For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બાળકોની પીઠ પરથી ઉતારો ભારે બેગ અને હાથોમાં આપો ટ્રોલી, રિસર્ચ

By KARNAL HETALBAHEN
|

સ્કૂલે જતા બાળકોએ પોતાના ખભા પર કેટલો વજન ઉપાડવો જોઇએ, આ હંમેશાથી જ ચર્ચાનો વિષય રહ્યો છે. આ સ્થિતિમાં સુધારો લાવવા માટે વિશેષજ્ઞો સતત નવા વિકલ્પ શોધતા રહે છે. હવે તે એ વાત પર ચર્ચા કરવામાં જોડાઇ ગયા છે કે શું બેગ પેકના સ્થાને ટ્રોલીનો ઉપયોગ બાળકો માટે એક સારો ઉપયોગ છે.

પહેલા કરવામાં આવેલા રિસર્ચમાં ભારે વજન બાળકોના સ્વાસ્થ પર થનાર દુષ્પરિણામો અને બાળકોમાં થનાર અસુવિધાઓ પર વિચાર કર્યો હતો જેના પરિણામસ્વરૂપ એ માનવામાં આવ્યું હતું કે બાળકોના બેગનું વજન તેના વજના 10-15% હોવું જોઇએ.

Should students use trollies instead of schoolbags

યૂનિવર્સિટી ઓફ ગ્રનાડા (યૂજીઆર), સ્પેન દ્વારા વર્તમાનમાં એક રિસર્ચ કરવામાં આવ્યું જેમાં આ વાતને વિચારનો વિષય બનાવવામાં આવ્યો કે શું બાળકો માટે બેગ પેકના બદલે ટ્રોલીનો ઉપયોગ કરવો સારી રીત છે.

આ મુદ્દાના સમાધાન માટે પહેલાં પણ પ્રયત્નો કરવામાં આવ્યા છે. વર્ષ 2010માં નાના પાયે 34 જર્મન બાળકો પર જેમની ઉંમર 6 થી 8 વર્ષની હતી, તેમના પર એક રિસર્ચ કરવામાં આવ્યું. આ રિસર્ચ દ્વારા જાણવા મળ્યું કે બેગ પેક અને ટ્રોલી બંનેની સાથે બાળકોની મુદ્રા અસમમિત થઇ જાય છે, તેમછતાં ટ્રોલીનો ઉપયોગ કરવાથી કરોડરજ્જુના હાડકાંમાં રોટેશન થાય છે જેના લીધે બાળકોના શરીર પર વધુ પડતો તણાવ પડે છે. માટે જો બેગ પેકનું વજન દર્શાવવામાં આવેલી સીમાની અંદર હોય તો બાળકોને બેગ પેકનો જ ઉપયોગ કરવો જોઇએ.

જો કે એક નવી ટીમ દ્વારા કરવામાં આવેલા રિસર્ચ અનુસાર એવું માનવામાં આવે છે કે બેગ પેકની તુલનામાં ટ્રોલીનો ઉપયોગ કરવો બાળકો માટે સારો છે.

6 થી 8 વર્ષની ઉંમરના બાળકો સ્કૂલ જતી વખતે 78 ટકા બાળકોના શરીરના વજન અને મુદ્રાનું નિરિક્ષણ કર્યા બાદ પરિણામો દ્વારા આ જાણવા મળ્યું છે કે 47% બાળકો નક્કી કરવામાં આવેલી દૈનિક સીમાથી વધુ વજન પોતાની બેગ પેક અથવા ટ્રોલીમાં ઉપાડે છે.

વિશેષજ્ઞોના અનુસાર બાળકોની બેગનું વજન તેના સ્વંયના વજનથી 10-15%થી વધુ ન હોવું જોઇએ. આ ઉપરાંત 23% છોકરીઓ પોતાના વજનથી 20% વધુ વજન ઉપાડે છે જે દર્શાવવામાં આવેલી સીમાથી વધુ છે.

આ ઉપરાંત બાળકો પર કરવામાં આવેલા સર્વેક્ષણથી જાણવા મળ્યું છે કે 97% ટકા બાળકોનું એવું માનવું છે કે ટ્રોલીનો ઉપયોગ કરવાથી 85% બાળકોની તુલનામાં તેમની બેગ ખૂબ ભારે હોય છે, જ્યારે પરિણામ એ દર્શાવે છે કે બેગ પેકની તુલનામાં ટ્રોલીનું વજન વધુ હોય છે.

બેગ પેકનો ઉપયોગ કરનાર 85%થી વધુ બાળકોએ જણાવ્યું કે ટ્રોલી ઉઠાવનાર 71% બાળકોની તુલનામાં તે મોટાભાગે બેગ ઉઠાવતાં થાક અનુભવે છે જ્યારે બેગનો ઉપયોગ કરનાર 43% બાળકોમાં પીઠના દુખાવાની સમસ્યા જોવા મળી હતી જ્યારે ટ્રોલીનો ઉપયોગ કરનાર બાળકોમાં તેની ટકાવાર 31% હતી.

મુખ્ય લેખક ઇવા ઓરંતેસ સલાહ આપે છે કે શક્ય હોય ત્યાં ટ્રોલી વધુ ફાયદાકારક છે જો તેનું વજન દર્શાવવામાં આવેલી સીમા અર્થાત બાળકોના વજનનો 10-15%થી વધુ ન હોય.

ટીમ પોતાના અનુસંધાન કરી રહી છે જેમાં આ વાત પર પ્રકાશ નાખવામાં આવી રહ્યો છે કે બાળકો પોતાનું કામ સ્કૂલ કઇ રીતે લઇ જઇ શકે છે અને તેમને કેટલું લેઇ જવું જોઇએ.

આ દરમિયાન બેગ પેકનો ઉપયોગ કરનાર બાળકો માટે અમેરિકન એકેડમી ઓફ ઓર્થોપેડિકે સલાહ આપી છે કે માતા-પિતા બેગને યોગ્ય આકારની પસંદ કરીને બાળકો દ્વારા ઉઠાવવામાં આવતા ભારે વજનને આસાન બનાવી શકે છે. બેગ પેક સામાન્ય, અને બે પહોળી પટ્ટીઓવાળી હોવી જોઇએ જેના ખભા પર પટ્ટા લાગેલા હોય તથા સાથે સાથે વધારે સુવિધા અને સરળતા માટે કમરમાં પણ પટ્ટો લાગેલો હોય.

Read more about: kids બાળકો
English summary
The discussion on how much burden schoolchildren should carry on their shoulders has been there since a long time, with scientists coming up with newer alternatives to improve the situation. Now they're debating if using trollies instead of schoolbags is a better option.
Story first published: Thursday, March 16, 2017, 10:53 [IST]
X
Desktop Bottom Promotion