For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સ્ટફ ઈડલી રેસિપી

Posted By: KARNAL HETALBAHEN
|

બ્રેકફાસ્ટમાં ઘણાં લોકોને ઈડલી ખાવની પસંદ હોય છે કેમકે તે પેટ માટે ખૂબ જ હળવી હોય છે. જો તમે ઢોંસા કે ચોખાની આઇટમ બ્રેકફાસ્ટમાં ખાઈ ને બોર થઈ ગયા છો તો હવે સમય આવી ગયો છે કે તમે આ સ્ટફ ઈડલી બનાવો. સ્ટફ ઇડલીમાં બટાકા અને વટાણા પણ નાખવામાં આવે છે. આ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને તેને બનાવવું પણ ખૂબ જ સરળ છે. આવો જાણીએ કે સ્ટફ ઈડલી કેવી રીતે બનાવવામાં આવે છે.

સ્ટફ ઈડલી રેસિપી

કેટલા- ૩

તૈયારીનો સમય- ૨૦ મીનીટ

બનાવવાનો સમય- ૨૫ મીનીટ

સામગ્રી-

સોજી- ૨ કપ

દહી- ૧ કપ

રાઈ- ૧ ચમચી

કડી પત્તા- ૧૨

મીઠો સોડા- ૧ ચમચી

તેલ- ૨ ચમચી

મીઠું

ભરવા માટે

વટાણા- ૧ કપ બાફેલા

બટાટા- ૧ કપ બાફેલા

મરચાનો પાવડર- ૧/૨ ચમચી

હળદર પાવડર- ૧ ચમચી

ધાણા પાવડર- ૧/૨ ચમચી

તેલ- ૧ ચમચી

મીંઠુ

રીત-

૧. સૌથી પહેલા ઈડલીનો ઘોળ તૈયાર કરો, તેના માટે સોજી, મીંઠુ અને દહીને એક સાથે પાણીની સાથે મિક્સ કરો.

૨. હવે ઘોળને ૧ કલાક માટે બાજુ પર રાખી ઢાંકી દો.

૩. એક કટોરામાં વટાણા અને બટાટાને એક સાથે મસળી લો.

૪. હવે પેનમાં તેલ ગરમ કરો, પછી તેમાં બટાટા, વટાણા, મીંઠુ, હળદર પાવડર, મરચાનો પાવડર અને ધાણા પાવડર નાંખીને એકાદ મિનીટ માટે ફ્રાય કરી લો.

૫. હવે તેમાં મીઠી લીમડીના પત્તાં અને રાઇ મેળવીને બનાવો. ત્યારબાદ તેમાં મીઠો સોડા નાખીને એકાદ મિનીટ માટે હલાવો.

૬. જ્યારે મિશ્રણ થઈ જાય ત્યારે આંચ બંધ કરી અને તેને ઈડલીના ઘોળમાં મિક્સ કરો.

૭. હવે ઈડલી બનાવાના સંચામાં થોડું ઘી લગાવો અને તેમાં ઈડલીના ઘોળને નાખીને કુકરમાં પાણી નાખી ને બનાવી લો.

૮. હવે તમારી ઈડલી તૈયાર છે. તેને ચટણી સાથે સર્વ કરો.

[ of 5 - Users]
English summary
This morning we at Boldsky want you to try out something new and different. We would love to introduce you to something called as the stuffed idly.
Story first published: Tuesday, February 7, 2017, 9:16 [IST]
X
Desktop Bottom Promotion