For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મશરૂમ નૂડલ્સ રેસિપી

Posted By: KARNAL HETALBAHEN
|

મશરૂમ નૂડલ્સને તમે લંચબોક્સ માટે તૈયાર કરી શકો છો. આ નૂડલ્સ રેસિપીમાં આમ તો મશરૂમ ઉપરાંત બીજી કોઈ પણ વધારે શાકભાજીની જરૂર નથી પડતી પરંતુ તમે તમારી ઈચ્છા મુજબ તેમાં વધારે મશરૂમ અને બીજા વેજીટેબલ્સ યૂઝ કરી શકો છો. આ નૂડલ્સ પણ ઠીક બીજા નૂડલ્સની જેમ જ બનશે. આ બાળકોની સાથે સાથે વડીલોને પણ ખૂબ ભાવશે. એટલા માટે મોડું ના કરો અને શીખો તેને કેવી રીતે બનાવાય છે.

Indo Chinese Recipe

સામગ્રી-

૨૦૦ ગ્રામ નૂડલ્સ

૩૦૦ થી ૪૦૦ ગ્રામ મશરૂમ, સ્લાઈસ કરેલા

૧/૨ ચમચી કાપેલું લસણ

૧/૨ ચમચી કાપેલું આદું

૧ ચમચી કાપેલા લીલાં મરચાં

૧/૨ ચમચી કાળા મરી

૧/૨ કાપેલી સ્પ્રિંગ ઓનીયન

૨ ચમચી તેલ

૧ ચમચી સોયા સોસ

૧/૨ ચમચી રાઈસ વેનિગર કે રેગ્યુલર વેનિગર

૨ ચમચી સ્પ્રિંગ ઓનિયન

મીંઠુ- સ્વાદમુજબ

બનાવવાની રીત-

૧. એક ઉંડા પેનમાં પાણી ભરીને ગરમ કરો, પછી તેમાં થોડું તેલ નાંખીને ઉકાળો. પછી તેમાં નૂડલ્સ નાંખીને થોડું ઉકાળો અને જ્યારે તે ઉકળી જાય ત્યારે તેને ગાળીને ઠંડા પાણીની નીચે ધોઈને રાખી લો.

૨. હવે પેનમાં થોડું તેલ ગરમ કરો, આંચને ધીમી રાખો, પછી તેમાં કાપેલું લસણ, કાપેલું આદું અને ૧ ચમચી લીલું મરચું નાંખીને હલાવો.

૩. હવે તેને થોડી સેકન્ડ માટે હલાવો અને તેમાં અડઘો કપ કાપેલી સ્પ્રિંગ ઓનિયન નાંખો.

૪. જ્યારે ડુંગળી સામાન્ય ગુલાબી થઈ જાય, ત્યારે તેમાં કાપેલા મશરૂમ નાંખો.

૫. તેને મધ્યમથી હાઈ આંચ પર રાખો. જ્યારે મશરૂમમાંથી પાણી છૂટવા લાગે અને થોડી વારમાં જ્યારે તે સૂકાવા આવે ત્યારે તેમાં કાળા મરીને પીસીને નાંખો.

૬. તેના પછી તેમાં ૧ ચમચી સોયા સોસ નાંખીને મિક્સ કરો.

૭. પછી નૂડલ્સ અને મીંઠુ સ્વાદ મુજબ નાંખો.

૮. હવે તેમાં અડધી ચમચી રાઈસ વેનિગર કે રેગ્યુલર વેનિગર નાંખીને આંચને બંધ કરી દો.

૯. હવે તેમાં બાકી રહેલી કાપેલી સ્પ્રિંગ ઓનીયન મેળવો.

૧૦. છેલ્લે તેને એક વખત હલાવો અને નૂડલ્સ ડ્રાય વેજ મંચૂરિયનની સાથે સર્વ કરો.

[ of 5 - Users]
English summary
This Chinese noodle recipe is made with fresh mushrooms. Learn how to make mushroom noodles.
Story first published: Thursday, February 23, 2017, 9:54 [IST]
X
Desktop Bottom Promotion