જો જો પ્રેગ્નેન્સી ટાઇમે આ ના કરી બેસતા

Posted By:

શું તમે પ્રેગ્નેન્ટ છો? તો ચેતી જાવ કારણ કે ગર્ભાવસ્થામાં આ પ્રોડક્ટ તમારા બાળકને પહોંચાડી શકે છે નુક્શાન. આજે અમે તમને કેટલાક એવા પ્રોડક્ટની જાણકારી આપવાના છીએ જે ગર્ભાવસ્થા દરમિયાન બાળક અને માતા બન્ને માટે છે હાનિકારક.

ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીનું શરીર થઇ જાય છે વધુ પડતું સંવેદનશીલ. આ સમયે મહિલાઓ માનસિક અને શારિરીક રીતે બની જાય છે સંવેદનશીલ. માટે જ અન્ય દિવસોમાં મહિલાઓ જે રોજબરોજની વસ્તુઓ ઉપયોગમાં લેતી હોય છે તે ગર્ભાવસ્થા દરમિયાન ઉપયોગમાં લેવાથી આ વસ્તુઓની આડઅસર તેમના શરીર પર થવાની શક્યતા રહે છે.

લક્ઝરી બાથ પ્રોડક્ટ
  

લક્ઝરી બાથ પ્રોડક્ટ

મોંધા નાહવાના પ્રોડક્ટ જેમાં સ્ટ્રોંગ સુંગધ રહેલી હોય છે તેનો વપરાશ કરવાનું ટાળો. તેના બદલે તમે માઇલ્ડ સાબુનો ઉપયોગ કરો.

સ્કીન લાઇટનિંગ અને એજ ક્રીમ
  

સ્કીન લાઇટનિંગ અને એજ ક્રીમ

ગર્ભાવસ્થા દરમિયાન એન્ટી એજીંગ અને સ્કીન લાઇટનિંગ કરતા પ્રોડક્ટનો ઉપયોગ કરવાનું ટાળો. આ પ્રોડક્ટમાં હાઇડ્રોક્વિનોન કેમિકલ હોય છે જેનો ઉપયોગ આ સમયે કરવો યોગ્ય નથી.

હેર રીમુવીંગ ક્રીમ
  

હેર રીમુવીંગ ક્રીમ

આ ક્રીમોની અંદર મોટી માત્રામાં હાનીકારક કેમિકલ હોય છે માટે આવા સમયે હેર રીમુવીંગ ક્રીમનો ઓછો વપરાશ કરો.

સેલીસીલીક એસિડથી બનેલા પ્રોડક્ટ
  

સેલીસીલીક એસિડથી બનેલા પ્રોડક્ટ

સ્કીન ઇન્ફેક્શન માટે વપરાતા પ્રોડક્ટમાં સેલીસીલિક એસિડનો ઉપયોગ થાય છે જે જન્મજાત ખામીઓ થવા પાછળ જવાબદાર હોય છે. માટે આવા સ્કીન એલર્જીના પ્રોડક્ટ લેવાનું ટાળો.

રેટિનોઇડ સ્ક્રિન કેર પ્રોડક્ટ
  

રેટિનોઇડ સ્ક્રિન કેર પ્રોડક્ટ

એન્ટી એજીંગ સ્ક્રીન પ્રોડક્ટમાં રેટિનોઇડ કેમિકલ હોય છે. વધુમાં વીટામીનની દવાઓના હાઇ ડોઝ પણ આ સમયે મહિલાઓ માટે સારા નહી.

સ્ટ્રેચ માર્ક ક્રીમ
  

સ્ટ્રેચ માર્ક ક્રીમ

પ્રેગનેન્સી પછી સ્ટ્રેચ માર્ક ના થાય તે માટે કેટલીય મહિલાઓ સ્ટ્રેચ માર્ક ક્રિમનો ઉપયોગ કરતી હોય છે. પણ આ પ્રોડક્ટ પ્રેગનેન્સી પછી લગાવવા વધુ સલાહભર્યા છે.

કેમિકલ શેમ્પૂ
  

કેમિકલ શેમ્પૂ

ડેન્ડ્રર્ફ શેમ્પુ અને ફંગલ ઇન્ફેક્શનવાળા મેડિકલ શેમ્પૂનો ઉપયોગ આ સમયે કરવો હાનિકારક છે. કારણ કે તેમાં સ્ટ્રોંગ કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે જે સ્કાલ્પ દ્વારા લોહીમાં જઇને તમને નુક્શાન પહોંચાડી શકે છે.

પર્ફ્યૂમ અને ડિઓડર્ન્ટ
  

પર્ફ્યૂમ અને ડિઓડર્ન્ટ

આ પર્ફ્યૂમ અને ડિઓડન્ટમાં ઓલ્કોહોલ અને અન્ય કેમિકલ હોય છે જે ત્વચા દ્વારા લોહીમાં પ્રવેશીને તમને નુક્શાન પહોંચાડી શકે છે. માટે આવા પ્રોડક્ટથી દૂર રહો.

કોસ્મેટિકનો ઓછા ઉપયોગ
  

કોસ્મેટિકનો ઓછા ઉપયોગ

મિનરલ મેકઅપનો ઉપયોગ કરો. તેમાં હાનિકારક કેમિકલ નથી હોતા. તે સિવાયના કોસ્મેટિકનો ઉપયોગ આ સમયે ઓછો કરો.

સનસ્ક્રીન
  

સનસ્ક્રીન

ખાલી જીંક ઓક્સાઇડ વાળા જ સનસ્ક્રીમ પ્રોડક્ટ ગર્ભાવસ્થા દરમિયાન ઉપયોગમાં લો. કારણ કે અન્ય સનસ્ક્રીમમાં કેમિકલ મોટી માત્રામાં હોય છે જે ગર્ભાવસ્થા દરમિયાન હાનિકારક હોય છે

English summary

જો જો પ્રેગ્નેન્સી ટાઇમે આ ના કરી બેસતા

Avoid These Products During Pregnancy
Please Wait while comments are loading...
X