For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પીરિયડ્સની ડેટ પાછળ કરવા માંગતા હોવ, તો અજમાવો આ પ્રાકૃતિક રીતો

By Lekhaka
|

ક્યારેક-ક્યારેક છોકરીઓની મજબૂરી બની જાય છે કે તેમને પોતાનાં પીરિયડ્સ ડીલે કરવા પડે છે. કારણ જે કોઈ પણ હોય, પરંતુ જો પીરિયડ્સ ડીલે કરવા હોય, તો કાયમ પ્રાકૃતિક પદ્ધતિઓનો જ પ્રયોગ કરો.

છોકરીઓને એક વાતની ચિંતા બહુ સતાવતી હોય છે કે શું પીરિયડ્સની ડેટ પાછળ કરતા તેમને કોઈ આંતરિક સમસ્યાનો સામનો તો નહીં કરવો પડે ? પરંતુ શું આપ જાણો છે કે આપણા પીરિયડ્સનો સીધો સંબંધ આપણી લાઇફસ્ટાઇલ સાથે હોય છે ?

દાખલા તરીકે કોઇક નવી જગ્યાએ જવાથી ત્યાંનાં પાણીમાં ફેરફાર આવવો, નવી દિનચર્યા અપનાવવી (જૉબ કે સૂવાનું ટાઇમિંગ), નવી ડાયેટ કે પછી તાણ લેવાથી. જ્યાં સુધી ડાયેટનો સવાલ છે, તેમાં કેટલીક એવી વસ્તુઓ છે કે જે આપની ડેટને આગળ વધારી અને ઘટાડી પણ શકે છે.

એવા આહાર, જેમનો કોઠો ગરમ હોય છે, તેમને ખાવાથી આપનાં પીરિયડ્સ ટાઇમ પર આવી શકે છે. તેવી જ રીતે ઠંડી તાસીરનાં આહાર આપના બ્લડ સર્ક્યુલેશનને ઓછું કરી પીરિયડ્સને થોડાક સમય માટે આવવાથી રોકી શકે છે.

પીરિયડ ડીલે કરવા માટે કરો આ વસ્તુઓ

પીરિયડ ડીલે કરવા માટે કરો આ વસ્તુઓ

આજ-કાલ બજારમાં એટલી ગોળીઓ મળે છે કે તે આપનાં પીરિયડની ડેટને પાછળ ધકેલી શકે છે, પરંતુ તેમને લેવાથી આપના પ્રજનન અંગો પર અસર પડી શકે છે. તેથી રિસ્ક કેમ લેવો કે જ્યારે આપની પાસે પ્રાકૃતિક ઉપાયો છે ? આવો જાણીએ આ ઉપાયો વિશે :

લાંબા સમય સુધી કસરત કરો

લાંબા સમય સુધી કસરત કરો

જો આપ કસરત નથી કરતા, તો શરૂ કરી દો અથવા તો તેનું ટાઇમિંગ વધારી દો. જો કોઈ રમત રમવામાં રસ હોય, તો તે રમો. આખા દિવસમાં એક કે અડધો કલાક કસરત કરો.

મગજનું કામ કરો

મગજનું કામ કરો

જે કામથી સ્ટ્રેસ થતો હોય, તે કરો. કોઈ એવું કામ હાથ ધરો કે જેનાથી મગજને થાક લાગે. જોકે આ ટિપ ત્યારે જ માનો કે જ્યારે આપની પાસે કોઈ બીજો ઉપાય ન હોય, કારણ કે સ્ટ્રેસ લેવાથી હૉર્મોન્સમાં ફેરફાર થાય છે કે જે પીરિયડ્સને આગળ કે પાછળ કરી શકે છે.

મસાલેદાર આહાર ન લો

મસાલેદાર આહાર ન લો

મસાલેદાર ભોજન પેટમાં ગરમી પેદા કરે છે કે જેથી પીરિયડ્સ આરામથી આવે છે. તેથી થોડાક દિવસો સુધી મસાલેદાર ભોજન તરફ જુઓ પણ નહીં. આદુ, લસણ, મરચુ, કાળી મરી વિગેરેથી દૂર રહો.

વિનેગર

વિનેગર

વિનેગર આપના પીરિયડ્સની ડેટને પાછળ કરી શકે છે. 1 ગ્લાસ પાણીમાં 3-4 ચમચી વિનેગર નાંખો. તેને દિવસમાં 3-4 વખત પીવો.

ચણાની દાળ

ચણાની દાળ

ચણાની દાળમાં ખૂબ પ્રોટીન હોય છે અને તે ઉપરાંત તે આપનાં પીરિયડ્સને ડીલે પણ કરી શકે છે. આપને કરવું માત્ર એટલું જ છે કે થોડીક દાળ લઈ તેને ફ્રાય કરો અને પછી મિક્સીમાં પીસી પાવડર બનાવો. આ પાવડરને સૂપ બનાવી પી લો. તેમાં બસ ગરમ પાણી મિક્સ કરો અને પકવી આગામી પીરિયડ્સની ડ્યુટ ડેટથી 7 દિવસ પહેલા લો. બેસ્ટ રિઝલ્ટ માટે તેને સવારે નરણે કોઠે પીવો.

પાર્સલેના પાન

પાર્સલેના પાન

આ એક વિદેશી હર્બ છે કે જે ભારતમાં પણ સરળતાથી ઉપલબ્ધ છે. પાર્સલેના મુટ્ઠી ભર પાન લઈ 500 એમએલ પાણીમાં ઉકાળો. પછી પાણી ઉકાળી તેમાં થોડુક મધ મિક્સ કરો. પછી તેને પી લો. એવું દિવસમાં બે કે ત્રણ વાર કરો.

લિંબુ

લિંબુ

આપ લિંબુને પોતાનાં ભોજનમાં મિક્સ કરી કેટલાક દિવસો સુધી ખાવો. તેનાથી પીરિયડ્સ લાઇટ થશે અને થશે પણ નહીં. આપ તેને પાણીમાં મેળવીને પણ પી શકો છો, પરંતુ આગામી પીરિયડ્સ થોડુંક કષ્ટકારી હોઈ શકે છે.

ન ખાવો આ વસ્તુઓ

ન ખાવો આ વસ્તુઓ

જાણ્યે-અજાણ્યે આપ એવી અનેક વસ્તુઓ ખાઈ શકો છો કે જે આપનાં પેટની ગરમી વધારી શકે છે. તેથી આ વસ્તુઓને ખાવાનું ટાળો... હળદર, પાઇનેપલ, પપૈયુ, ગાજર, તલ, દાડમ, ખજૂર, ગોડ, અજમો, લાલ માંસ કે ડાર્ક ચૉકલેટ.

English summary
Home remedies are a really effective way to delay periods naturally. It has no side effects and safe to use.
Story first published: Monday, November 21, 2016, 10:25 [IST]
X
Desktop Bottom Promotion