જાણો સગર્ભાવસ્થા દરમિયાન કુપોષણની ગંભીર અસરો અંગે

Subscribe to Boldsky

 સગર્ભાવસ્થા દરમિયાન માતાનું સ્વસ્થ રહેવું ખૂબજ આવશ્યક હોય છે. એવામાં જો માતાનાં શરીરમાં પોષક તત્વોની ઉણપ થઈ જાય, તો બાળકમાં પણ આખા જીવન માટે નબળાઈ બની રહે છે. તાજેતરમાં જ થયેલ એક અભ્યાસથી સ્પષ્ટ થયું છે કે માતાનું શરીર નબળું થતા બાળકને ઓછી વયમાં હૃદય રોગનાં હુમલાની શંકા વધી જાય છે.

પશુ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે માતા દ્વારા ભોજન લેવામાં થોડોક પણ ઘટાડો કરાતા બાળકનાં અંગોનાં વિકાસ પર નકારાત્મક અસર પડે છે અને તેને જન્મનાં થોડાક જ સમય બાદ મુશ્કેલીઓ આવવી શરૂ થઈ જાય છે.

જાણો સગર્ભાવસ્થા દરમિયાન કુપોષણની ગંભીર અસરો અંગે

એવામાં બાળકનાં હૃદયમાં થતા પરિવર્તનો, જીવનની ગુણવત્તાને ઓછી કરી દે છે અને તેના શરીરને નબળુ બનાવી દે છે. સાથે જ ડાયાબિટીઝ તેમજ હાયપરટેંશન થવાનો ખતરો પણ વધી જાય છે. બાળકમાં સ્ટ્રોક આવવાનું કારણ પણ આ જ હોઈ શકે.

જાણો સગર્ભાવસ્થા દરમિયાન કુપોષણની ગંભીર અસરો અંગે

માતા દ્વારા લેવામાં આવતા પોષક તત્વોની સીધી અસર બાળકનાં આરોગ્ય તથા વિકાસ પર પડે છે કે જેની જાણ બાળકનાં જન્મ બાદ અને પછી ઉંમર ભર થાય છે. ઘણી વખત માતા દ્વારા વધુ તાણ લેવાતા પણ બાળક અસ્વસ્થ પેદા થાય છે અને તેને આખી જિંદગી તાણમાં રહેવાની પ્રવૃત્તિ બની રહે છે. આ અંગે અમેરિકાથી જેફ્રી ક્લાર્કનાં નેતૃત્વમાં ટેક્સાસ યુનિવર્સિટીમાં રિસર્ચ કરાયું છે.

જાણો સગર્ભાવસ્થા દરમિયાન કુપોષણની ગંભીર અસરો અંગે

આ અભ્યાસ માટે ટીમે એમઆરઆઈ સ્કૅનિંગ ઘણી મહિલાઓ અને પુરુષોનાં બુબૂન્સ પર કરાયુ હતું અને તેનાથી જ તારણ કઢાયું કે જ્યારે માતા 30 ટકા ઓછો ખોરાક લે છે, તો તેના બાળકને કઈ શારીરિક સમસ્યાઓ થાય છે, ખાસકરીને હૃદય અંગેની. બીજી બાજુ સમ્પૂર્ણ ખોરાક લેતી બૂબુન્સ સાથે એવું નથી. આ પશુઓનું જીવન માનવ કરતા 1/4 હોય છે. તે હિસાબે માનવ માટે આ તારણ રજુ કરાયું.

જાણો સગર્ભાવસ્થા દરમિયાન કુપોષણની ગંભીર અસરો અંગે

સગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓનું આરોગ્ય હંમેશા બરાબર રહેવું જોઇએ, કારણ કે બાળક પર તેના આરોગ્યની સમ્પૂર્ણ અસર પડે છે. મહિલાએ ન ચાહીને પણ તમામ પોષક તત્વોનું સેવન કરવું જોઇએ. બાળકનાં જન્મ બાદ પણ સ્તનપાન કરાવવા સુધી મહિલાએ પોતાનો વિશેષ ખ્યાલ રાખવો જોઇએ. આ શોધને ફિજિયોલૉજીનાં જર્નલમાં પણ પ્રસિદ્ધ કરાયું છે.

English summary
Children born to mothers who were undernourished during pregnancy are more likely to suffer early ageing of the heart, a research has showed.
Please Wait while comments are loading...