For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રસમલાઈ એવી કે મોંઢામાં પાણી આવી જાય

Posted By: KARNAL HETALBAHEN
|

રસમલાઈ ભારતીય મિઠાઈઓમાં સૌથી શ્રૈષ્ઠ માનવામાં આવે છે. તે ખાવામાં સૌથી સ્વાદિષ્ટ અને બનાવવામાં ખૂબ જ સરળ છે. દૂધમાંથી બનેલ આ મિઠાઈ દરેકની ફેવરેટ છે, જેને લોકો દરેક તહેવાર અને ખુશીના સમયે બનાવવાનું પસંદ કરે છે. આ રસમલાઇનો સ્વાદ મોંઢામાં તરત જ ઓગળી જાય છે અને સ્વર્ગનો એહસાસ થવા લાગે છે. જો તમે આ મિઠાઈ ક્યારેય પણ તમારા ઘરે નથી બનાવી તો મોડું ના કરો અને ઝડપથી બનાવી લો તેને.

rasmalai

સામગ્રી-

૭ કપ દૂધ

૪ કપ ખાંડ

૩ કપ પાણી

કેસર, પિસ્તા

બદામ અને લીંબુનો રસ

રીત-

સૌથી પહેલા રસ બનાવવા માટે ૩ કપ દૂધ ઉકળવા માટે રાખી દો. તેના પછી દહી બનાવવા માટે અલગથી દૂધને ઉકાળીને રાખો અને તેમાં લીંબુ નીચોવી લો. સારી રીતે મેળવીને તેને મલમલના કપડામાં ગાળી લો. હવે એક પ્રેશર કુકરમાં પાણી અને ખાંડ નાખીને ઉકાળો. હવે જે દહી તૈયાર થયું છે તેને સારી રીતે પીસી લો અને તેની નાની-નાની ગોળીઓ બનાવી લો. હવે આ તૈયાર ગોળીઓને પ્રેશર કુકરમાં નાંખીને એક સીટી વગાડો. હવે આ જ સમયે બીજી બાજુ તે ચકાસી લો કે રસ તૈયાર થયો છે કે નહી. આ રસમાં ખાંડ, ઈલાયચી, પિસ્તા, બદામ અને કેસર નાંખો અને ઠંડુ થવા મૂકી દો. હવે આ તૈયાર દહીની ગોળીઓને પ્રેશર કુકરમાંથી બહાર નીકાળો અને હળવેથી પ્રેસ કરો જેનાથી પાણી બહાર નીકળી જાય. જ્યારે રસ ઠંડો થઈ જાય ત્યારે ગોળીઓને તેમાં નાંખીને ફ્રીજમાં રાખી દો. તમારી રસમલાઇ બિલ્કુલ તૈયાર છે.

[ of 5 - Users]
English summary
Rasmalai is a common Indian dessert and is an important recipe in many Indian festivals and wedding seasons.
Story first published: Wednesday, March 1, 2017, 10:25 [IST]
X
Desktop Bottom Promotion