For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો શું હોય છે એગ ફ્રીઝિંગ ?

By Lekhaka
|

પરિવારને પ્રાથમિકતા આપનાર મહિલાઓ આજે કૅરિયરને પ્રથમ સ્થાને રાખી રહી છે. ફર્ટિલિટીમાં આવી રહેલી નવી ટેક્નિક્સ તેમનાં આ પ્રયત્નોને સફળ બનાવી રહી છે.

એગફ્રીઝિંગ મહિલાઓની ફર્ટિલિટી જાળવી રાખવાની એક રીત છે. કેટલીક આરોગ્ય સંબંધી બાબતોમાં મહિલાઓ એગ ફ્રીઝિંગની મદદ લઈ શકે છે. વધતી વય સાથે મહિલાઓની પ્રજનન શક્તિ ઘટતી જાય છે.

આવી પરિસ્થિતિમાં એગ ફ્રીઝિંગ તેમના માટે એક વિકલ્પ તરીકે સામે આવી શકે છે. એગ ફ્રીઝિંગમાં મહિલાઓનાં આરોગ્ય તેમજ યુવાન ઇંડાઓને સંરક્ષિત કરવામાં આવે છે. આવું કરીને તેમની જૈવિક ગતિને રોકી દેવામાં આવે છે તથા બાદમાં તેમનો ઉપયોગ પ્રજનન માટે કરવામાં આવે છે.

થોડાક વર્ષો અગાઉ આ ટેક્નિક એટલી સફળ નહોતી, પરંતુ છેલ્લા પાંચ વર્ષોમાં ટેક્નિકમાં થયેલા હકારાત્મક પરિવર્તનોએ તેને ખૂબ શ્રેષ્ઠ બનાવી દીધી છે કે જેથી આજે આ ફર્ટિલિટી સંરક્ષણની એક સફળ રીત તરીકે ઉપસી છે. આ પ્રક્રિયામાં અંડાશયને સ્ટિમ્યુલેટ કરવામાં આવે છે અને પ્રાપ્ત થયેલ ઇંડાઓને પ્રયોગશાળામાં લઈ જઈ સબઝીરો ડિગ્રી તાપમાનમાં રાખવામાં આવે છે.

પછી જ્યારે મહિલા ગર્ભ ધારણ કરવાનો નિર્ણય કરે છે, ત્યારે તેના ઇંડાને કાઢીને ગરમ કરી શુક્રાણુ સાથે નિષેચિત કરવામાં આવે છે. આ પ્રક્રિયાનાં ફાયદા અને નુકસાન બંને છે, પરંતુ અમે આ લેખમાં માત્ર પ્રજનન ક્ષમતા સંરક્ષણ પર જ વાત કરવાનાં છીએ.

એકાધિક ઇંડા :

એકાધિક ઇંડા :

આ પ્રક્રિયામાં સૌપ્રથમ મહિલાની તપાસ કરવામાં આવે છે અને હૉર્મોન દ્વારા તેના અંડાશયને સ્ટિમ્યુલેટ કરવામાં આવે છે. તેનાથી ઉત્પન્ન થતા એકાધિક ઇંડાઓને લૅબમાં સ્ટોર કરવામાં આવે છે. આવું કરવાથી સમયાંતરે આપને પોતાના ઇંડાની ઉત્પાદકતાની ખબર મળતી રહે છે. તબીબ આપની ઉત્પાદકતાનું નિરીક્ષણ કરે છે અને આપને આ પ્રક્રિયાની સફળતા સાથે જોડાયેલી માહિતી ઉપલબ્ધ કરાવે છે.

સ્ટિમ્યુલેશન માટે ઇંજેક્શન આપવું :

સ્ટિમ્યુલેશન માટે ઇંજેક્શન આપવું :

એકાધિક ઇંડાઓને ઉત્પન્ન કરવા માટે આપનાં અંડાશયને હૉર્મોન દ્વારા સ્ટિમ્યુલેટ કરવામાં આવે છે. તેમાં ગભરાવવા જેવી કોઈ વાત નથી. આ એક દર્દ રહિત પ્રક્રિયા છે અને ડૉક્ટર તેમજ નર્સ આ પ્રક્રિયા સાથે સંકળાયેલી વિસ્તૃત માહિતી આપને આપી દેશે.

