ગર્ભમાં ઉછેરનાર બાળક વિશે 9 રોમાંચક વાતો

By: KARNAL HETALBAHEN
Subscribe to Boldsky

ગર્ભવતી માતાને એ જાણવાની ખૂબ ઉત્સુકતા રહે છે કે તેના બાળકનો વિકાસ તેના જ શરીરમાં કયા પ્રકારે થાય છે. એટલા માટે તે સમયાંતરે ડોક્ટર પાસે જઇને તેના વિશે કન્સલ્ટેશન લેતી રહે છે. જ્યારે માતના ગર્ભમાં બાળક ઉછેરી રહ્યું હોય છે તો તે દરરોજ તેના શરીરમાં એક આશ્વર્યજનક વિકાસ થાય છે જેના વિશે જાણીએ આશ્વર્ય લાગે છે.

દર અઠવાડિયા બાદ બાળકના શરીરમાં એક નવા અંગનો વિકાસ થાય છે. આજે આ આર્ટિકલમાં અમે તમને જણાવીશું કે દર અઠવાડિયે અને દરરોજના વિકાસ દરમિયાન બાળકના શરીરમાં કયા-કયા આશ્વર્યજનક પરિવર્તન થાય છે.

1. આંખો અને કાનનો વિકાસ

ગર્ભાવસ્થાના 8મા મહીના દરમિયાન બાળકના શરીરમાં સૌથી પહેલાં આંખો અને કાનનો વિકાસ થાય છે. આ અવસ્થા સુધી સામાન્ય ચહેરો પણ બની જાય છે.

2. બાહરના જનનાંગ

જી હાં, ગર્ભાવસ્થાના 9મા અઠવાડિયામાં બાળકોના જનનાંગ બનવા લાગે છે. 12 થી 13 અઠવાડિયા સુધી આસાનીથી જાણી શકાય છે કે ગર્ભમાં ઉછેરનાર બાળક છોકરી છે કે છોકરો.

3. આખું શરીર બનવું

ગર્ભાવસ્થાના 12મા અઠવાડિયા સુધી ગર્ભાશયમાં બાળકનું શરીર રૂપ લઇ લે છે. આ દરમિયાન તેના શરીરની લંબાઇ 5 સેમી. હોય છે. આંખો, કાન, એડી અને નખ પણ બની જાય છે.

4. જન્મ સમયથી અડધી લંબાઇનું હોવું

ગર્ભમાં 20મા અઠવાડિયા દરમિયાન બાળકની લંબાઇ જન્મના સમયે થનાર લંબાઇથી ઠીક અડધી હોય છે. એટલે કે લગભગ બાળક 18 સે.મીનું થઇ જાય છે. આ સમયે બાળકની ભમર અને પાંપણો બની જાય છે.

5. સાંભળવાની ક્ષમતા

24મા અઠવાડિયા બાદ બાળકોમાં સાંભળવાની ક્ષમતાનો વિકાસ થવા લાગે છે. આ દરમિયાન બાળકનો ચહેરો અને બાકી અંગો વિકસિત થાય છે. આ દરમિયાન ચહેરાની ત્વચા ખૂબ જ પતળી હોય છે.

6. સુંઘવાની ક્ષમતા

28મા અઠવાડિયામાં બાળકની સુંઘવાની ક્ષમતાનો વિકાસ પણ આ તબક્કામાં થાય છે.

7. આંખો ખુલવી

32મા અઠવાડિયા દરમિયાન બાળકની આંખો ગર્ભમાં જ ખુલવા લાગે છે. આ દરમિયાન બાળકની ગર્ભમાં સ્થિતિ પણ બદલાય છે. આ સમયે બાળકની ભુજાઓ અને જાંઘોનો વિકાસ થાય છે. જે સમયે માતાને ખૂબ પરેશાની થાય છે. બાળકોનું શરીર પણ 44થી 55 સેમી. સુધીનું હોય છે.

8. સ્વસ્થ

40મા અઠવાડિયા દરમિયાન બાળકનું આખુ શરીર વિકસિત થઇ જાય છે. આ ગર્ભાવસ્થાનો પૂર્ણ તબક્કો હોય છે.

9. વજન

ગર્ભાવસ્થાના આખા તબક્કા દરમિયાન બાળકનું વજન 2 થી 3 કિલો હોય છે. ઘણા બાળકો તો 3 થી 5 કિલોના પણ પેદા થાય છે. આવા બાળકો સ્વસ્થ શ્રેણીમાં ગણવામાં આવે છે.

Read more about: baby, શિશુ
English summary
Interesting facts about baby in womb is about babys development in womb. Baby growth inside womb & change in position in womb is important.
Please Wait while comments are loading...