For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો, કેમ પ્રેગ્નેન્સી દરમિયાન અચાનક જ વધે છે વજન?

By KARNAL HETALBAHEN
|

પ્રેગ્નેન્સીમાં વજન વધવું એક સામાન્ય વાત છે. પ્રેગ્નેન્સી દરમિયાન પ્રેગ્નેન્ટ મહિલાઓનો વજન ૭ થી ૧૮ કિલો વધી શકે છે. એમ તો આ વાત પ્રેગ્નેન્સીથી પહેલાં માતાના વજન પર પણ નિર્ભર કરે છે.

પરંતુ તેના ઉપરાંત બ્લડ વોલ્યૂમ, યૂટરસમાં બદલાતો આકાર અને ભ્રૂણ આવરણ દ્રવ કે amniotic fluid જેવા કારણોથી પ્રેગ્નેન્સીમાં વજન વધાવાના કારણો બની શકે છે. આવો જાણીએ કે પ્રેગ્નેન્સીમાં વજન કેમ વધે છે ?

causes of excessive weight gain during pregnancy

વધારે કેલેરી લેવી-
કેટલીક મહિલાઓ પ્રેગ્નેન્સી દરમિયાન ખૂબ વધારે ખાવા લાગે છે. જેના કારણે પ્રેગ્નેન્સીના શરૂઆતના દિવસોમાં તમારો વજન ઝડપથી વધી શકે છે. જો તમે દરરોજ ૪૫૦ અતિરિક્ત કેલેરી લો છો, તો અઠવાડિયામાં તમારો વજન અડધો કિલો વધી જાય છે, જે મહિનામાં ૨ કિગ્રા સુધી વધી શકે છે.

ઉંઘ ઓછી આવવી-
જો તમે કામની ભાગદોડમાં ઓછી ઉંઘ લેવાની આદત પાડી છે તો આ આદત તમારી પ્રેગ્નેન્સી માટે નુકશાનદાયક સાબિત થઈ શકે છે. ગર્ભાવસ્થા દરમિયાન થનાર શારિરીક અને હોર્મોનલ ફેરફારના કારણે તમને વધારે આરામની જરૂર પડે છે. ઓછી ઉંઘના કારણે તમારો થાક વધી જશે અને શારિરીક ગતિવિધિઓના કારણે વેટ ગેન થવા લાગશે.

જેસ્ટશનલ ડાયાબિટિઝ અને હાઈપરટેન્શન-
જેસ્ટેશન ડાયાબિટિઝના કારણે પ્રેગ્નેન્સીમાં તમારો વજન ખૂબ વધારે વધી જાય છે. આ જ નહી માંની સાથે બાળકનું વજન પણ વધી જાય છે. માંના વધારે વજનને પ્રેગ્નેન્સી દરમિયાન થનાર હાઈપરટેન્શન સાથે સાંકળીને પણ જોવામાં આવે છે.

તણાવ-
એક સ્ટડી મુજબ તણાવના કારણે પ્રેગ્નેન્સી દરમિયાન વજન વધી જાય છે. એટલા માટે પ્રેગ્નેન્સીમાં બની શકે એટલું તણાવથી દૂર રહીને ખુશ રહેવું જોઈએ.

English summary
There are a lot of reasons women gain weight during pregnancy and a lot of different places they gain it.
Story first published: Wednesday, March 22, 2017, 11:02 [IST]
X
Desktop Bottom Promotion