બાળકોના જન્મ બાદ કેવી રીતે માણશો તમારી પહેલાની જીંદગી

Posted By:

હાલમાં જ થયેલા એક સર્વે એક વાત સામે આવી છે કે 90 ટકા દંપત્તિ બાળકાના જન્મ પછી એકબીજા પર વધુ ગુસ્સો કરે છે. અને મહિલાઓને પણ બાળકોના જન્મ પછી અનેક પ્રકારની માનસિક બિમારીઓથી પસાર થવું પડે છે. તો સામે પક્ષે પુરુષોને પણ અનેક પ્રકારના મૂડસ્વીંગ આવે છે. ત્યારે બાળકોના જન્મ થયા પછી નવા નવા માતા-પિતા બનેલા કપલ્સે આ નવા ફેરફાર અને જવાબદારીથી એડજેસ્ટ થવામાં સમય લાગે છે. અને આની અસર તેના લગ્નજીવન પર પણ પડે છે. અને ઝગડા પણ વધી જાય છે.

ત્યારે આ સમસ્યાનો કેવી રીતે ઉકેલ લાવશો તે વિષે અમે આજે તમને જાણકારી આપવાના છે. પહેલા તો એ સમજી લો કે તમારો ગુસ્સો અને મૂડસ્વીંગ તમારી જગ્યાએ યોગ્ય છે. પણ આ ગુસ્સો તમારા શરીર અને સંબંધોને બગાડી રહ્યો છે. માટે બન્ને આ અંગે સાથે મળીને વાત કરવી જોઇએ. અને પરિવારજનોની પણ સહાય લેવી જોઇએ. ત્યારે તમારી આ સમસ્યાને ઓછી કરવા માટે અમે તમને કેટલીક ટિપ્સ આપશું. તો વાંચો આ ફોટોસ્લાઇડર...

એક બીજા માટે સમય નિકાળો
  

એક બીજા માટે સમય નિકાળો

બાળકના જન્મ પછી આપણને આપણા માટે જ ધણીવાર સમય નથી હોતો તો બન્ને માટે સમય નીકાળવો થોડા મુશ્કેલ બની જાય છે. પણ જો આપણે થોડુંક એડજેસ્ટમેન્ટ કરીએ તો આ અશક્ય પણ નથી. જ્યારે તમે એકબીજાના માટે સમય નીકાળશો, વાત કરશો તો આપોઆપ તમારા મતભેદ ઓછા થવા લાગશે.

શોપિંગ કરો
  

શોપિંગ કરો

મહિલા જ્યારે જ્યારે શોપિંગ કરે છે ત્યારે તેમનો મૂડ સારો થાય છે. તમે તમારા બાળક સાથે પણ શોપિંગ કરવા જઇ શકો છો.

પોતાના કામને ફરી જોઇન કરો
  

પોતાના કામને ફરી જોઇન કરો

પોતાના લક્ષને ના ભૂલો. તકલીફો તો પડશે પણ તકલીફો સામે ના જૂકો. ફરીથી જોબ કે કોઇ કાર્યમાં જોડાવ. રોજ થોડા સમય તેને પણ આપો.

બાળક માટે નૈની શોધો
  

બાળક માટે નૈની શોધો

કોઇ પણ મા-બાપ માટે તેમના બાળક દૂર રહેવું અશક્ય હોય છે પણ થોડા સમય માટે જો તમે તેને કોઇ ડે કેરમાં કે નેની પાસે રાખી શકો તો તેનાથી તમને પણ થોડો સમય મળશે. તમે ઇન લોઝની પણ મદદ લઇ શકો છો.

પોતાના માટે સમય નીકાળો
  

પોતાના માટે સમય નીકાળો

થોડુંક પોતાને પણ પેમ્પર કરો. પોતાના માટે થોડો સમય નીકાળો. બ્યૂટિપાર્લર જાવ, ચાલવા જાવ, જીમ જાવ તેનાથી તમને શાંત રહેવામાં સહાય મળશે.

English summary

બાળકોના જન્મ બાદ કેવી રીતે માણશો તમારી પહેલાની જીંદગી

Tips To Get Back To Normal Life After Having A Baby Giving birth to a baby is a blessing for any couple. The joy in the family starts from the day of conception itself. However, along with the joy many changes occur in the lives of the couple.
Please Wait while comments are loading...
X