For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મોમોઝની સાથે બનાવો તીખી લાલ મરચાંની ચટણી

Posted By: KARNAL HETALBAHEN
|

તિબેટ અને નેપાળની આ સ્પેશિયલ ડિશ મોમોઝ, આજ દુનિયાભરમાં પોતાની ઓળખ બનાવી ચૂકી છે. મોમોઝ તેલ અને મસાલા વગર બનાવામાં આવે છે એટલા માટે તે દરેકને પસંદ આવે છે. મોમોઝથી વધારે લોકો તેની લાલ મરચાવાળી ચટણીને પસંદ કરે છે. જ્યાં મોમોઝ મસાલા વગરનો હોય છે ત્યાં જ તેની લાલવાળી ચટણી અને મરચા અને મસાલાથી ભરેલી હોય છે.

જો તમે ઘરે જ મોમોઝ બનાવાનું વિચારી રહ્યા છો, તો તેની રેસિપી તમે અમારી સાઈટ પર જોઈ શકો છો. તેના ઉપરાંત પણ આજે અમે તમને મોમોઝના માટે લાલ મરચાંવાળી ચટણી બનાવાનું શીખવીશું, જે ખૂબ સરળ છે. તો ચાલો જાણીએ સ્પાઈસી લાલ ચટણી બનાવાની રીત.

Spicy Red Chutney Recipe For Momos

કેટલા- ૪

તૈયારીમાં સમય- ૧૦ મિનીટ

સામગ્રી-

સૂકાં લાલ મરચાં- ૨૦-૨૫

રેડ ચીલી ફ્લેક્સ- ૧ ચમચી

લીલા મરચાં -૧

લસણ- ૮-૧૦

રીત-

૧. જો તમારી પાસે તાજા લાલ મરચા હોય તો આ સ્ટેપ છોડી દો.

૨. જો તમે સૂકાં લાલ મરચાનો ઉપયોગ કરી રહ્યા છો તો આ સ્ટેપ અપનાવો.

૩. સૌથી પહેલા સૂકા લાલ મરચાને ગરમ પાણીમાં થોડા કલાક સુધી પલાળીને રાખો, જેનાથી તે મુલાયમ થઈ જાય.

૪. પછી તેને નિચોવીને બાજુમાં રાખી લો.

૫. હવે તેને અન્ય સામગ્રીઓ સાથે મિક્સ કરો અને મિક્સરમાં પીસીને પેસ્ટ બનાવી લો.

૬. તમે તમારા સ્વાદઅનુસાર લાલ મરચાની માત્રા વધારી કે ઘટાડી શકો છો.

૭. તમારી ચટણી તૈયાર છે, તેને ગરમા ગરમ મોમોની સાથે સર્વ કરો.

[ of 5 - Users]
Read more about: chutney veg ચટણી વેજ
English summary
Here is the spicy red momo chutney recipe. Do give it a try. This chutney is sure to burn your tongue.
Story first published: Monday, February 6, 2017, 9:02 [IST]
X
Desktop Bottom Promotion