For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કમૂરતાનાં મહિનામાં કરો આ વસ્તુઓનું દાન અને પામો દરેક સમસ્યાનું સમાધાન

By Lekhaka
|

કમૂરતાનાં માસ 16મી ડિસેમ્બરથી 14મી જાન્યુઆરી દરમિયાન ભગવાનની પૂજા અને દાન-પુણ્ય કરવાથી વિશેષ ફાયદા મળે છે. આવો જાણીએ કે આપણે શું-શું દાન કરવું જોઇએ ?

હિન્દુ ધર્મનાં પંચાંગ મુજબ દર વર્ષે સૌર પોષને મળમાસ કે કમૂરતાનો માસ કહે છે. તેને કાળી રાત્રિ પણ કહેવાય છે.

કમૂરતા 16મી ડિસેમ્બરથી શરૂ થાય છે. આ માસમાં ભગવાનની પૂજા અને દાન-પુણ્ય કરવાથી વિશેષ ફાયદા મળે છે. આવો જાણીએ આપણે શું-શું દાન કરવું જોઇએ ?

1. પૂજા અને દાન

1. પૂજા અને દાન

એવું કહેવામાં આવે છે કે જે લોકો આ માસમાં દાન-પૂજા કરે છે, તેઓ આ માસની ખરાબ અસરોથી બચી જાય છે. તો આવો જાણીએ જુદા-જુદા પ્રકારનાં દાન.

2. ચાંદીનાં વાસણ

2. ચાંદીનાં વાસણ

આ મહિનામાં ચાંદીનાં વાસણોનું દાન કરવાથી વ્યક્તિનાં મનને શાંતિ મળે છે. સાથે જ ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.

3. ગોલ્ડ

3. ગોલ્ડ

એવું કહેવાય છે કે પીતળનાં વાસણમાં સોનું મૂકી દાન કરવાથી ઘરમાંપૈસાની ક્યારેય અછત નથી સર્જાતી. એટલુ જ નહીં, ઘરમાં પૈસાની બરકત પણ થાય છે.

4. ચણા

4. ચણા

સારા આરોગ્ય, ધન અને સમૃદ્ધિ માટે કાળા ચણા કે ચણા દાળ કોઇક જરૂરિયાતમંદ તથા નિર્ધનવ્યક્તિને દાનમાં આપો.

5. ખજૂર

5. ખજૂર

આ માસમાં ખજૂર દાનમાં આપવાથી ઘરનો માહોલ ખુશાલીભર્યોરહે છે અને તમામ સભ્યોમાં પ્રેમ વધે છે.

6. ગોડ

6. ગોડ

આ મહિનામાં ગોડનું દાન કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. સાથે જ ગોડ દાન કરવાનાં બદલામાં ઘરમાં ભોજનની ક્યારેય અછત નથી સર્જાતી.

7. લાલ ચંદન

7. લાલ ચંદન

આ માસમાં લાલ ચંદન દાન કરવાથી પારિવારિક સુખ મળે છે. સાથે જ બુદ્ધિ, શક્તિ અને પ્રતિષ્ઠા મળે છે.

8. ચંદન

8. ચંદન

દરરોજ વપરાતું ચંદન દાન કરવાથી મહેનત કરવાની ક્ષમતા વધે છે અને આ પરિશ્રમના ફળ પામવમાં મદદ મળે છે.

9. કેસર

9. કેસર

આ મહિનામાં કેસરનું દાન કરવાથી આપનો ભાગ્ય સારો થવા લાગે છે. સાથેજ આપ જીવનનાં તમામ ક્ષેત્રોમાં સફળતા પામો છો.

10. રત્ન

10. રત્ન

આ માસમાં કોઈ પણ રત્નનું દાન કરવું આપને ધનવાન બનાવે છે. સાથે જ ધન કમાવવાનાં રસ્તા પણ ખુલે છે.

11. શંખ

11. શંખ

આ માસમાં શંખનું દાનકરવાથી આપની આજુબાજુનો માહોલ શુદ્ધ થાય છે. સાથે જ આ દાન આપને બુદ્ધિમાન અને સૌભાગ્યશાળી બનાવે છે.

12. ઘંટડી

12. ઘંટડી

એવું કહેવાય છે કે આ માસમાં ઘરનાં મંદિરમાં ઉપયોગ કરાતી ઘંટડીનું દાન કરી દેવામાં આવે, તો ઘરમાં ખુશીઓ આવે છે. એટલુ જ નહીં, ઘરની શાંતિ પણ જળવાઈ રહે છે.

13. મોતી

13. મોતી

આ માસમાં મોતીનું દાન કરવાથી તમામ પ્રકારની બીમારીઓ સાજી થવા લાગે છે. ખાસ તો મનથી સંબંધિત બીમારીઓ. તેનાથી પરિવારનું આરોગ્ય પણ સારૂં રહે છે.

English summary
The Kharmaas month occurs in December each year and is known as an inauspicious month. However, doing some sort of daan or donation is said to nullify the effect of this month. Read on to know more...
X
Desktop Bottom Promotion