For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પ્રેગ્નંટ મહિલાઓએ કેમ પ્લાસ્ટિકનાં વાસણમાં ન ખાવું જોઇએ ?

By Lekhaka
|

આ એક જાણીતુ તથ્ય છે કે પ્લાસ્ટિકનાં ડબ્બામાં ભોજન ગરમ કરવા કે પ્લાસ્ટિકની બોતલમાં મૂકેલી પાણી પીવાથી કૅંસર થઈ શકે છે, કારણ કે પ્લાસ્ટિકમાં મોજૂદ રસાયણ ખાદ્ય પદાર્થોમાં પહોંચી જાય છે તથા પછી તે ખાદ્ય પદાર્થો દ્વારા આપણા શરીરમાં પ્રવેશ કરી જાય છે. આ જ કારણ છે કે માઇક્રોવેવ ઓવનમાં પ્લાસ્ટિકનાં વાસણોમાં ભોજન ગરમ નહીં કરવાની સલાહ આપવામાં આવે છે.

ગરમીનાં કારણે પ્લાસ્ટિકનાં વાસણોમાંથી કૅંસર ઉત્પન્ન કરતા રસાયણો ઉત્સર્જિત થાય છે કે જે ખાદ્ય પદાર્થોમાં ભળી જાય છે. હવે આ વાત પર ચર્ચા કરીએ કે સગર્ભા મહિલાઓએ ડબ્બાબંધ ખાદ્ય પદાર્થો અને પ્લાસ્ટિકમાં મૂકેલા ખાદ્ય પદાર્થોનું સેવન કેમ નહીં કરવું જોઇએ ?

તમામ સગર્ભા મહિલાઓએ ડબ્બાબંધ ખાદ્ય પદાર્થોનું સેવન નહીં કરવું જોઇએ, કારણ કા આ ડબ્બાબંધ ખાદ્ય પદાર્થોમાં હાનિકારક રસાયણો હોય છે તેમજ પ્લાસ્ટિકનાં વાસણોમાં ખાદ્ય પદાર્થો ગરમ કરવાથી ખાદ્ય પદાર્થો પણ આ હાનિકારક રસાયણોથી દૂષિત થઈ જાય છે.

પ્લાસ્ટિકનાં વાસણો કે ડબ્બાબંધ ખાદ્ય પદાર્થોમાં માત્ર હાનિકારક રસાયણો જ નથી હોતા, પણ તેમાં BPA કે બિસ્ફેનોલ એ પણ હોય છે કે જે ગર્ભમાં ઉછેરાતા બાળકનાં માનસિક તેમજ શારીરિક વિકાસમાં સમસ્યા ઉત્પન્ન કરી શકે છે. ડબ્બાબંધ ખાદ્ય પદાર્થો તથા પ્લાસ્ટિકમાં મૂકેલા ખાદ્ય પદાર્થોનું સગર્ભા મહિલાઓ પર શું દુષ્પરિણામ થાય છે, તે જાણવા માટે આ લેખ વાંચો.

પ્રેગ્નંટ મહિલાઓએ કેમ પ્લાસ્ટિકનાં વાસણમાં ન ખાવું જોઇએ

હૉર્મોન્સમાં ગરબડ ઉત્પન્ન કરવું
જો કોઈ સગર્ભા મહિલા પ્લાસ્ટિકનાં વાસણમાં ગરમ કરેલું ભોજન ખાય, પ્લાસ્ટિકની બોતલમાં પાણી પીવે કે ડબ્બાબંધ ખાદ્ય પદાર્થો ખાય, તો આ તેના બાળક માટે હાનિકારક થઈ શકે છે. તેનાં કારણે બાળકમાં માનસિક તથા શારીરિક સમસ્યાઓ આવી શકે છે કે જેમાં મસ્તિષ્કથી સંબંધિત બીમારીઓનો પણ સમાવેશ થાય છે. આ ડબ્બાઓમાં મોજૂદ રસાયણો કે જેમેં બિસ્ફેનોલ એ (બીપીએ)નો પણ સમાવેશ થાય છે, તે સગર્ભા મહિલાઓમાં હૉર્મોન્સને અસંતુલિત કરે છે. બિસ્ફેનોલ એ રસાયણનાં કારણે એસ્ટ્રોજન હૉર્મોન બહુ વધારે સક્રિય થઈ જાય છે.

બાળકનો શારીરિક અને માનસિક વિકાસ સારી રીતે નથી થતો
પ્લાસ્ટિનાં વાસણોમાં ઉપલબ્ધ આ રસાયણનાં કારણે માતાઓમાં એસ્ટ્રોજન બહુ વધારે સક્રિય થઈ જાય છે. તે બાળકનાં વિકાસ પર અસર નાંખે છે તથા મહિલાઓ (તેમજ પુરુષોમાં પણ) પ્રજનન સંબંધી સમસ્યાઓ પેદા કરે છે. માટે તમામ સગર્ભા મહિલાઓને પ્લાસ્ટિકનાં વાસણોમાં ભોજન ન કરવાની, ભોજન ગરમ ન કરવાની તથા પ્લાસ્ટિકની બોતલોનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે છે. સાથે જ તેમને ડબ્બાબંધ ખાદ્ય પદાર્થો કે પ્રોસેસ્ડ ખાદ્ય પદાર્થો ન ખાવાની સલાહ પણ આપવામાં આવે છે.

બિસ્ફેનોલ એ (બીપીએ) કયા દેશોમાં પ્રતિબંધિત છે ?
કેટલાક દેશો જેમ કે ચીન, ફ્રાંસ અને કૅનેડાએ તે તમામ ઉત્પાદનો પર પ્રતિબંધ લાદી દીધો છે કે જેમાં આ રસાયણ હોય છે. જો કોઈ ઉત્પાદન મેં બીપીએ મળે, તો તેનું ઉત્પાદન તરત રોકી દેવામાં આવે છે. આ જ કારણ છે કે આજ-કાલ પ્લાસ્ટિકનાં વાસણો પર આપણને એક લેબલ લાગેલું દેખાય છે કે જેના પર "બિસ્ફેનોલ એ (બીપીએ) ફ્રી" લખેલું હોય છે.

English summary
Plastic containers and canned foods do not only contain harmful chemicals but also BPA or bisphenol A, which has been found to cause problems in mental and physical development of the baby in the womb. So, read on the article to know the harmful effects of plastic containers and canned foods in pregnant women.
X
Desktop Bottom Promotion