For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શરૂઆતની ગર્ભાવસ્થા દરમ્યાન ના ખાશો આ ફૂડ

By Lekhaka
|

માં બનવું દરેક સ્ત્રીની જીંદગીનું સપનું હોય છે. જ્યારે કોઈ સ્ત્રી પ્રેગ્નેન્ટ થાય છે, તો તેના ચહેરા પર ખુશીઓ એક સાથે ઝળકી ઉઠે છે. પરંતુ એવા સમયમાં મહિલાએ પોતાના ખાન-પાન અને હેલ્થ પર ખૂબ જ ધ્યાન આપવું જોઈએ.

ગર્ભાવસ્થાના પહેલા ત્રણ મહિના ખૂબ જ નાજુક હોય છે, એવામાં મહિલાએ વિશેષ ધ્યાન આપવું પડે છે, તેને ખાવા-પીવાની દરેક વસ્તુને વિચારી અને સમજીને ખાવી જોઈએ. આ આર્ટિકલમાં ઘણા એવા ફૂડ વિશે બતાવવામાં આવ્યું છે જેને તમારે ગર્ભાવસ્થા દરમ્યાન ના ખાવી જોઈએ. આ ફૂડ નીચે મુજબ છે.

પપૈયું અને અનાનસ

પપૈયું અને અનાનસ

ગર્ભાવસ્થાના દિવસોમાં તમારે શાકભાજી અને ફળ સૌથી વધારે ખાવા જોઈએ. પરંતુ આ સ્ટેજ પર પપૈયંા અને અનાનસ ખાવાથી બચો. આ ફળોને પ્રસવ થઈ ગયા પછી જ ખાઓ. નવ મહિના માટે આ ફળોને બાય બાય કરી દો.

માછલી

માછલી

સીફૂડ અને ઘણી વિશેષ પ્રકારની માછલીઓમાં જેવી કે - સ્વોર્ડફિશ વગેરેમાં ઉચ્ચ માત્રામાં મરકરી હોય છે. જેના સેવનથી મિસ્કેરેજ થવાનું જોખમ રહે છે. એટલે આ પ્રકારના ભોજન કરવાથી બચો કે પછી સારી રીતે બનાવીને ખાઓ.

મીટ

મીટ

કાચું કે અધકચરું મીટ ખાવાથી ગર્ભાવસ્થાના શરૂઆતના દિવસોમાં બચવું જોઈએ. સારું રહેશે કે ગર્ભાવસ્થાના દિવસોમાં તમે મીટને સારી રીતે બનાવીને ખાઓ. ગર્ભાવસ્થામાં પ્રોન મીટ ખાવાથી બચવું જોઈએ.

કાચું દૂધ

કાચું દૂધ

મિલ્કમાં પ્રોટીન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે પરંતુ ગર્ભવતી મહિલાઓ, ગર્ભાવસ્થાના શરૂઆતના દિવસોમાં ભૂલથી પણ કાચા દૂધનું સેવન ના કરો. જો તમારે દૂધ પીવું હોય તો સારી રીતે ઉકાળ્યા પછી જ પીવો. મલાઈ નીકાળેલું દૂધ જ પીવું જોઈએ.

ઈંડા

ઈંડા

ઘણી એવી સ્ત્રીઓ હોય છે જેને ઈંડા ખૂબ પસંદ હોય છે. પરંતુ ગર્ભાવસ્થાના દિવસોમાં કાચા કે બનાવ્યા વિનાના ઈંડા ના ખાશો. રો કુકી ડફ, કેક બટર અને હોમમેડ સોસ વગેરે ખાવાથી પણ બચો.

ચીજ

ચીજ

બધા પ્રકારના ચીજ અને પનીર હાનિકારક નથી હોતા. પરંતુ માઉલ્ડ ચીજ અને સોફ્ટ ચીજ, અનપોશ્ચુરાઈઝ મિલ્કથી બન્યા હોય છે, તો તેને ગર્ભાવસ્થા દરમ્યાન ખાવાથી બચો. જો તમે ચીજ ખાવા ઈચ્છતા હોય તો સુનિશ્ચિત કરી લો કે તે પેશ્ચુરાઈઝ દૂધથી બન્યું હોય.

શોપથી ખરીદેલો ફ્રેશ જ્યુસ

શોપથી ખરીદેલો ફ્રેશ જ્યુસ

રસ્તાના કિનારે દુકાન લગાવનાર દુકાનદાર ફળોનો તાજો રસ કાઢીને વેચે છે, જે હાઈજિન રીતે નથી બનેલા હોતા. એટલે ગર્ભધારણ કરી ચૂકેલી મહિલાઓએ આ દુકાનો પર વેચાઈ રહેલા જ્યુસને પીવાથી બચવું જોઈએ. જ્યુસ, સ્વાસ્થ્ય માટે લાભદાયક હોય છે. એટલે તેને ઘરે જ બનાવીને પીવો.

લીવર એન્ડ લીવર પ્રોડક્ટ

લીવર એન્ડ લીવર પ્રોડક્ટ

ગર્ભાવસ્થાના શરૂઆતના ૬ મહિનામાં લીવર અને લીવર પ્રોડક્ટ જેવી કે- પેટે અને લીવર સોસઝથી બચવું જોઈએ. તેમાં ઉચ્ચ સંતૃપ્ત માત્રામાં વિટામીન એ હોય છે જે બાળકને નુકશાન પહોચાડી શકે છે.

કેફીન

કેફીન

તે ઉપરાંત, કેફીન ફૂડ કેટેગરીમાં નથી આવતું પરંતુ જ્યારે તમે જલ્દી જ ગર્ભાવસ્થામાં આવી જાઓ છો તો કેફીનવાળા પર્દાથોના સેવનથી બચવું જોઈએ. વધારે માત્રામાં ચા, કોફીફ કોલ્ડ ડ્રિંક અને સોફ્ટડ્રિંક પીવાથી બચો. ચોકલેટના સેવનથી પણ બચવું જોઈએ.

આલ્કોહોલ

આલ્કોહોલ

આલ્કોહોલ બાળકના વિકાસમાં ખૂબ જ નુકશાનદાયક હોય છે અને તેને ઝડપથી થનાર ગર્ભાવસ્થા દરમ્યાન બચવુ જોઈએ. એવી જ રીતે બીજા માદક પદાર્થોના સેવનથી પણ બચવું જોઈએ.

English summary
There are several foods to avoid during the first trimester, and your diet must ensure that the unborn child gets all the essential nutrients.
Story first published: Tuesday, February 7, 2017, 9:21 [IST]
X
Desktop Bottom Promotion