કેમ લગ્ન બાદ તરત મા-બાપ બનવું છે અયોગ્ય

Posted By:

જાણો, કેમ લગ્ન બાદ તરત જ પ્રેગનેન્ટ થવું છે અયોગ્ય અમુક સંસ્કૃતિમાં લગ્ન બાદ તરત જ પરિવારના લોકો ગર્ભ ધારણ કરવા પર દબાવ કરતા હોય છે. અને અમુખ વખતે લગ્નના થોડાક સમય બાદ અમુક મહિલાઓ પણ માં બનાવા માટે ઉતાવળ બતાવતી હોય છે.

પણ શું લગ્નની તરત બાદ માં બનવું કે ગર્ભ ધારણ કરવું સલાહભર્યું છે? અમુક કિસ્સાઓમાં જ્યાં ખૂબ જ મોડી ઉંમરે લગ્ન થયા હોય ત્યાં વાત અલગ છે પણ મોટાભાગના રિલેશનશીપ એક્સપર્ટ લગ્ન બાદ તરત માં બનવાની વાતનો સલાહભર્યું પગલું નથી માનતા.

તો શું કારણ હોઇ શકે અને કેમ ના કરવું જોઇએ લગ્નના થોડા સમય બાદ ગર્ભધારણ, આ વાત વિષે જાણો આ ફોટોસ્લાઇડરમાં...

સુંસગંતા
  

સુંસગંતા

ધણી વાર લગ્ન બાદ થોડો સમય પછી અનેક કપલને લાગે છે કે તે એકબીજા માટે બન્યા જ નથી કે પછી તે એકબીજાની ખૂબ જ ભિન્ન છે. તો આ માટે પણ થોડો સમય આપવો જરૂરી છે.

પરિવાર
  

પરિવાર

છોકરા અને છોકરી બન્નેના પરિવારમાં એકબીજાને લઇને ખૂબ જ વિવાદો હોય ત્યારે લગ્ન બાદ તરતમાં બનવું સલાહભર્યું નહીં ગણાય. થોડો સમય આપો તેલ જુઓ તેલની ધાર જુઓ.

મેળ પડે છે?
  

મેળ પડે છે?

તમારા લવ મેરેજ હોય કે અરેન્જ લગ્ન બાદ જ્યારે સાથે રહો છો ત્યારે એકબીજાનું ધણીબધી તેવી વાત જાણો છો જેનાથી તમે પહેલા અજાણ હોવ છો.

ઇમ્પ્રેસીવ
  

ઇમ્પ્રેસીવ

ધણીવાર આપણે સપનાની દુનિયા બનાવી લેતા હોઇએ છીએ અને વાસ્તવિકતા ખૂબ જ અલગ હોય છે. તો જરા લગ્નને થોડો સમય આપો અને તમારી વાસ્તવિકતાઓ જાણી લો.

ધરેલું હિંસા
  

ધરેલું હિંસા

જો તમારી વચ્ચે ધરેલું હિંસા અવારનવાર થતી હતી તો આવા સંજોગોમાં ગર્ભધારણ કરવો બહુ મોટી ભૂલ છે.

નાણાંકિય
  

નાણાંકિય

વધુમાં માં બનતા પહેલા તમારે તમારી અને તમારા પાટર્નરની નાણાંકીય સદ્ધરતા જાણી લેવી જોઇએ.

ચિંટીંગ
  

ચિંટીંગ

જો તે લગ્ન બાદ પણ કોઇ અન્ય જોડે ભાવનાત્મક કે શારિરીક રીતે જોડાયેલો હોય તો આવા સમય ગર્ભ ધારણ કરવું છે બિલકુલ અયોગ્ય.

અપેક્ષાઓ
  

અપેક્ષાઓ

જો તમારા સપના અને અપેક્ષાઓ અલગ અલગ હોય તો તમારે આવા સમયે તમારે તમારા લગ્નને વધુ સમય આપવું જોઇએ.

Story first published: Friday, June 19, 2015, 15:24 [IST]
English summary

કેમ લગ્ન બાદ તરત મા-બાપ બનવું છે અયોગ્ય

Some women prefer to get pregnant soon after marriage. Is that a wise decision? Well, maybe in some cases, it may work but relationship experts suggest it is always better to wait till the relationship between the couple strengthens before planning about pregnancy.
Please Wait while comments are loading...
X