ઇંડાની તપાસ :

ઇંડાની તપાસ :

કૂલિંગ માટે તબીબ એકાધિક ઇંડાઓને સ્ટોર કરે છે અને તેમાંથી થોડાક ઈંડા હકારાત્મક પરિણામ નથી આપતાં, પરંતુ હવે ટેક્નિકલમાં થયેલી પ્રગતિનાં કારણે તબીબ ઇંડાઓની ઉત્પાદકતાની તપાસ કરી શકે છે.

આ પ્રક્રિયામાં સમય લાગે છે :

આ પ્રક્રિયામાં સમય લાગે છે :

એગ ફ્રીઝિંગ ફર્ટિલિટીને સંરક્ષિત કરવાની એક રીત છે, પરંતુ આ રીત ખૂબ લાંબી છે. ઘણા પરીક્ષણો તેમજ વિશ્લેષણો બાદ જ તબીબ આ પ્રક્રિયા શરૂ કરે છે. પ્રથમ માસમાં રક્ત પરીક્ષણ તથા અલ્ટ્રાસાઉંડ સ્કૅનની મદદથી આપનાં ઇંડાઓની ક્ષમતાની તપાસ કરવામાં આવે છે.

જો આપનાં ઇંડાનું આરોગ્ય ફ્રીઝિંગ માટે સારૂં છે, તો પ્રક્રિયાને આગળ વધારવામાં આવે છે. બીજા મહિને આપનાં ઇંડાઓના વિકાસ પર નજર રાખવામાં આવે છે. આ દરમિયાન આપને કેટલીક દવાઓનું સેવન પણ કરવું પડે છે અને બાદમાં આપનું રક્ત પરીક્ષણ તથા સ્કૅનિંગ થાય છે.જો મહિલાનું સ્ત્રી બીજજનન બરાબર રહે, તો ફરીથી 15 ઇંડાઓને ફ્રીઝી કરવામાં આવે છે.

એક ફ્રીઝિંગ માટે યોગ્ય ઉંમર :

એક ફ્રીઝિંગ માટે યોગ્ય ઉંમર :

એક ફ્રીઝિંગમાં મહિલાનાં અંડાશયમાંથી યુવાન અને ઉત્પાદક ઇંડાઓને ફ્રીઝ કરવામાં આવે છે. 20થી 30 વર્ષની ઉંમરની વચ્ચે મહિલાઓ પોતાનાં ઇંડાઓને ફ્રીઝ કરાવી શકે છે. એવું જોવામાં આવ્યું છે કે 35ની વય સુધી પહોંચતા-પહોંચતા મહિલાઓની પ્રજનન ક્ષમતા ઘટી જાય છે. 30થી પહેલા અને 20 બાદ એગ્સ ખૂબ જ સ્વસ્થ તથા ઉચ્ચ પ્રજનન ક્ષમતાનાં હોય છે.

મોંઘી :

મોંઘી :

આ ટેક્નિક ખૂબ મોંઘી છે, રંતુ અન્ય પ્રજનન ઉપચારોની સરખામણીમાં તે ખૂબ જ કિફાયતી છે. જો તેની શરુઆત સફળતાપૂર્વક થઈ જાય, તો તેનાં પરિણામો સારા જ આવશે.

જોખમ :

જોખમ :

દરેક વૈજ્ઞાનિક વિધિમાં જોખમ હોય છે અને તેની જાણ પ્રક્રિયાનાં સફળતાપૂર્વક પૂર્ણ થતાવ પર જ થાય છે. જોકે આ ટેક્નિકને એક સંરક્ષિત રીત ગણી શકાય છે, પરંતુ તેની ગૅરંટી નથી લઈ શકાતી.

માટે;આ તમામ જોખમો અને ખૂબીઓ સાથે એગ ફ્રીઝિંગ યુવાન મહિલાઓમાં પ્રજનન ક્ષમતા સંરક્ષિત કરવાની એક લોકપ્રિય પદ્ધતિ બની ગઈ છે.

English summary
Whats meant by egg freezing? How does egg freezing help? Read on to know...
Story first published: Friday, December 9, 2016, 12:23 [IST]
X
Desktop Bottom Promotion