9 રોચક વાતો, ગર્ભમાં રહેલા બાળક વિષે

Posted By:

ગર્ભવતી માં હંમેશા તે જાણવા ઉત્સુક હોય છે કે ગર્ભમાં તેનું બાળક શું કરતું હશે? તે કેટલું મોટું થઇ ગયું? તેનો યોગ્ય વિકાસ તો થઇ રહ્યો હશે ને?

એટલા માટે જ પરિવારજનો સમય સમય પર ડોક્ટરની આ મામલે સલાહ લેતા રહેતા હોય છે પણ શું તમને ખબર છે કે ગર્ભાશયમાં વિકસી રહેલા બાળકમાં પ્રતિ દિન ફેરફારો થતા રહે છે. એટલું જ નહીં દરેક અઠવાડિયામાં તેનું એક એક અંગ તેની અંદરની સંરચના બનીને તૈયાર થઇ જતી હોય છે.

ત્યારે આજે અમે તમારા માટે આવી જ કેટલીક રોચક માહિતીઓ લઇને આવ્યા છે જે ગર્ભમાં વિકસી રહેલ બાળક વિષે કેટલીક રોચક માહિતી તમને આપશે. તો જાતા રહો આ ફોટો સ્લાઇડર...

આંખો અને કાનનો વિકાસ
  

આંખો અને કાનનો વિકાસ

ગર્ભાઅવસ્થાના 8માં મહિના દરમિયાન બાળકના શરીર પર આંખો અને કાનનો વિકાસ થાય છે. વધુમાં આ સમય સુધી તેના ચહેરો પણ થોડાક સ્પષ્ટ થાય છે.

જનનાંગ
  

જનનાંગ

ગર્ભાવસ્થાના 9માં અઠવાડિયામાં જનનાંગ બનવા લાગે છે. જો કે બાળક છોકરો છે કે છોકરી તે સચોટ પણે 5 મહિનાની આસપાસ જ જાણી શકાય છે.

પૂર્ણ શરીર
  

પૂર્ણ શરીર

ગર્ભાઅવસ્થાના 12 અઠવાડિયાની અંદર ગર્ભાશયમાં બાળકનું પૂરું શરીર બની જાય છે. આ દરમિયાન બાળકના શરીરની લંબાઇ 5 સેમી હોય છે. વધુમાં આંખોના પોંપચાં, એડી અને નખ પણ ઉગી જાય છે.

લંબાઇ
  

લંબાઇ

ગર્ભના 20માં અઠવાડિયામાં બાળકની લંબાઈ જન્મ વખતે તેની જેટલી લંબાઇ થવાની હોય છે તેની અડધી હોય છે. વધુમાં 20 અઠવાડિયામાં તેની આઇબ્રો અને પાંપણ બની ચૂકી હોય છે.

સાંભળવાની ક્ષમતા
  

સાંભળવાની ક્ષમતા

24 અઠવાડિયાનું બાળક ગર્ભમાં તેની માં નો અવાજ ઓળખી શકે છે. આ અઠવાડિયામાં બાળકના ચહેરા પર પાતળી ત્વચા બનવા લાગે છે.

સુંગવાની શક્તિ
  

સુંગવાની શક્તિ

28 અઠવાડિયાનું બાળકનું નાક સૂંધવાની ક્ષમતા ધરાવે છે. અને સમય વધતા તેની આ ક્ષમતા વધતી જાય છે.

આંખો ખોલવી
  

આંખો ખોલવી

32 અઠવાડિયા થતા બાળકો ગર્ભમાં થોડી થોડી પોતાની આંખો ખોલતા હોય છે. આ સમય દરમિયાન બાળકના હાથ અને જાંધનો વિકાસ થાય છે.

સ્વસ્થ
  

સ્વસ્થ

40 અઠવાડિયાનું બાળક પૂરી રીતે વિકસિત થઇ ગયું હોય છે. આ ગર્ભાવસ્થાનું પૂર્ણ ચરણ હોય છે.

વજન
  

વજન

સામાન્ય રીતે 9માં મહિને ગર્ભમાં રહેલા બાળકનું વજન 2 થી 3 કિલોનું હોય છે. જો કે અમુક બાળકોનું વજન 3 થી 5 કિલોનું પણ હોય છે. જેને હેલ્થી બેબી કહેવાય છે.

Story first published: Tuesday, April 28, 2015, 15:14 [IST]
English summary

9 રોચક વાતો, ગર્ભમાં રહેલા બાળક વિષે

Interesting facts about baby in womb is about babys development in womb. Baby growth inside womb & change in position in womb is important.
Please Wait while comments are loading...
X