ઘરે જ કેવી રીતે બનાવશો માવો ?

Subscribe to Boldsky

હોળીની સીઝન આવી ચુકી છે. તો એવામાં આપ મિઠાઇઓ અને ઘુઘરા માટે બજારથી માવો લાવવાનું વિચારતો હશો ? પરંતુ જો આપ ઘરે જ માવો બનાવી લો, તો કેટલું સારૂ રહેશે ? બજારનાં માવામાં કોણ જાણે કઈ-કઈ વસ્તુઓ ભળેલી હોય છે કે જે આરોગ્યને ખૂબ નુકસાન પહોંચાડે છે.

આજે અમે આપને ઘરે જ આસાનીથી માવો બનાવતા શીખવાડીશું કે જે આપ પોતાનાં કિચનમાં આરામથી બનાવી શકો છો. ઘરે તૈયાર કરાયેલ માવાની મિઠાઈ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે અને કોઈને નુકસાન પણ નથી કરતી.

માવો બનાવવા માટે ફુલ ક્રીમ દૂધ લો. એક લીટર દૂધમાં લગભગ 250 ગ્રામ માવો આરામથી બની જશે. તો વાર શેની ? આવો ઘરે જ માવો બનાવવાની સરળ વિધિ વિશે જાણીએ :

ઘરે જ કેવી રીતે બનાવશો માવો

સમય : 15થી 30 મિનિટ

સામગ્રી :

* 1 લીટર ફુલ ક્રીમ દૂધ

વિધિ :

1. એક ભારે તળ ધરાવતી કઢાઈ લો. તેને સગડી પર મૂકો અને તેમાં આખું દૂધ નાંખો.

2. જ્યારે દૂધમાં ઉકાળો આવી જાય, ત્યારે આંચ ધીમી કરી દો અને વચ્ચે-વચ્ચે દૂધને હલાવતા રહો.

3. જ્યારે દૂધ ગાઢુ થવાનું શરૂ થઈ જાય, ત્યારે વધુ સતર્ક થઈ જાઓ અને માવાને હલાવો કે જેથી તે કઢાઈનાં તળમાં ચોંટે નહીં.

4. તે પછી જ્યારે આપ જુઓ કે દૂધ ગાઢુ થઈ સુકાઈ ગયું છે અને હલવા જેવું દેખાવા લાગ્યું છે, ત્યારે ગૅસ બંધ કરી દો.

5. આપનો માવો મિઠાઈ બનાવવા માટે એકદમ તૈયાર છે.

English summary
Here is a khoya or mawa recipe step by step. This is a traditional way of making khoya at home.
Please Wait while comments are loading...