આ રીતે બનાવો પંજાબી દાળ તડકા

Posted By: Super Admin
Subscribe to Boldsky

દાળ તો દરેક ઘરે બનાવવામાં આવે છે. દાળ બનાવવાની રીત પણ દરેક ઘરમાં અલગ-અલગ હોય છે. દાળ-ભાત અને ઘીરનો કોમ્બો ખૂબ સ્વાદિષ્ટ અને સારો હોય છે. જો તમે પણ દાળ-ભાત ખાવાના દિવાના છો તો તમે પંજાબી દાળનો તડકો બનાવી શકો છો. દાળમાં જો થોડો તડકો લગાવવામાં આવે તો તમને તેની સાથે શાકની જરૂર નહી પડે. આજે અમે તમને પંજાબી દાળ તડકા બનાવવાનું શીખવાડીશું.

આં પંજાબી દાળ તડકા બનાવવામાં ખૂબ સરળ છે અને થોડી જ વારમાં બનાવી શકાય છે. જો તમારો મૂડ શાક બનાવવાનો ન હોય તો તમે આ પંજાબી દાળ તડકાને પણ બનાવી શકો છો. આવો જાણીએ કે આ પંજાબી દાળ તડકા કેવી બનાવવામાં આવે છે.

Punjabi Dal Tadka: Special Recipe

કેટલા લોકો માટે- 4 તૈયારીનો સમય- 10 મિનિટ બનાવવાનો સમય- 30 મિનિટ

સામગ્રી-
મસૂર દાળ- ½ કપ તુવર દાળ- 1 કપ ટામેટા- 2 આદુ- ½ ઇંચ ડુંગળી- 1 સમારેલી હળદર- ચપટી લીલા મરચાં- 2 સમારેલા સુકા લાલ મરચાં- 2 ચપટી હીંગ- 1 તમાલપત્ર-1
જીરૂં- ½ ચમચી ઘી- 3 ચમચી તેલ- 1 ચમચી લીલી કોથમીર- 2 મીઠું- સ્વાદ અનુસાર

રીત-
1. સૌથી પહેલાં પ્રેશર કુકરમાં તેલ ગરમ કરો. ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી નાખો.
2. જ્યારે ડુંગળી ગુલાબી થઇ જાય ત્યારે તેમાં બારીક સમારેલું આદું નાખો.
3. ત્યારબાદ થોડીવાર પછીએ સમારેલું ટામેટું નાખો.
4. ત્યારબાદ મીઠું નાખીને તેમાં પાણીમાં પલાળેલી દાળ નાખો.
5. હવે 3 કપ પાણી અને હળદર નાખી પ્રેશર કુકરનું ઢક્કણ લગાવી દો.
6. તેને ત્રણ સીટી વાગે સુધી ધીમા તાપે ગેસ પર સિધાવા દો.
7. હવે એક અલગ તવો લો, તેમાં ઘી નાખો.
8. હવે ઘી ગરમ થઇ જાય ત્યારે તેમાં હીંગ, જીરૂ, સુકું લાલ મરચું અને તમાલપત્ર નાખો.
9. પછી 30 સેકન્ડ બાદ, તેમાં રાઇ અને લીલા મરચાં નાખો.
10. હવે તેમાં બાફેલી દાળને નાખો.
11. દાળમાં થોડો ઉફાળો આવવા દો.
12. દાળને સર્વ કરતાં પહેલાં તેના મીઠાનો ટેસ્ટ કરી લો.
13. તમારી પંજાબી દાળ સર્વ કરવા તૈયાર છે.

English summary
Punjabi recipes are known for their spices and the interminable 'tadka' or seasoning. Punjabi dal tadka is different from any other average dal tadka recipe mainly due to its seasoning.
Please Wait while comments are loading...