાથી જોડાયેલી કોઈ માહિતીનો ઉલ્લેખ હિન્દુ ગ્રંથોમાં અપાયો છે. આ ઉપરાંત બીજા પણ કેટલાક સબૂત છે કે જે બતાવશે કે હનુમાનજી આજે પણ જીવિત છે અને આપણી આજુબાજુ જ મોજૂદ છે.

શિલમાનાં જાકૂ મંદિરમાં છે હનુમાનનાં પગનાં નિશાન

જાકૂ એક ઋષિ હતાં. સંજીવની બૂટી લાવવા માટે દ્રોણ પર્વતે જતી વખતે રસ્તામાં હનુમાને અહીં રોકાઈને જાકૂ ઋષિ પાસેથી કેટલીક માહિતી એકત્ર કરી હતી. પરત ફરતી વખતે હનુમાને જાકૂ ઋષિને મળવાનું વચન આપ્યુ હતું, પરંતુ વિલંબ થવાનાં ભયે હનુમાન કોઈ અન્ય નાના માર્ગે જતા રહ્યાં. બાદમાં હનુમાન જાકૂ ઋષિને મળ્યા. તે વખતે તેઓ જે સ્થળે ઊભા હતા, તેમના ગયા બાદ ત્યાં તેમની પ્રતિમા અવતરિત થઈ ગઈ. સાથેજ અહીં તેમના પગનાં નિશાન પણ મોજૂદ છે.

જ્યારે કળિયુગમાં દેખાયા હનુમાન

કેટલાક બુદ્ધિશાળી અને જૂના જમાનાનાં લોકોએ તેમને પોતે જોવાની માહિતી આપી છે. સંત માધવાચાર્યે હનુમાનજીને 13મી સદીમાં પોતાનાં આશ્રમમાં જોવાની વાત બતાવી છે. ઈસ્વી સન 1600માં હનુમાનજીએ પોતે તુલસીદાસને દર્શન આપી તેમને રામાયણ લખવાની પ્રેરણા આપી. આ ઉપરાંત રામદાસ સ્વામી, રાઘવેન્દ્ર સ્વામી, સ્વામી રામદાસ અને શ્રી સત્ય સાઈ બાબા જેવા લોકોને હનુમાનજીનાં દર્શન પ્રાપ્ત થયા હતાં.

ક્યાં રહે છે હનુમાનજી ?

આ સ્થાન તામિળનાડુ રાજ્યનાં રામેશ્વરમ્ નજીક ગંધમાધના પર્વત પર આવેલું છે કે જ્યાં હનુમાનજી રહે છે.

ગુપ્ત મંત્રનો જાપ કરવાથી હનુમાનજી પ્રગટ થાય છે

આપણે જાણીએ છીએ કે હનુમાનજી અમર છે અને માનવામાં આવે છે કે તેઓ હિમાલયનાં જંગલોમાં વાસ કરે છે.

જય બજરંગ બલી

તેઓ કહેવાતી રીતે ભક્તોની મદદ કરવા માટે આવે છે, પરંતુ તેઓ અદૃશ્ય રહે છે.

હિન્દીમાં મંત્ર

કહે છે કે જો હનુમાનનો કોઈ સાચો ભક્ત તેમને આ ગુપ્ત મંત્ર વાંચીને બોલાવે, તો તેઓ પ્રકટ થઈ જાય છે. આ છે તે મંત્ર - કાલતંતુ કારેચરન્તિ એનર મરિષ્ણુ, નિર્મુક્તેર કાલેત્વમ અમરિષ્ણુ.

હનુમાનજીએ કોને આપ્યો મંત્ર ?

કહે છે આ ગુપ્ત મંત્ર હનુમાનજીએ પોતે કેટલાક આદિવાસીઓને આપ્યો હતો કે જેઓ શ્રીલંકાનાં પિદુરૂ પર્વતનાં જંગલોમાં રહેતા હતાં. આ પર્વત શ્રીલંકાનું સૌથી ઊંચુ પર્વત છે. આ મંત્ર હનુમાનજીએ તેમને ત્યારે આપ્યું કે જ્યારે તેઓ લંકા છોડીને પરત જઈ રહ્યા હતાં. આદિવાસીઓએ હનુમાનજીની ત્યારે સેવા કરી હતી કે જ્યારે તેઓ જંગલોમાં ભટકી રહ્યા હતાં. તે દરમિયાન રાવણનો ભાઈ વિભીષણ ત્યાંનો રાજા હતો. તે દરમિયાન હનુમાનજીએ લંકાના જંગલમાં રામજીની સ્મરણમાં ઘણા દિવસો વિતાવ્યા હતાં.

English summary
We have heard that the soul never dies and keeps reincarnating in one form or another…but in Hindu mythology, it is believed that some beings continue to live in the same form across the ages, Lord Hanuman being one of them.
Please Wait while comments are loading...